આણંદ ના દાતાનાં દાન થકી આ સેવા અવિર્થ સેવા ચાલવામાં આવે છે.
આણંદમાં જલારામ માનવસેવા ટ્રસ્ટ દ્વારા 200 કરતા વધારે લોકો ભોજન કરાવે છે.તેમજ અન્ય સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવે છે.સવારે નાસ્તાથી સેવાની શરૂઆત થાય છે.સાંજે ભોજન આપવામાં આવે છે.
Salim chauhan, Anand: આણંદમાં જલારામ માનવસેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવા પૂરી પાડવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. રોજ સવારે નાસ્તો અને બપોરે, સાંજે જમવા માટે અહીંયા ભિક્ષુકની લાઈન લાગે છે અને 200 કરતા વધારે લોકો જલારામ બાપાનાં આશીર્વાદથી જામે છે.
આણંદ જિલ્લામાં અનેક સંસ્થા ગરીબોની મદદ અર્થે આગળ આવતો હોય છે. કંઈને કઈ મદદ કરતી હોય છે. આણંદમાં આવેલા જલારામ મંદિર ખાતે ભિક્ષુકને ત્રણ ટાઈમ જમવાનુ અને નાસ્તા પાણીની સુવિધા ઘણા વર્ષોથી આપવામાં આવે છે. ગરીબ તો જમવા આવતા હોય છે અને સાથે અન્ય જરૂરિયાતવાળા વિસ્તારમાં ટિફિન પહોચાડે છે. જેમાં મહિલા સગઠનનાં ગૃહ સ્થળ અને આણંદમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા દર્દી અને વૃદ્ધા આશ્રમમાં રેહતા લોકોને ખાસ ટિફિન પહોચાડે છે.
સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાઈ
સંસ્થાનાં ટ્રસ્ટી દિનેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા ખાલી ભોજન નહિ પરંતુ બીજી અન્ય સેવા પણ પૂરી પાડવામાં આવે છે.જેમાં આર્થિક રીતે પછાત સ્કૂલોમાં ગણવેશ,ચોપડા,નોટબુક, પેન, પેન્સિલ, વિતરણ કરવામાં આવે છે. ગરીબ કુટુંબમાં દર્દીને મેડિકલ સહાય કરવામાં આવે છે.રાહતદરે દવાખાન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે,જેનો લાભ ગરીબને મળે.
સેવા કરવાનો મુખ્ય ઉપદેશ
રાજકોટ શહેરથી 55 કિલોમીટર દૂર આવેલ વીરપુર આજે જગ વિખ્યાત છે, સૌરાષ્ટ્રના નાના એવા વીરપુરનું નામ આવતા જ અહીંના સંત પૂજ્ય જલારામ બાપાની યાદ આવી જાય. જલારામ બાપા આજ થી 200 વર્ષ પહેલા ઇસ.વી. સન 1977 માં વીરપુરના પ્રધાન ઠક્કર અને રાજબાઇના સંતાન થઇને જન્મ લીધો હતો.
જલારામ બાપાને માત્ર 16 વર્ષની ઉંમરે વીરબાઈમાં સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. નાની ઉમરમાં જ તેવોને ભક્તિની લગની લાગી હતી.રામના પરમ ભક્ત બની ગયા હતા. નાની ઉંમરે જ તેવોએ અમરેલીના ફતેપુર ગામના સંત ભો જલરામને પોતાના ગુરુ માની લીધા હતા અને ભક્તિમાં ગળા ડૂબ થઇ ગયા હતા. જેમાં તેના ધર્મપત્ની માં વીરબાઈમાં નો પૂરો સાથ મળ્યો હતો.
વિક્રમ સવંત 1876 અન્નક્ષેત્રનો કર્યો પ્રારંભ
ભગવાનની ભક્તિમાં ડૂબેલા જલારામ બાપાને ગુરુ શ્રી ભોજલરામ બાપાની પ્રેરણાથી ભૂખ્યાને અને સાધુ સંતોને ભોજન કરાવીને સેવા કરવાની પ્રેરણા થઇ અને વિક્રમ સવંત 1876 માં તેવોએ સદાવ્રતનો પ્રારંભ કર્યો.જેમાં તેને તેના પત્ની માં વીરબાઈમાંનો પુરે પૂરો સહકાર મળ્યો. તેવો રોજ જે ભૂખ્યા હોય અને સાધુ સંત આવે તેને ભોજન કરાવવા લાગ્યા. જેમાં તેવોને ઘણી મુશ્કેલી પણ પડતી. આ પરંપરા 200 વર્ષથી અવરિત ચાલે છે.
ભૂખ્યા અને સાધુ સંતોને ભોજન કરાવવા માટે તેવો દિવસે ખેત મજૂરી કરતા અને જે પૈસા કમાતા તેમાંથી તેવો આ સદાવ્રત ચલાવતા હતા. એક વખત જયારે પૈસાની ખોટ થઇ ત્યારે વીરબાઈ માંએ પોતાના બધા સોનાના દાગીના આપીને પણ સદાવ્રત ચલાવેલ હતું. ભૂખ્યા અને સાધુ,સંતોને ભોજન કરાવેલ અને હવે આ સદાવ્રતને 200 વર્ષથી અવરિત ચાલે છે.