Home /News /anand /Anand: ધર્મજ ગામમાં રહેતા આ પટેલ પરીવારનો પક્ષી પ્રેમ છે અનેરો; જીવનમાં ક્યારે નથી ઉડાડતા પતંગ; આ છે ઉદ્દેશ્ય

Anand: ધર્મજ ગામમાં રહેતા આ પટેલ પરીવારનો પક્ષી પ્રેમ છે અનેરો; જીવનમાં ક્યારે નથી ઉડાડતા પતંગ; આ છે ઉદ્દેશ્ય

X
ઉતરાયણ

ઉતરાયણ નાં દિવસે ધર્મજ નાં અર્ચના બેન કરે છે પક્ષી ની સેવા

ધર્મજ ગામમાં એક પરિવાર ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવતા નથી. આ દિવસે ઘાયલ પક્ષીની સેવા કરે છે. એટલું જ નહી આ દિવસે તેઓ બહાર ગામ થવાનું પણ ટાળે છે અને ઘાયલ પક્ષીની સેવામાં લાગી જાય છે.

Salim chauhan, Anand: ધર્મજ ગામે ગાંધી ચોક પાસે રહેતા અર્ચનાબેન પટેલ અને તેના પરિવારમાંથી કોઈ પતંગ ચગાવતા નથી. આમ કરવા પાછળનું કારણ તેમનો પક્ષી પર્ત્યેનો પ્રેમ છે. હાલ ધર્મજ ખાતે અનેક પક્ષીને તેવો સાચવી રહ્યાં છે.

બાળપણથી પક્ષીઓ પ્રત્યે લગાવ હતો

અર્ચના મૂળ અમદાવાદ ખાતે સેટેલાઇટ રામદેવ નગર વિસ્તારમાં રહેતા હતા અને પરિવારમાં નાના હતા, ત્યારથી પક્ષી સાથે લગાવ હતો અને પિતા સતીષ ભટ્ટ અને માતા જ્યોતિબેન ભટ્ટ બંને નોકરી જતાં તે સમયે અમદાવાદનાં સુંદરવન,સેટેલાઈટ ખાતે આવેલ નેચરપાર્ક ખાતે મૂકીને જતાં અને ત્યાં સાપ કંઈ રીતે પકડતા તે જાણવા અને શીખવા મળ્યું હતું.તેમજ ત્યાં કોઈક સ્ટાફના લોકો કે ઈન્ચાર્જ લોકો ફ્રી હોય ત્યારે અર્ચનાબેનેને પશુ પ્રાણી વિશેનું સમજણ આપતા.આમ સમય જતા તેવોને પશુ, પક્ષીમાં રૂચિ વધી અને ઘરે પણ પક્ષી રાખતા અને સેવા કરતા થયા હતાં.

સાસરીયામા પણ બધાને પક્ષી પ્રેમી બનાવ્યાં

અર્ચનાબેનનાં લગ્ન ધર્મજ ખાતે પટેલ પરિવારમાં થયા હતાં.અને લગ્ન પછી ઘરમાં કોઈ પક્ષી ન હતા એટલે પતિ એ પણ સાથ સહકાર આપ્યો અને ઘરે પણ પક્ષી લાવ્યાં. આમ ઘરના પરિવારમાં બધા પક્ષી પ્રેમી બન્યા અને આજે આ પરિવારનાં લોકો ઉત્તરાયણમાં ધવાયેલ પક્ષીની સેવા ચાકરી પણ કરે છે.તેમજ વન વિભાગ સાથે રહીને પક્ષી બચાવવાની કામગીરી કરે છે. આ દિવસે તેવો બહારગામ જવાનું પણ ટાળે છે. ગામનાં લોકો ઘાયલ પક્ષીને અર્ચનાબેનનાં ઘરે મુકી જાય છે.
First published:

Tags: Anand, Birds, Local 18, Makarsankranti, Uttrayan

विज्ञापन