Home /News /anand /Gujarat Election 2022: લો બોલો! આપના માતરનાં ઉમેદવારે રાજીનામું આપ્યું તો પણ બે દિવસ બાદ મળી ગઇ ટિકિટ

Gujarat Election 2022: લો બોલો! આપના માતરનાં ઉમેદવારે રાજીનામું આપ્યું તો પણ બે દિવસ બાદ મળી ગઇ ટિકિટ

મહિપતસિંહનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

Gujarat Assembly Elections 2022: માતર બેઠક પર પહેલાથી જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી છે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપીને વધુ ગરમાવો નાંખી દીધો છે.

    ખેડા: ગુજરાતનાં રાજકારણમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તમામ પક્ષો ઉમેદવારોના નામ અંગે કવાયત કરી રહ્યા છે. ત્યારે આપ પક્ષે અત્યાર સુધીમાં ઉમેદવારોની કુલ આઠ યાદી જાહેર કરી છે. જેમાં છેલ્લી યાદીમાં આપે માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. જોકે, રસપ્રદ વાત તો એ છે કે, મહિપતસિંહે નામ જાહેર થયાનાં બે દિવસ પહેલા જ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતુ. તે છતાંપણ પક્ષે તેમને ટિકિટ આપી દીધી છે.

    રાજીનામાનો વીડિયો વાયરલ


    માતર બેઠક પર પહેલાથી જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી છે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપીને વધુ ગરમાવો નાંખી દીધો છે. બે દિવસ પહેલા જ મહિપતસિંહ ચૌહાણે, જાહેરમાં એક નિવેદન આપ્યું હતું. અને ઠીક બે દિવસ બાદ AAPએ મહિપતસિંહને ઉમેદવાર જાહેર કરી દીધા. પોતાના સંકુલમાં બે દિવસ પહેલા મહિપતસિંહે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો.

    આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારથી પડશે?

    જેમાં તેમણે માતર બેઠક પરના કોંગ્રેસના દાવેદાર ભગતવસિંહ પરમારને અંગે કહ્યું કે, જો કોંગ્રેસ ભગવતસિંહને ટિકિટ આપશે તો તેઓ માતરથી નહીં લડે પરંતુ ખંભાતથી લડશે. જાહેર મંચ પરથી મહિપતસિંહે કોંગ્રેસ પર ટિકિટ વહેંચણીનો પણ આક્ષેપ કર્યો હતો.


    ટિકિટ આપ્યા બાદ શું બોલ્યા મહિપતસિંહ


    મહિપતસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. છતાં પણ પક્ષે તેમને ટિકિટ આપી છે.


    મહિપતસિંહે માતર બેઠકની ઝાડુના નિશાન પર ચૂંટણી લડવાની જાહેરાત તો કરી આ સાથે તેમણે ખંભાતની સીટની પણ માંગણી કરી છે. તેમણે કહ્યુ કે, હું ખંભાતથી પણ લડવા માંગુ છું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन