Home /News /anand /Gujarat weather forecast: 19 માર્ચથી 25 માર્ચ વચ્ચે આવુ રહેશે વાતાવરણ, ખેડૂતોએ આટલી કાળજી લેવી

Gujarat weather forecast: 19 માર્ચથી 25 માર્ચ વચ્ચે આવુ રહેશે વાતાવરણ, ખેડૂતોએ આટલી કાળજી લેવી

કાપણી કરેલ ખેત-પેદાશોને સુરક્ષિત જગ્યાએ મૂકવી

આગામી 19 માર્ચ 2023 થી 25 માર્ચ 2023 દરમિયાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે. તેમજ વરસાદ પડવાની સંભાવના છે.

Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા હળવા ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ જિલ્લામાં મહત્તમ તાપમાન 34થી 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17થી 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. પવનની ઝડપ 9થી 12 કિમીની રહેવાની શક્યતા છે. તારીખ 19 માર્ચ 2023 થી 25 માર્ચ 2023 દરમિયાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની અને સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની સંભાવના છે.

ખેડૂત માટે કૃષિ સલાહ

ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં વહેલી તકે પરિપક્વ પાકની કાપણી પૂર્ણ કરી લેવી અથવા વરસાદની આગાહી દરમિયાન કાપણી ટાળવી તેમજ સુકવણી માટે હવામાન મુજબ તકેદારી રાખવી અને સૂકવણી થયેલ પેદાશને સુરક્ષિત સંગ્રહ કરવો.
ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.
તૈયાર જમીનમાં ઉનાળુ પાકોની વાવણી શરૂ કરવી.

આ પણ વાંચો: ગુજરાતમાં માર્ચમાં માવઠું ઓછું હતુ તો ત્યાં કરા પડવાની પણ આગાહી

વાવણી કરેલ પાકમાં આંતરખેડ તથા નિંદામણ કરવું તેમજ જમીનના પ્રત અને હવામાનને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.
જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા અને નીંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, ભૂસું, પરાળ અથવા પ્લાસ્ટીક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવો.
ઉભા પાકોમાં રોગ-જીવાતના ઉપદ્રવનું નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં પાક સંરક્ષણના પગલા લેવા.



ઉનાળુ બાજરીના પાકમાં આટલું કરવું

જાતો: જીએચબી-526, જીએચબી-538, જીએચબી-558
વાવેતર સમય: વાવેતર ઠંડી ઓછી થતા 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કરવું. જોઈએ.
બીજનો દર: 4 કિ.ગ્રા/હેક્ટર,
વાવેતર અંતર: 45x 10સે.મી.
વાવતેર પદ્ધતિ: ધરું ઉછેર કરી 20થી 25 દિવસે ધરુંની ફેર રોપણી કરી વાવેતર કરવું જોઈએ.

રાસાયણિક ખાતર: 60-60-00 ના-ફો-પો કિ.ગ્રા./હેક્ટર પાયાના ખાતર તરીકે આપવું.
જૈવિક ખાતર: હાઈબ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં 200 ગ્રામ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પીરીલીયમ કલ્ચર વડે બીજ માવજત આપવામાં આવે તો ભલામણ કરેલ નાઈટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરનો અડધો જથ્થો બચાવી શકાય.
First published:

Tags: Anand, Godhara Weather Forecast, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો