Home /News /anand /Anand: ગાયોને પ્લાસ્ટિક ખાતા અટકાવવા આ વ્યક્તિની અનોખી પહેલ, લોકો આવી રીતે લે છે લાભ

Anand: ગાયોને પ્લાસ્ટિક ખાતા અટકાવવા આ વ્યક્તિની અનોખી પહેલ, લોકો આવી રીતે લે છે લાભ

X
રાસ્તા

રાસ્તા માં જતાં લોકો ગાય ને ખાવા માટે રોજ સવારે લોકો ઘાસ નાં પૂળા નાખે છે

આણંદ શહેરમાં લોટીયા ભાગોળ ખાતે છેલ્લા ચાર વર્ષથી અનોખી સેવા કરવામાં આવે છે. જેમાં ગાય માટે લોકો ઘાસનાં પૂળા નાખી સેવા કરે છે. અહીં ગાયને ઘાસ નાખવાનો લોકોનો જીવનનો ક્રમ બની ગયો છે.

    Salim chauhan, Anand: આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં ગાયને લીલો ચારો ખવડાવવામાં આવે છે. અહીં બેસેલી ગાયને લોકો લીલો ચારો ખરીદી ખવડાવે છે અને પુણ્ય કમાઈ રહ્યા છે. અનેક લોકોનો આ જીવનનો ક્રમ બની ગયો છે.સામાન્ય રીતે ગાય રસ્તા પર પ્લાસ્ટિક ખાતી હોય છે,ત્યારે આ વિસ્તારમાં લોકો ગાયને લીલો ચારો આપી રહ્યા છે.

    સામાન્ય રીતે ગાય જોડે માનવીની લાગણી જોડાયેલી છે અને તેની પૂજા કરવામાં આવે છે. ત્યારે ગાયને રસ્તા પર કચરો અને પ્લાસ્ટિક ખાતા જોઈ અનેક લોકોનું મન દુભાતું હોય છે અને ગાયની સેવા કરવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ દરેક લોકો માટે આ મુશ્કેલ હોય છે.છતાં પણ અનેક લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી મુજબ સેવા કરતા હોય છે.અનેક શહેરમાં ગાયને સવારે ઘાસ નાખવામાં આવે છે.આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં માલધારી રહે છે. અહીં રસ્તા પર ગાયો જોવા મળે છે. અહીં લોકો ગાયોને લીલો ચારો નાખે છે અને પુણ્ય કમાઈ છે.

    નાપા ગામમાંથી લીલો ચારો આવે છે

    લીલા ચારનાં પૂળા નાપા ગામથી લાવવામાં આવે છે અને રમણભાઈ ચાવડા ઘાસ વેચે છે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ગાયોને લોકો ઘાસ નાખે છે. નાપાનાં ખેડૂત દ્વાર શહેરમાં ઘાસ પહોંચાડવા આવે છે. લોકો 10 કે 20 રૂપિયાનાં પૂળા ખરીદી ગાયને નાખી સેવાનું કામ કરે છે. કેટલાક એનઆરઆઇ પણ આવે છે અને 100 રૂપિયાનાં પૂળા ગાયને નાખી સેવા કરે છે.

    સવારે 6 વાગ્યાથી અહીં ઘાસ આવી જાય

    આણંદના રમણભાઈ ચાવડા સવારે 6 વાગ્યામાં પૂળા ભરેલી ટેમ્પો લઈને રોડ પર લોટીયા ભાગોળ ચોકડી પર ઊભા રહે છે.લોકો ખરીદી કરી ગાય નાખે છે. રમણભાઈ ચાવડાનાં પૂળા બધા વેચાઈ જાય છે. જોકે રમણભાઈને આ પૂળા નાપા ગામનાં બે મિત્રો દ્વાર આપવામાં આવે છે અને રમણભાઈ ચાવડાને અહીંયા ઊભા રાખવાનો છે પગાર આપવામાં આવે છે. નાપા ગામથી ઘાસ ચારો વિતરણ કરનાર લાલભાઈ દરબારનો હેતુ એ છે કે, ગાય પ્લાસ્ટિકનાં ખાઇ અને લોકો સેવામાં દાન કરી ગાયને ઘાસ ચારો નાખી સેવા કરે.નાપા ગામનાં યુવાન લાલાભાઈ દરબાર નાં ખેતરમાં ઘાસ ઉગાડી અનેક જગ્યાએ ગાય માટે પૂળા પૂરા પાડે છે.

    ડોક્ટર છેલ્લા 4 વર્ષથી ઘાસ નાખે છે

    આણંદના ડો. ચિંતન લાખણી છેલ્લા 4 વર્ષથી પૂળા પોતાની કારમાં લઇ જઇને પોતાના લેબના રસ્તા પરનાં પશુને નાખે છે.તેમણે જણાવ્યું હતું કે, અનેક રખડતા પશુ હોય છે,જે પ્લાસ્ટિકનો કચરો ખાઇ જતાં હોય છે અને પેટમાં કચરો જામી જતો હોય છે. ત્યારે લોકોએ ગાય માટે રોજ એક-બે પૂળા નાખવા જોઈએ.આ આપણા જીવનમાં પુણ્ય કમાવાની તક છે.લોટીયા ભાગોળ વિસ્તારમાં પસાર થતા લોકો ગાય માટે રોટલી જેવી વસ્તુ નાખી પુણ્ય કમાઈ છે.નિધિબેન સુથાર નોકરી કરવા જાય ત્યારે રોજ ઘરેથી રોટલી લેતા જાય છે અને પશુને ખવડાવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Cow, Donation, Local 18

    विज्ञापन
    विज्ञापन