Home /News /anand /આણંદ: કોંગ્રેસના ઉમેદવાર ફરી વિવાદમાં, લોકોનો મત જીતવા ડાન્સરનો સહારો લીધો!

આણંદ: કોંગ્રેસના ઉમેદવાર ફરી વિવાદમાં, લોકોનો મત જીતવા ડાન્સરનો સહારો લીધો!

નેતાજીના અનોખા પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

Gujarat Election 2022: બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રાજેન્દ્ર પરમારે લોકોનો મત જીતવા ડાન્સરનો સહારો લીધો છે.

    આણંદ: બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમાર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. રાજેન્દ્ર પરમારે લોકોનો મત જીતવા ડાન્સરનો સહારો લીધો છે. ડાન્સરે કોંગ્રેસના પ્રચાર સભામાં ગુજરાતી ગીતો પર ડાન્સ કર્યો હતો. ડાન્સ પાર્ટીમાં કોગ્રેસના બેનરો તેમજ પંજાના ચિન્હના પોસ્ટરો લગાવેલા જોઈ શકાય છે. નેતાજીના અનોખા પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

    1967થી વર્ષ 2017 સુધી આ બેઠક પર કોંગ્રેસનું શાસન

    ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 109માં ક્રમાંકે છે. બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપ ક્યારેય પોતાનું ખાતુ ખોલાવી શક્યું નથી, જેથી આ બેઠક જીતવા માટે તડામાર તૈયારીઓ કરવી પડશે. આ બેઠક પર વર્ષ 1967થી વર્ષ 2017 સુધી આ બેઠક પર કોંગ્રેસનું શાસન છે.


    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, 5 ડિસેમ્બરે મતદાન

    બોરસદ વિધાનસભા બેઠક પર હાર-જીતના સમીકરણ

    બોરસદ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. તો રાજેન્દ્રસિંહ પરમારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને મ્હાત આપી હતી. વર્ષ 1995થી 2002 એટલે કે, સતત 3 ટર્મ સુધી ભરતભાઈ સોલંકીએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.

    બોરસદ પેટાચૂંટણી

    વર્ષ 2004 બોરસદ વિધાનસભા બેઠક ખાલી પડવાને કારણે આ બેઠક પરથી અમિત ચાવડા કોંગ્રેસ તરફથી ઊભા રહ્યા હતા અને ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ ગોહેલને હરાવ્યા હતા. ભરતસિંહ સોલંકી વર્ષ 1995થી વર્ષ 2002 સુધી બોરસદ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004માં ભરતસિંહ સોલંકીએ આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપને હારનો સ્વાદ ચખાડ્યો હતો. તેમણે વર્ષ 2004થી 2014 સુધી આણંદ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2014માં ભરતસિંહ સોલંકી આણંદ લોકસભા બેઠક પર ભાજપના દિલીપ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन