Home /News /anand /Anand: અહીં મહિલાઓને મળે છે નિ:શુલ્ક સીવણની તાલીમ, 50 મહિલા પગભર બની

Anand: અહીં મહિલાઓને મળે છે નિ:શુલ્ક સીવણની તાલીમ, 50 મહિલા પગભર બની

X
નિશુલ્ક

નિશુલ્ક તાલીમ થકી મહિલા આત્મનિર્ભર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

આણંદના ભાદરણ ગામમાં કંકુબા મહિલા પુસ્તકાલય ખાતે મહિલાઓને સીવણની નિ:શુલ્ક તાલીમ આપી આવે છે. અહીં 30 જેટલી મહિલા તાલીમ લેવા આવે છે અને 1 વર્ષમાં 50 બહેનોએ સીવણની તાલીમ લીધી છે. દાતાઓના સહયોગ મહિલાઓને પગભેર કરવાનાં પ્રયાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
Salim chauhan, Anand: ભાદરણ ગામે આવેલુ કંકુબા મહિલા પુસ્તકાલય પ્રાચીન સમયથી છે. તેમાં વિદેશમાં વસતા ગામનાં યુવાને પોતાના સ્વજનની યાદમાં મોટી રકમ દાનમાં આપી મહિલાને રોજગારી મળે અને પગ ભેર બને તેના માટે સીવણ મશીનના ક્લાસનો એક ક્લાસ રૂમ બનાવામાં આવ્યો છે. જેમાં ભાદરણ ગામની મહિલા ચાર કલાક જેટલો સમય આપે છે. અહીં નિ:શુલ્ક સીવણ શીખી ઘરે કમાણી કરી શકે છે,તેવી તાલીમ આપવામાં આવે છે.

અહીં 30 જેટલી મહિલા તાલીમ લેવા આવે છે

તાલીમાર્થી પૂર્વીબેન પટેલે જણાવ્યું હતું કે,અહીં 30 જેટલી મહિલા તાલીમ લેવા આવે છે. ભાદરણ ગામની મહિલા સિવાય અન્ય આજુ બાજુના ગામમાંથી પણ બહેનો આવે છે. અહીં તાલીમ નિ: શુલ્ક મેળવી સીવણનો વ્યવસાય કરે છે. આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આવતા બહેનોને કંકુબા પુસ્તકાલય સંસ્થા દ્વારા રોજગારી આપવામાં આવે છે.

15 જેટલા મશીન દાતા દ્વારા મળ્યા

ભાદરણ ગામે આવેલા કંકુબા પુસ્તકાલયમાં હાલ 15 જેટલા મશીન દાતા દ્વાર આપવામાં આવ્યા છે.જેમાં બધી મહિલા મશીન ચલાવી કપડાંનું કટિંગ, ડ્રેસ બનવા, સિલાઈ કરવી સહિતની તાલીમ મેળવે છે. અહીં કંકુબા પુસ્તકાલયમાં પુસ્તક વાંચન અને સાડી બેન્ક ઉપરાંત સીવણ કલાસ સુવિધા છે. ગામની મહિલા પગભર થાય અને આર્થિકરૂપે ઘરમાં મદદરૂપ બને તેવો હેતુ છે.

1 વર્ષમાં 50 બહેનોએ સીવણની તાલીમ લીધી

અંદાજે એક વર્ષથી સેવા રૂપી કાર્ય કરવામાં આવે છે.જેમાં બહેનોને નિ:શુલ્ક રીતે સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવે છે અને હાલ એક વર્ષમાં અંદાજે 50 જેટલી મહિલા સીવણ કામ કરતી થઈ છે. રોજગારી મેળવતી થઈ છે. આ એન આર આઇ પરિવારે દાનમાં મોટી રકમ આપી છે. મૂળ ભાદરણનાં અને હાલ અમેરિકામાં રહેતા સ્વ. વાસંતીબેન ચંદ્રવદન પટેલ, કાપડિયા પરિવારે સ્વજનની યાદમાં દાન આપી અનોખી સેવા કરી છે.
First published:

Tags: Anand, Local 18, Women Empowerment