Home /News /anand /Anand: આ સંસ્થાએ અનેક ઘરો તૂટતા બચાવ્યા, મહિલાઓની મદદ માટે હમેશા રહે છે તૈયાર

Anand: આ સંસ્થાએ અનેક ઘરો તૂટતા બચાવ્યા, મહિલાઓની મદદ માટે હમેશા રહે છે તૈયાર

X
આ

આ સંગઠન માં પરણિત મહિલાઓ પોતાના પ્રશ્નનો ને મૂકી ઉકેલ આ સંગઠન દ્વાર કરે છે

આણંદ શહેર માં આવેલ જાગ્રુત મહિલા સંગઠન દ્વરા મહિલા નાં પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવે છે જેમાં વિધવા મહિલા થી લઈને ડિવોર્સ થઈ ગઈ હોય તેવા મહિલા નાં પ્રશ્નો ને સમાધાન કરવા જેવી કામગીરી આ સંસ્થા માં કરવામાં આવે છે.

    Salim Chauhan, Anand: ભારતમાં મહિલા સશક્તિકરણને લઈ અનેક એવા પ્રયાસો તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.જેની મદદથી સમાજમાં મહિલાઓનું ઉથ્થાન થાય અને સુરક્ષીત રહે.છતા પણ હજી ક્યાકને ક્યાક મહિલાઓનું ઉત્પીડન થાય છે. તેઓ અત્યાચાર શહેન કરે છે.વિવિધ સામાજીક દુષણોનો ભોગ પણ બને છે.ત્યારે આ પ્રકારની ઘટનાઓથી પીડાતી મહિલાઓ અને બહેનો માટે એક જાગૃત સંગઠન સતત કાર્ય કરે છે.

    આણંદ શહરમાં કાર્યરથ જાગૃત મહિલા સંગઠન દ્વારા મહિલાઓનાં પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે છે. જેમ કે જે મહિલાનું ડિવોર્સ થયું હોય કે પછી વિવિધ સામાજીક પીડાઓથી પીડાતી મહિલાઓના પણ પ્રક્ષોનું નિરાકરણ લાવવા સતત પ્રયાસ કરવામાં આવે છે.

    આ સંસ્થાની શરૂઆત 1985માં ઘટેલી ઘટના બાદ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1985માં એક ડોક્ટરે પોતાની પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવી દેવાની ઘટનાના પગલે જાગૃત મહિલાઓ દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શન અને ગુનાને ઉકેલવામાં અથાગ પ્રયાસો થકી આરોપીને સજા થઈ હતી.ત્યાર બાદ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને જાગૃત મહિલા સંગઠનની શરૂઆત થઈ હતી.

    સંગઠનમાં મહિલા માટે કેવી કામગીર બનાવમાં આવે છે કોઈ મહિલા હિંસાનો ભોગ બની હોય કે ઘરથી તરછોડી દીધી હોય તેવી મહિલાને આશરો આપી તેના પ્રશ્નોનાં નિરાકરણ આ સંસ્થામાં કરવામાં આવે છે. આ સંસ્થામાં આશા બેન દલાલ પ્રમુખ પદે ફરજ બજાવે છે જેઓ મહિનામાં 200 કરતા વધારે મહિલાઓ નાં પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જેમાં કુટુંબ સલાહ કેન્દ્ર, સ્વધાર નારી સંરક્ષણ ગૃહ, યુવતી કલ્યાણ છાત્રાલય, આદિવાસી તાલીમ, કાનુની માર્ગદર્શન, વિધવા કલ્યાણ, સરકારી સહાય, આમ અનેક પ્રવુતિઓઆ સંસ્થા દ્વાર કરવામાં આવે છે.

    આ સંસ્થા કુટુંબમાં કે સમાજમાં હિંસાનો ભોગ બનેલ પીડિતને મદદ માટે સદાય તૈયાર રહે છે

    જ્યારે મહિલા ઘરની ચાર દિવાલમાં ગોધૈલી અને ઘરના વ્યક્તિ દ્વાર હિંસાનો ભોગ બનતી હોય છે ત્યારે આવી વેદનામાંથી આ સંસ્થા મુક્ત કરવાનુ કામ કરે છે. અને તે મહિલાને હૂફ અને માર્ગદર્શન,મદદ આપી ગમેતેવી પરિસ્થતિમાં સામનો કરવા મક્કમ મનોબળ પૂરું પાડે છે. મહિલા સાથે થયેલા અત્યાચારની પોલીસ સમક્ષ ધારદાર રજૂઆત થકી આ સંસ્થા ન્યાય અપાવી મદદ રૂપ થાય છે.

    આ સંસ્થામાં સ્વધર ગૃહ ચાલવામાં પણ આવે છે જેમાં સાસરેથી ત્યજેલી અને ભોગ બનનારી મહિલાને આશ્રય આપવામાં આવે છે અને તેની રોજીંદી જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવે છે. અને તે મહિલાને પગભર કરવા અનેક તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં સિલાઈ કામ,બ્યુટી પાર્લર, જેવા કોર્ષ કરાવી પગભર કરવામાં આવે છે. આ આ સંસ્થા દ્વાર મહિલા માટે અનેક કામો કરવામાં આવે છે અને તેમને મદદ પૂરી પાડવામાં આવે છે.

    આ સંસ્થામાં એક અન્ય સહાય પણ કરવામાં આવે છે જે મહિલા વિધવા હોય અને બાળકો વધારે હોય કોઈ આશરો કમાવાનોના હોય તેને રાશન પૂરું પાડવા જેવી મદદ પણ કરાય છે. આ જાગ્રુત મહિલા સંગઠન આણંદ ગ્રીડ ચોકડી પાસે આવેલી છે અને તેમના પ્રમુખ પદે આશા બેન દલાલ આજે પણ કાર્યરત છે. આશા બેન દલાલનો જન્મ રાજકોટ શહેરમાં થયો હતો જેવો ક્રાંતિ કરી માતાનાં કૂખેથી જન્મ લઈ આજે પણ સમાજમાં સેવાકિય કર્યો કરે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Help, Womens

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन