Home /News /anand /Anand: લગ્ન માટે શેરવાની, શૂટ ભાડે લેતા પહેલા આટલું ધ્યાનમાં રાખો
Anand: લગ્ન માટે શેરવાની, શૂટ ભાડે લેતા પહેલા આટલું ધ્યાનમાં રાખો
લગ્ન ની સીઝન જામે એટલે અલગ લૂક માટે વરરાજા રજવાડી શેરવાની, શૂટ,લેવાનુ પસંદ કરે.
લગ્ન પ્રસંગમાં ગત થોડા વર્ષોથી વર અને કન્યાના ડ્રેસ અને પરિવારના ડિઝાઇનર કપડાંને ભાડે લેવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેનાથી વધુ ખર્ચ પણ થતો નથી અને તે પૈસા બીજી જગ્યાએ ઉપયોગમાં લઇ શકાય છે. આખરે આ ટ્રેંડની પાછળ લોકોની વિચારસણની ખૂબ રસપ્રદ છે.
Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં લગ્નમાં વરરાજા પોતાને અલગ લૂક માટે શેરવાની,શૂટ, કે રજવાડી લૂકમાં એન્ટ્રી મારવાનું પસંદ કરતા હોય છે. શેરવા ની કે શૂટ એક જ દિવસ પહેરવાના હોય છે.લગ્ન બાદ ભાગ્યે જ કોઈના લગ્નમાં પહેરતા હશે. આ લગ્નમાં ખરીદેલા શૂટ માત્ર અલ્મારીમાં પડ્યા રહે છે. હવે લોકો આ પ્રકારના કપડાં પર ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે.
શેરવાની, શૂટ ખરીદીવાની જગ્યાએ રેન્ટ પર લેવાનું પસંદ કરી રહ્યા છે. આણંદમાં આવેલી પ્લસ પોઇન્ટની દુકાન પરથી લગ્નનાં કપડાં રેંન્ટ પર લેવાનું પસંદ કરે છે. આ દુકાનના કપડાં વરરાજા ખુદ પસંદ કરે છે અને તેને માપ આપી સિવડાવે છે એ પણ રેંન્ટ પર ફ્રેશ મળી જાય છે, પેહલા વરરાજા જાતે પહેરે પછી અન્ય લોકોને નજીવા ભાવ ભાડે પર આપવામાં આવે છે.
આણંદમાં ગામડી વડ પાસે આવેલી પ્લસ પોઇન્ટ દુકાન પર લગ્નની સીઝનમાં નવા કલેક્શન જોવા અને બુક કરવા લોકોની ભીડ લાગે છે. દર વર્ષે અહીંયા કલેક્શન બદલાયા કરે છે. ફ્રેશ શૂટ રેન્ટ પર લેવા માટે અલગ અલગ રેન્જ હોય છે. કેટલોગ હોય છે,જે કેટલોગમાં તમે શૂટ, શેરવાની પસંદ કારો તેવી જ શેરવાની વરરાજા માટે શીવીને ભાડે આપવામાં આવે છે.નવી શેરવાની કે શૂટનું 4 હજાર રૂપિયા સુધી ભાડું લેવામાં આવે છે. આ ભાડે લેવા માટે પોતાનું ઓળખ કાર્ડ પણ જમાં કરવામાં આવે છે અને સમય મર્યાદા મુજબ તેને પાછું પણ આપવા જવાની શરત હોય છેજો શેરવાની શૂટ ડેમેજ થાય કે ખોવાય જાય તો તેની શરતો મુજબ ભાડું ચૂકવું પડશે.
ભાવનગર,ધંધુકા, બોટાદથી લોકો આવે છે
ચાલુ વર્ષ રજવાડી શૂટ,જોધપુરી શૂટની ખુબ માગ અને શેરવાનીનો ખૂબ ટ્રેન્ડ છે. આ દુકાનનાં માલિકે હવે પહોંચી નથી શકતા માટે અલગ જગ્યા પર શોપ નાખવાનો વિચાર કરી લીધો છે.હાલ ખંભાતમાં શોપ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમાં શૂટ શેરવાનીનાં કલેક્શન જોવા મળશે.અહીં ભાવનગર,ધંધુકા, બોટાદથી લોકો આવે છે. એક હજારથી લઈને 8 હાજર સુધીનાં શૂટ, શેરવાની ભાડે મળે છે.
સુંદર દેખાવા માટે યોગ્ય શેરવાની કેવી રીતે પસંદ કરવી
ફિટિંગ પર ધ્યાન આપો- શેરવાની ખરીદતી વખતે તેની ફિટિંગ પર ધ્યાન આપો. જો કે તેને ખરીદતી વખતે તમારી બોડી સાઈઝ લેવામાં આવે છે, પરંતુ તમારે હંમેશા તેની ફાઈનલ ફિટિંગ તપાસવી જોઈએ. સ્ટાઇલિશ દેખાવા માટે શેરવાનીનું યોગ્ય ફિટિંગ જરૂરી છે. જો તમે ઓનલાઈન ખરીદી કરી રહ્યા હોવ તો તમારે ફિટિંગ ચાર્ટ તપાસવો જોઈએ. જો બધું યોગ્ય કદનું હોય તો જ ખરીદો.
ફેબ્રિક પર ધ્યાન આપો- લગ્નના દિવસે શેરવાની કલાકો સુધી પહેરવી પડે છે, તેથી તેના ફેબ્રિકની ગુણવત્તા પર ધ્યાન આપો. લોકો મોટાભાગે હેવી ફેબ્રિકમાં શેરવાની ખરીદે છે. જો કે તમારે તેને સિઝન પ્રમાણે ખરીદવું જોઈએ. જ્યારે પણ તમે શેરવાની ખરીદો તો ચોક્કસ તેને પહેરવાનો પ્રયાસ કરો. કપડાં ત્યારે જ ખરીદો જ્યારે તેઓ આરામદાયક હોય.
સાફા અને જુટ્ટી પર ધ્યાન આપો- શેરવાની સાથે જુટ્ટી અને સાફાનું મેચિંગ તમારા લુકને ઘણી હદ સુધી વધારે છે. હેવી શેરવાની સાથે સાદો સાફા અને જુટ્ટી સરસ લાગશે. જ્યારે સાદી શેરવાની સાથે તમે કંઈક ભારે સ્પષ્ટ જોઈ શકો છો. એસેસરીઝ પણ જરૂરી છે- વરરાજાના દેખાવને વધારવા માટે જ્વેલરી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે શેરવાની સાથે યોગ્ય જ્વેલરી ખરીદી શકો છો. જોકે, આ દિવસોમાં કોન્ટ્રાસ્ટ જ્વેલરી પણ ટ્રેન્ડમાં છે.