Home /News /anand /ચૂંટણી પહેલા કોંગ્રસને વધુ એક ઝટકો, નિરંજન પટેલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

ચૂંટણી પહેલા કોંગ્રસને વધુ એક ઝટકો, નિરંજન પટેલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

નિરંજન પટેલે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Election Gujarat 2022: વધુ એક કોંગ્રેસ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એટલુ જ નહી પરંતુ તેમણે ધારાસભ્યના પદેથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ દિવસે દિવસે પોતાના વફાદાર નેતાઓનો ભરોસો તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

વધુ જુઓ ...
    ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂટણીને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો છેડો છોડ્યો છે. ટિકિટ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ થયા અને પાર્ટીનો સાથ છોડી દીધો હતો. આ દરમિયાન વધુ એક કોંગ્રેસ નેતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એટલુ જ નહી પરંતુ તેમણે ધારાસભ્યના પદેથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ દિવસે દિવસે પોતાના વફાદાર નેતાઓનો ભરોસો તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

    નિરંજન પટેલે આપ્યું રાજીનામું


    ઉલ્લેખનીય છે કે, નિરંજન પટેલ જે પેટલાદ વિસ્તારના ધારાસભ્ય છે. તેમણે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે સાથે નિરંજન પટેલે ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી ઘણા દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. નોંધનીય છે કે, પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં ન આવતા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    આ પણ વાંચો: ઠાકોર સમાજમાં વિરોધનો વંટોળ, ડીસાના બેઠક પરથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર ઉતાર્યો

    દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો


    રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે કોંગ્રેસનાં અન્ય સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો હતો.

    આ પણ વાંચો: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

    પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા


    આ પહેલા ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા હતા. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Anand, BJP Congress, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन