આણંદ માં પ્રથમ વાર જલારામ મંદિર દ્વાર અનોખી સેવા યોજવામાં આવી
ઉતરાયણમાં પતંગની દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે.તેમજ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આણંદ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા 500 જેટલા રાહદારીઓને નિ: શુલ્ક બાઇક પર લગાવવાનાં સેફટી તારનં વિતરણ કરવામાં આવ્યું હતું.
Salim chauhan,Anand: આણંદ જિલ્લામાં અનેક સંગઠનો દ્વારા અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આણંદ શહેરમાં વેરાઈ માતા મંદિર વિસ્તારમાં જલારામ મંદિર આવેલું છે. મંદિરનાં ટ્રસ્ટી અને દાતાઓના સંયોગથી ચાલુ વર્ષ ઉતરાયણનો તહેવાર નજીક આવતાની સાથે ઉમદા વિચાર સાથે અનોખી સેવા કરવામાં આવી છે.
જેમાં મંદિર ખાતે પસાર થતાં લોકો અને દર્શનાર્થીને ઉતરાયણ પર્વમાં દોરીથી બચવા સમજણ આપવામાં આવી હતી અને સેફ્ટી તાર લાગવા દીપેશભાઈ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને રાહદારીને નિ: શુલ્ક રીતે સેફ્ટી તાર લગાવી આપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે
જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક સેવા કરવામાં આવે છે. જેમાં ભૂખ્યાને ભોજનથી લઈને વૃદ્ધની સહાયની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે જલારામ મંદિરના પ્રમુખ દીપેશભાઈ પટેલને અલગ વિચાર આવ્યો કે, ઉતરાયણ આવતાની સાથે અનેક બનાવ પણ સામે આવતા હોય છે.
દોરીનાં કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છ. ત્યારે લોકોને દોરીથી બચાવ શુ કરવા તેની સમજ આપવામાં આવી હતી. તેમજ નિ: શુલ્ક તારનું વિતરણ કરવામાં આવ્યું હતું.