Home /News /anand /Anand: સ્નો સ્કિંગમાં નરસંડાની કરિશ્મા કુરેશી ઝળકી, આટલા લોકોને પછાડીને થઈ હતી સિલેક્ટ
Anand: સ્નો સ્કિંગમાં નરસંડાની કરિશ્મા કુરેશી ઝળકી, આટલા લોકોને પછાડીને થઈ હતી સિલેક્ટ
78 બટાલિયનમાં આ એકજ મુસ્લિમ યુવતી હોય મુસ્લિમ સમાજનું પણ નામ રોશન કર્યું છે.
નડિયાદ તાલુકાનાં નરસંડાની કરિશ્મા કુરેશીએ કાશ્મીરમાં માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. કરિશ્માની ગુજરાતનાં 60 હજાર એનસીસી કેડેટસમાંથી તેઓ પસંદગી પામ્યા હતા.
Salim Chauhan, Anand: જમ્મુ કાશ્મીરમાં માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં રિપ્રેઝન્ટ કરી નડિયાદ તાલુકાના નરસંડાની કરિશ્મા કુરેશીએ આખા દેશમાં પ્રથમ નંબર મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 78 બટાલિયનમાં તેઓ એક માત્ર મુસ્લિમ યુવતી છે.જેઓ આ સ્પર્ધા જીતી ગુજરાત સહિત પરીવારનું પણ નામ રોશન કર્યું છે.
ગુજરાતનાં 60 હજાર એનસીસી કેડેટ્સમાંથી પસંદગી થઈ હતી
નડિયાદ તાલુકાના નરસંડા ગામના ઇન્દિરા નગરીમાં રહેતા સાર્જન્ટ કરિશ્માબાનુ ઇકબાલાએહમદ કુરેશી જે 4 ગુજરાત ગર્લ્સ બટાલિયનના કેડેટ એટલે કે NCCમાં છે અને સી.પી.પટેલ & એફ.એચ.શાહ કોમેર્સ કોલેજ, આણંદમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓને માઉન્ટરીંગ સ્નો સ્કિંગમાં ગુજરાત તરફથી જમ્મુ કાશ્મીરમાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો.
તેણીની પસંદગી આખા ગુજરાતના લગભગ 60 હજાર જેટલા એનસીસી કેડેટ્સમાંથી થઈ હતી. તે જમ્મુ કાશ્મીરમાં પહાડી એરિયામાં ટ્રેનીંગ માટે 18મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી દરમિયાન જઇને આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 17 રાજ્યોના 78 કેડેટ્સની પ્રતિયોગીતામાં ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સ્નો સ્કિન કરવું ઘણુ અધરુ હતું
કરીશ્માએ જણાવ્યું હતું કે,માઇનસમાં તાપમાનમાં રહીને સ્નો સ્કિન કરવું ઘણું અઘરુ હતું. આની પાછળ સૌપ્રથમ અલ્લાહ અને ત્યારબાદ મારા માતા-પિતા ભાઈ કોલેજના શિક્ષકો વગેરે ને જશ આપું છું.
પોતાના ભાઈની પાસેથી મળી પ્રેરણા
વધુમાં જણાવ્યું હતું કે, મારો ભાઈ મહંમદહનીફ ઇકબાલએહમદ કુરેશી જેઓ 13 ગુજરાત બાટાલિયન એનસીસી વી વી નગરના કેડેટસ છે અને હાલ તેઓ સી પી પટેલ & એફ એચ શાહ કૉમેર્સ કોલેજ, આણંદમાં BBA-ITMના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ પણ ઓલ ઇન્ડિયા થલ સૈનિક કેમ્પ દિલ્હી મુકામે ડી જીએનસીસીમાં હેલ્થ અને હાઇજીંગ એન્ડ ટેન્ટ પીચિંગ જેવી સ્પર્ધાઓમાં ગુજરાત ડાયરેક્ટરેટને રિપ્રેજન્ટ કરી ચૂકયા છે.
ઓલ ઓવર ગુજરાત ડાયરેક્ટરેટના સિનિયર કેડેટ તરીકેની ફરજ પણ બજાવી હતી. તેમની પ્રેરણા અને મદદ મારા માટે મહત્વની બની ગઈ હતી. ભાઈનું સતત માર્ગદર્શન મારી આ સિદ્ધિ પાછળ મહત્વનું છે.માઇનસમાં તાપમાનમાં રહીને સ્નોવ સ્કિન કરવું ઘણું અઘરુ હતું. હિંમત અને જોશ ભરેલો હોય તો માઇનસ ડિગ્રી તાપમાન પણ આપણા માટે કાઈ નથી.