Home /News /anand /Anand: નવરાત્રિમાં ગરબાના માધ્યમથી બાળકોએ સોસાયટીને આપ્યો આ મેસેજ; લોકો સેલ્ફી લેવા દોડી પડ્યા

Anand: નવરાત્રિમાં ગરબાના માધ્યમથી બાળકોએ સોસાયટીને આપ્યો આ મેસેજ; લોકો સેલ્ફી લેવા દોડી પડ્યા

ગ્રાઉન્ડ માં કોઈ પણ વ્યક્તિ માટે એન્ટ્રી ફિસ રાખવા માં આવી નથી

દ્વારકેશ ગ્રાઉન્ડમાં ધિગા મસ્તી એકેડેમી દ્વારા બાળકો માટે નવરાત્રીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં ભૂલકાંઓને પણ ખૂબ મજા પડી ગઈ છે.મન મૂકી ને ગરબે રમે છે.આ ગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ માટે એન્ટ્રી ફિસ રાખવામાં આવી નથી.

વધુ જુઓ ...
    Salim Chauhan, Anand: આણંદ શહેરમાં આવેલા દ્વારકેશ ગ્રાઉન્ડમાં ભૂલકાંની નવરાત્રી જોવા લોકોની ભીડ લાગી જાય છે.ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર બાળકોનો અનોખો થનગનાટજોવા મળશે છે.દ્વારકેશ ગ્રાઉન્ડમાં ધિગા મસ્તી એકેડેમી દ્વારા બાળકો માટેનવરાત્રીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં ભૂલકાંઓને પણ ખૂબ મજા પડી ગઈ છે.મન મૂકી ને ગરબે રમે છે.આ ગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ માટે એન્ટ્રી ફિસ રાખવામાં આવી નથી.

    આમ તોહ ગરબા માટે બીજી અનેક જગ્યાએ ફીસ રાખવામાં આવતી હોય છે પણ મોડી રાત્રે ગરબા શરૂ થતાં હોય છે તેના કારણે બાળક સૂઈ જાય અને મજા માણી શક્તા નથી અનેઅત્યાર નાં બાળકો માં મોટેરા કરતા પણ વધારે હરખ જોવા મળે છે. આ બાબત ને ધ્યાન માં રાખી હરીશ બ્રહ્મભટ્ટ અને ધીગા મસ્તી એકેડેમી નાં હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા પ્રથમ વાર બાળ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અહીંયા નવરાત્રીમાં બાળકો દ્વારા સમાજમાં જાગૃત ફેલાવા માટેનું અભિયાન પણ ચલાવવાંમાં આવે છે.



    જેમાં ટ્રાફિકનાં નિયમોનાં પાલન કરવા જેવા વિષય પર ફોટો ફ્રેમ હાથમાં રાખી બાળકો ગરબે ઝૂમતા હોય છે ત્યારેબાળકને ઝૂમતા જોઈ મમ્મી હોય કે પપ્પા કે ઘરના લોકો સેલ્ફી લેવા ગ્રાઉન્ડમાં દોડી આવે છે. અને સેલ્ફી લઈ મમ્મી પાપા સોશ્યલ મીડિયામાં ફોટો અપલોડ કરે છે અને સોશ્યલ મીડિયા થકી સમાજમાં ટ્રાફિકનાં નિયમો પર જાગૃતતા ફેલાવે છે.



    આ પણ વાંચો: મન હોય તો માડવે જવાય; અંધ હોવા છતા આ વ્યક્તિ નોટ માપીને કહી દે છે કેટલા રૂપિયાની છે નોટ

    હરીશ બ્રહ્મભટ્ટ આયોજક નું કેહવુ છે.નવરાત્રી તોહ બધા કરે છે પણ આપડે આ વખતે ટ્રાફીક જેવા વિષય પર સમાજમાં જગૃતતા ફેલાવી છે.જેથી લોકોનાં જીવ બચાવી શકાય. વધુ માં જણાવ્યું કે સિનિયર સિટીઝન માટે પણ ઓપન ગરબા સ્પર્ધા રાખી છે જે પાચ ઓક્ટોબરનાં દિવસે યોજાશે.આ સ્પર્ધા થકી ઘરડા લોકોને ગરબે ઝુમવાનો લાહવો મળી જશે.ઝંખના બ્રહ્નભટે ઇનામ વિશે જણાવ્યું હતું કે દશેરાના દિવસે વિજેતાને બમ્પર ઇનામો પણ આપશે.



    જેમાં સાયકલ જેવા ઇનામો પણ સામેલ હોય છે.વિનર માટે ત્રણ તબક્કા હોય છે. જેમ કે 1 થી 7 વર્ષનાં ગૃપ મા પેહલા આવનાર બાળકને ઇનામ આપશે.8 થી 13વર્ષ નાં નાં ગૃપ માં પેહલા આવે તેને પણ ઇનામ આપશે.14 થી 18 વર્ષ નાં ગૃપ માં પેહલા આવે તેને પણ ઇનામ આપશેઆ ગૃપ માં એક એવા પણ વિજેતા તૃપ્તિ પટેલ છે જે પાચ વર્ષ થી સતત વિજેતા બની દર વર્ષે ઇનામ લઈ જાય છે.આ વખતે ઇનામ શું હસે તે છેલ્લા દિવસે કેહવામાં આવશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Navratri 2022, Navratri celebration

    विज्ञापन
    विज्ञापन