ઘવાયેલા કે બીમારીથી પીડાતા એનિમલને સંસ્થા આપે છે મફતમાં સારવાર
આણંદ રેક્ક્યું રિહેબિલીટેશન સ્ટ્રે એનિમલ ઇન્ડિયા નામની સંસ્થા રખડતા શ્વાનની 2016 થી નિ: શુલ્ક સારવાર કરે છે. એક વીઘા જમીનમાં આ સંસ્થા છે. તેમજ ઓપીડી,સ્વિમિંગ પુલ થકી પ્રાણીને થેરાપી, એક્ષરે મશીન, બ્લડ રિપોર્ટ, નાની મોટી સર્જરી કરવામાં આવે છે.
Salim chauhan, Anand: રેક્ક્યું રિહેબિલીટેશન સ્ટ્રે એનિમલ ઇન્ડિયા સંસ્થા આણંદના જોળ ગામ નજીકની પાણીની કેનાલ પાસે આશિયાના ફોર એનિમલ નામની જગ્યા પર કાર્યરત છે. સંસ્થાની શરૂઆત 2016 માં એક ડો. ભાવેશ સોલંકી નામના યુવાને કરી હતી. જેતે સમયે પ્રાણીને બરોડ, અમદાવાદ સારવાર માટે લઇ જવામાં આવતા હતાં. જેના કારણે રસ્તામા તેમનાં મોત થતા હતાં.
પરિણામે આ સંસથાની શરૂઆત કરવામાં આવી હતી. ડો. ભાવેશ સોલંકી સંસ્થાનાં મુખ્ય રચેતા છે. જેવો એક આણંદની સ્પેક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવેશભાઈ સોલંકી નાનાં હતા. ત્યારથી પશુ પ્રેમ દાખવતા અને રખડતા કૂતરા કે અન્ય પ્રાણીનો જીવ બચાવાનાં પ્રયત્નો કરતા હતાં.
એક વીઘા સંસ્થામાં સંસ્થા કાર્યરત છે
વર્ષ 2016 સ્વખર્ચે નાના પાયે સસ્થાની શરૂઆત કરી હતી. આજે સંસ્થાએ એટલું મોટું રૂપ લઈ લીધું છે કે એક વીઘા જમીનમાં પોતાના મળેલા નાનાં નાનાં ડોનેશન થકી પ્રાણી માટે ઓપીડી,સ્વિમિંગ પુલ થકી પ્રાણીને થેરાપી, એક્ષરે મશીન, બ્લડ રિપોર્ટ, નાની મોટી સર્જરી કરવામાં આવે છે.
આ સંસ્થામાં હાલ 14 જેટલા લોકો કામ કરી રહ્યા છે અને વેટેનારી ડોક્ટરની ટીમ પણ અહીંયા કાર્યરત છે. તે સિવાય આ સંસ્થામાં 200 જેટલા સ્વયં સેવકો જોડાયા છે અને સેવા આપી રહ્યા છે. સંસ્થામાં મળેલા દાન થકી બે એમ્બ્યુલન્સ વસાવી છે. જે રખડતા પ્રાણીને રેસકયુની સેવામાં મુકવામાં આવી છે.
અહીં પ્રાણીઓને જુદાજુદા ઝોનમાં રાખવામાં આવે છે
અહીંયા લાવતા પ્રાણીને રાખવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા છે. જેમાં A,B,C, ઝોન મુજબ રાખવામાં આવે છે અને અમુક પ્રાણી તો આવા પણ છે, જેને બંને આંખ પર દેખાતું નથી. અહી નિ:શુલ્ક સુવિધા આપવામાં આવે છે. અહીંયા પ્રાણીની કેર કરવા માટે એક પરિવારને પણ 24 કલાક રાખવામાં આવ્યો છે. જે જમવાનુ બનાવે છે અને સાફ સફાઈ ની કામગીરી કરે છે.
શ્વાનને હડકવાની રસી આપવામાં આવે
આ સંસ્થામાં આવતા પ્રાણી જેવા કે કૂતરાને હડકવા વિરોધી રસી આપીને સલામત જગ્યાએ પરત મૂકવામાં આવે છે. આ સિવાય અવરનેસ માટે પ્રોગ્રામ પણ ચાલવામાં આવે છે. જેમાં સ્કૂલ કોલેજનાં ભણતા વિદ્યાર્થીને જીવ દયા નાં પાઠ ભણાવવામાં આવે છે.