Home /News /anand /Anand: લ્યો બોલો! આ યુવતીએ વેસ્ટમાંથી બેસ્ટ સાબુ, લિપસ્ટિક અને પાઉડર બનાવ્યા, માર્કેટમાં ધુમ વેચાણ

Anand: લ્યો બોલો! આ યુવતીએ વેસ્ટમાંથી બેસ્ટ સાબુ, લિપસ્ટિક અને પાઉડર બનાવ્યા, માર્કેટમાં ધુમ વેચાણ

X
જૈની

જૈની શાહ એ નોકરી કરતા વ્યવસાય શરૂ કરવા નું વિચારી આજે બનાવી દીધી આટલી પ્રોડક્ટ

આણંદના કુજરાવ ગામના જેનીબેન શાહે વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી બેસ્ટ પ્રોડક્ટ બનાવી છે. જેમાં સાબુ, પાઉડર, લિપસ્ટીક અને ફેસ સ્ક્રબ જેવી વસ્તું નેચરલ રીતે બનાવી છે.વસ્તુનું વેચાણ પણ કરવામાં આવશે.

  Salim Chauhan, Anand: આણંદના કૂજરાવ ગામનાં વતની જૈનીબેન શાહે નેચરલ રીતે સાબુ, લિપસ્ટિક અને સખજીરું પાઉડર બનાવ્યા છે. જેનીબેને એમબીએમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કોલેજ પછી ઘણી નોકરીની ઓફર આવી પરંતુ નોકરી કરતાં વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો.એટલે પિતાના વ્યવસાય માં રોજ ધ્યાન આપવા લાગ્યા.

  પિતા દીપેનભાઈ શાહ સરગવાનો પાઉડર બનાવી દેશ- વિદેશમાં મોકલે છે અને પાઉડર બનાવમાં કચરો જતો હતો. તેના પર જેનીબેન શાહે ખાસ ધ્યાન આપ્યું અને તેમાંથી પાઉડર લઈ સ્ક્રીન સ્ક્રબ બનાવ્યું.જેનીબેને વધુમાં જણાવ્યું હતું કે,અમારા પરિવાનો વ્યવસાય સરગવાની સીંગ અને પાનનો પાઉડર તૈયાર કરવાનો છે.

  આ પ્રક્રિયામાં ઘણો વેસ્ટ નીકળતો હતો. વેસ્ટમાં ઘણો પૌષ્ટિક હોવા છતાં તેનો અન્ય ઉપયોગ ન હોવાના કારણે તેનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ થતો હતો, તેના પોષકતત્ત્વો જોતાં મને એક વિચાર આવ્યો કે, આ વેસ્ટનો ઉપયોગ કરીને વિવિધ ફેસ માટે સ્ક્રબ જેવી કોસ્મેટિક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે તો એક નવો વ્યવસાય કરી શકાય.આમ તેમના વિચાર થી ફેસ સ્ક્રબ, ફેસ પેક બનવાના પ્રયોગ શરૂ કર્યા છે.

  ગલકાનાં ઉપયોગથી સાબુ બનાવ્યો

  ગલકાનાં ઉપયોગથી સાબુ બનાવવામાં આવે તો તે નેચરલ સ્ક્રબનું કામ કરશે. આમ સાબુ બનવાનું શરૂ કર્યું. અંતે સાબુ પણ બનાવી લીધા અને અત્યારે ચાર ફ્લેવર્સમાં સાબુ બનાવ્યા છે અને આવનારા દિવસોમાં તેને બજારમાં પણ મૂકવામાં આવશે.આ સાબુની વિશેષતા એ છે કે,અત્યારે ન્હાવામાં પ્લાસ્ટિકનો લુફાહ ઉપયોગ કરવાંમાં આવે છે.જે લાંબા ગાળે નુકસાન કરે છે. આ ઇનોવેટિવ સાબુ પ્લાસ્ટિક લૂફાહ કરતા નેચરલ રીતે બનાવમાં આવ્યો છે, એટલે શરીર માટે બેસ્ટ સાબિત થશે.

  બાળકોને ધ્યાનમાં રાખી લિપસ્ટિક તૈયાર કરી

  જેનીબેન શાહે નાનાં બાળકોને ધ્યાનમાં રાખી કોસ્મેટિકમાં લિપસ્ટિક જેવી વસ્તુ વાપરનારા બાળકો માટે નુકસાનનાં થાય તેવી લિપસ્ટિક બનાવી છે. એમની ત્વચાને ધ્યાનમાં રાખીને લિપસ્ટિક બનાવીએ તો તેમને ઉપયોગી થઈ શકે છે, જેમ કે અમે એડીબલ લિપસ્ટિક બનાવી છે, જેમાં નેચરલ કલર જેમ કે બ્રિતુથ પાઉડર, ગુલાબ પાઉડર, સંતરાની છાલનો પાઉડર, હળદરનો પાઉડર અને કોફીનો યુઝ કરીને વિવિધ કલરમાં લિપસ્ટિક તૈયાર કરી છે.લિપસ્ટિક એવી બનાવી કે,નાનાં બાળકો ખાઇ જાય તો પણ નુકશાન નાં થાય.

  ચોખા,સોયાબીનમાંથી નખ બનાવશે

  આગામી દિવસોમાં ચોખા તથા સોયાબીનનો ઉપયોગ કરીને ઇનોવેટીવ નખ પણ બનાવામાં આવશે.બજારમાં મળતા પ્લાસ્ટિકના નખ કરતા બેસ્ટ સાબિત થશે.હાલ આના પર જેનીબેન શાહ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ નખ બજારમાં આવી જશે.

  સરગવાના પાઉડરમાંથી ક્રીમ બનાવશે

  સરગવાના પાઉડરમાંથી ફેરનેસ જેવી ક્રીમ પણ બનાવમાં આવશે. આમ ખેત પેદાશના વેસ્ટમાંથી બેસ્ટ આવી અનેક આયુર્વેદિક પ્રોડક્ટ ડેવલપ કરીએ બજારમાં મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજના સ્ટાર્ટઅપમાં રજિસ્ટરેસ્શન કરાવ્યુ છે.વ્યવસાયના કારણે અમે આત્મનિર્ભર બની ખેડૂતો પાસેથી માલ ખરીદી ગ્રામીણ ક્ષેત્રે રોજગારી પૂરી પાડી શકીશું.

  કેવી રીતે બનવ્યા સાબુ જાણો

  ચાર પ્રકારના સાબુ નેચરલ રીતે બનાવ્યા.લવેનડર બ્લિસ, લેમનશિયાસિડ, રોમેન્ટિક રોઝ, બ્લૂ આઈસ લુંહફા, આ ચાર પ્રકારના સાબુ છે, જેનો ઉપયોગ નાનાં બાળકો કરી શકશે.

  બ્લૂ આઈસ લુંહફા : સાબુ શુકા ગલકામાંથી સાબુ બનાવ્યો છે, જેમાં વેજિટેબલ ગ્લિસરીન અને મીન્ટ અસેન્શિયલ ઓઇલ મિક્ષ કરી સાબુ બનાવ્યો. આ સાબુથી બોડીને ઠંડક મળે અને ગલકાથી બોડી પર જામેલો મેલ કાઢવામાં સરળતા રહે છે.

  રોમેન્ટિક રોઝ: સાબુ ગુલાબનાં પત્તા સુકાય જાય પછી પાવડરને બકરીનું દૂધ અને રોજ અસેન્શિયલ ઓઇલ ઉમેરી બનાવ્યો છે.

  લવેનડર બ્લિસ: લવંડર સાબુ જે લવંડર નાં ફૂલ નો પાવડર અને લવંડર ઓઇલ અને બકરીના દૂધનું પેસ્ટ મિક્ષ કરી સાબુ બનાવ્યો

  લેમનશિયાસિડ: લેમન સાબુ લીંબુનાં અર્ક અને તકમરી વેજિટેબલ ગ્લિસરીન અને બકરીના દૂધનાં બેઝથી સાબુ બનાવ્યો.

  લિપસ્ટિકમાં વિવિધ વેકસ અને બટરથી તેના બેઝમાંથી બીજ વેકસનો ઉપયોગ કર્યો છે.મધમાખીનાં પૂડામાંથી બને છે અને કેન્ડલલીલા વેક્સ જે કેન્ડલલીલા ફૂલમાંથી બને છે અને શિયા પ્લાન્ટમાંથી બટરનાં બેઝમાંથી લિપસ્ટિક બનાવી અને અલગ અલગ કલરનાં સેડ માટે ફૂલનાં પાઉડર અને અર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બીટ ફ્રૂટ અને જાશુદનાનો પાઉડરમાંથી રેડ અને પિંક સેડ બનાવ્યા છે અને બ્રાઉન સેડ માટે કોફીનાં પાઉડ નો ઉપયોગ કરી સેડ બનાવમાં આવ્યો છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Anand, Local 18, Nature, Soap

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन