Salim chauhan, Anand: ગુજરાતમાં મરચાની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ મરચાની એક નવી જાત વિકસાવી છે.આ જાત 141 નામની નવી જાત છેે.સામાન્ય રીતે આ જાત ફેર રોપણી કર્યા પછી પ્રથમ વીણી 55 થી 58 દિવસે શરૂ થઇને આમ કુલ 4 થી5 વીણી આપી પોતાનો સમયકાળ પૂર્ણ કરે છે. આ જાતના પાનનો કલર આછા લીલા રંગના તથા છોડની ઉીચાઇ અંદાજીત 3 થી 3.5 ફૂટની હોય છે.
આ જાતની ફેરરોપણી માટે ઘરૂવાડીયું જુલાઇ માસના છેલ્લા સપ્તાહમાં કરવામાં આવે છે અને ઘરૂવાડીયા માટે અંદાજીત વાવણી માટે બિયારણનો દર 700 થી 750 ગ્રામ જેટલો પ્રતિ હેકટર દીઠ જરૂર પડે છે.
આમ આ પ્રમાણિત બિયારણના દર માટે એક ગુંઠા જેટલી જમીનની જરૂરીયાત રહે છે અને ઘરૂવાડયું નાંખ્યા પછી ૩૦ થી ૩૫ દિવસે આ જાતના છોડ ફેરરોપણી માટે તૈયાર થઇ જાય છે.
"ગુજરાત આણંદ શાકભાજી મરચી ૧૪૧" (આણંદ તેજ) ના વિશેષ ગુણઘર્મોમઘ્ય ગુજરાતમાં આ જાત સરેરાશ ૧૪ ટન પ્રતિ હેકટર જેટલું લીલા મરચાનું ઉત્પાદન આપે છે જે અંકુશ જાત કરતા અંદાજત 15 થી 20 ટકા વઘારે હોવાનું માલુમ પડેલ છે. સામાન્ય રીતે આ જાતના ફળો સીઘા, ચળકતા તેમજ આછા લીલા અને સરેરાશ પ્રતિ મરચાનું વજન ૭ થી ૮ ગ્રામ જેટલું હોવાનું માલુમ પડેલ છે.
આ જાતના મરચીના ફળ સરળતાથી તોડી શકાય તેમ હોવાથી ખેડૂતોને ઓછા મજુરોની જરૂરીયાત રહે છે તેમજ ખર્ચ પણ આછો આવતો હોવાથી રાહત અનુભવે છે.
આ જાતમાં પાનનો કોકડવા, કથીરી તેમજ અન્ય ચૂસીયા પ્રકારીની જીવાતો અને રોગ અંકુશ જાતો કરતા ઓછો હોવાથી ખેડૂતોને નહીવત માત્રામાં ફૂગનાશક તથા જંતુનાશક દવાનો ઉપયોગ થતો હોય છે. આ જાતના લાલ મરચામાંથી પાઉડરની રીકવરી અંકુશ જાતો કરતા વઘારે હોવાથી ખેડુતો લીલા તેમજ લાલ મરચાનો પણ ઉપયોગ કરીને પોતાની આવકમાં વઘારો કરી શકે છે.
તદઉપરાંત અન્ય ગુણઘર્મોની વાત કરીએ તો આ જાતમાં એસ્ક્રોબિક એસીડ (16.37 મીલીગ્રામ/100 ગ્રામ), ટોટલ સોલ્યુબલ સુગર (3.78%), રીડયુસીંગ સુગર (0.50%) અને એસીડીટી (0.10 %) હોવાનું માલુમ પડ્યું છે.