Home /News /anand /શું તમે પક્ષી પ્રેમી છો? અહીં યાયાવર પક્ષીઓને જોઈ શકાય છે નજીકથી
શું તમે પક્ષી પ્રેમી છો? અહીં યાયાવર પક્ષીઓને જોઈ શકાય છે નજીકથી
ચરોતરમાં ઊતરી આવતાં યાયાવર પક્ષીઓને વિદેશી ગણવામાં આવે છે
શિયાળાની ઋતુ શરૂ થતાની સાથેજ કનેવાલ તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમ થયા છે.જેને જોવા પક્ષી પ્રેમીઓ દૂર દૂરથી જોવા આવે છે.આ તળાવ સ્વયંભૂ તળાવ છે.જેમાં ત્રણ ટાપુ પણ આવેલા છે.જ્યા પક્ષીઓને તળાવની મધ્યમાં વૃક્ષાદિત બેટ ખુબજ અનુકૂળ સાબિત થયા છે.
Salim Chauhan, Anand: શિયાળાની ઋતુઆવે કે એટલે રાજ્યમાં યાયાવર પક્ષીઓનું આગમનની શરૂઆત થઈ જાય છે. ગુજરાતમાં વિવિધ સરોવરો તળાવો અને લેક જમ કે નળ સરોવર,ખીજડિયા,થોળમાં મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુ માં આવી પ્રજનન કરતા હોય છે.ત્યારે એવા બીજા અનેક સ્થળો છે જેવા કે વડોદરાનું વઢવાણ,જામનગરનુ રણમલ તળાવ જ્યા વિવિધ પક્ષીઓ આવે છે. તેજ રીતે ખંભાતના ભાલ પ્રદેશમાં આવેલા કનેવાલ તળાવમા પણ યાયાવર પક્ષીઓ શિયાળાની ઋતુમાં આવે છે.
શિયાળાની ઋતુ શરૂ થતાની સાથેજ કનેવાલ તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમ થયા છે.જેને જોવા પક્ષી પ્રેમીઓ દૂર દૂરથી જોવા આવે છે.આ તળાવ સ્વયંભૂ તળાવ છે.જેમાં ત્રણ ટાપુ પણ આવેલા છે.જ્યા પક્ષીઓને તળાવની મધ્યમાં વૃક્ષાદિત બેટ ખુબજ અનુકૂળ સાબિત થયા છે. અહી આવેલા બેઠ પર પિકનિક પોઇન્ટ પણ વસાવામાં આવ્યો છે. જ્યાં જવા માટે કિનારા પર બોટની સુવિધા પણ ઉપલબ્ધ છે.ટાપુ પર વિજળીની સુવિધા ન હોવા છતા ત્યા સોલાર પેનલની મદદથી લાઈટની સુવિધા ઉપલબ્ધ છે.
ભાલ પંથકમાં આવેલા કનેવાલ તળાવમાં ગાજહંસ, ગ્રે લેગ ગીઝ, ભગવી સુરખાલ જેવા વિવિધ જાતિના હંસ, ચમચા, ફ્લેમિંગો, પેન્ટાસ્ટોક, સાઈબીરિયાના વેગટેલ જેવા વિવિધ જાતિના પ્રવાસી પક્ષીઓ પણ આવેછે. આ બધા પ્રવાસી વિદેશી પક્ષીઓમાંથી યાયાવર પક્ષીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બને છે.ટુક સમયમાં જ ચરોતરમાં ઊતરી આવતાં યાયાવર પક્ષીઓને વિદેશી ગણવામાં આવે છે, પરંતુ કુદરતની પણ અનોખી રચનામાં આ વિદેશી પક્ષીનો જન્મ પણ અહીં જ થાય છે. પ્રજનન અને ઉછેર સહિતનો ગાળો અહીં વીતવા છતાં આ પક્ષી વિદેશી ગણવામાં આવે છે.
ભાલની મહેમાનગતિએ આવતાં આ યાયાવર પક્ષી ગરમીની શરૂઆત થતાં જ પોતાના વતનની વાટ પકડી લેતાં હોય છે. દર વર્ષે સરેરાશ આણંદ જિલ્લામાં એક લાખ કરતાં પણ વધુ યાયાવર પક્ષી મહેમાન બનતાં હોય છે.વિદેશી પક્ષીઓના આગમન થશે એટલે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ પણ આકર્ષાય છે.
આ પક્ષીઓ નવેમ્બર માસથી જ આગમન શરુ કરે છે. પક્ષીઓ ખંભાતના અખાતીય વિસ્તાર, કનેવાલથી નળસરોવર પંથકમાં જ ઇંડા મૂકી સેવન કરી બચ્ચા ઉછેરે છે.ફેબ્રુઆરી સુધીમાં તો આ બચ્ચા ઉડતા શીખી જાય છે.જેમને યાયાવર પક્ષીઓ પોતાની સાથે દેશમાં લઈ જાય છે.કેટલાક પક્ષીઓ અહી કાયમી વસવાટ પણ કરી લે છે.
આ સ્થળ પર પોહચાવા માટે તારાપુર ચોકડી થી વટામણ જતા, લગભગ ૧૫ કિલોમીટરે વરસડા ગામનો તરફ જવાના રસ્તે અંદર દસેક કિલોમીટરે આ તળાવ પાસે પહોંચી શકાય છે.