આણંદ : શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સીટીની નહેરુ હોસ્ટેલમાં 21 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. કાશ્મીરી મૂળના વિદ્યાર્થીએ હોસ્ટેલના રુમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ અંગે વિદ્યાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.
હાલ મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફીનું આપઘાત કરવાનું કારણ અકબંધ છે. 108ની ટિમ દ્વારા યુવકને પોસ્ટમોર્ટમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે. ગત મોડી રાત્રીનો બનાવ છે. મોત પાછળનું કારણ અકબંધ છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ધુટણવડ ગામે ગઈકાલે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં સગા સાળીએ તેના બનેવીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ખૂની યુવતીએ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં બાદ ખેલાયો હતો. પાવીજેતપુર તાલુકાના કીકાવડા ગામની સ્નેહાને ધુટણવડ ગામના યુવક સુનિલ રાઠવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બાદ યુવક અને યુવતીએ દોઢ વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.
જોકે, સ્નેહાના પરિવારને આ પ્રેમ સંબંધ કે પ્રેમ લગ્ન મંજૂર ન હતા. બીજી તરફ સ્નેહાના પરિવારજનો તેણીને ગમે તેમ કરીને ઘરે લઈ ગયા હતા. બાદમાં નજીકના ઉચાપાન ગામના એક યુવક સાથે તેણીના બળબજરીથી લગ્ન કરાવી દીધા હતા. જોકે, સ્નેહાને લગ્ન મંજૂર ન હોવાથી તેણી પોતાના પ્રેમી સુનિલ રાઠવા સાથે ભાગી ગઈ હતી. બાદમાં બંને ઘુટણવડ ગામ એટલે કે યુવકના ઘરે રહેવા લાગ્યા હતા.
માંગરોળ તાલુકાના મકતુપુરના રહેવાસી નિકિતાબેન કોડીયાતરે 22 ઓગસ્ટના રોજ પોતાનો મોબાઇલ આઇફોન 7 પ્લસ વેસવળ બસ સ્ટેશન ખાતેથી ચોરી થયા અંગેની E-FIR કરી હતી. જેની તપાસ વેરાવળ પોલીસે શરૂ કરી હતી. નિકિતા બેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પિયર વેરાવળ ખાતે જન્માષ્ટમીનો તહેવાર કરવા આવ્યા હતા અને તહેવાર પૂર્ણ થઇ જતા પોતાના મકતુપુર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સવારે 9:30થી 10:00 વાગ્યા દરમ્યાન તેઓ બસની રાહ જોઇ રહ્યા હતા. માંગરોળ રૂટની બસમાં બેસવા માટે પેસેન્જરોની ભીડમાં બેસવા ગયેલ ત્યારે પેસેન્જરની ભીડમાંથી કોઇ અજાણ્યા શખ્સે બેગમાંથી, પર્સ જેમાં રોકડ પાંચ હજાર હતા તે અને એપલ આઇફોન 7 પ્લસ મોબાઇલ ફોન તથા અન્ય મુસાફર ઉષાબેન પ્રફુલભાઇ કાનાબારના પર્સમાંથી રોકડ 15000 સેરવી ગયા હોવાની ચોરીની ફરિયાદ કરી હતી.