કોંગ્રેસના નિરંજન પટેલ સતત 3 ટર્મથી આ બેઠક પર જીત મેળવતા આવ્યા છે અને ધારાસભ્ય પદે યથાવત રહ્યાં છે.
petlad assembly constituency : પેટલાદ બેઠક મુસ્લિમ, પાટીદાર અને ક્ષત્રિય જ્ઞાતિનુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 76818 ક્ષત્રિય મતદારો, 32105 પાટીદાર, વણીક 2412, બ્રાહ્મણ 2609, 37182 તળપદા અને 515 ભરવાડ મતદારોનો સમાવેશ થાય છે. આમ આ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર સમાજના મતદારોનો વોટ નિર્ણાયક બની રહે છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા (Gujarat Assembly election 2022)ની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યો છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયાસો કરી રહી છે, પણ કોંગ્રેસ માટે હજી દિલ્લી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે પેટલાદ વિધાનસભા બેઠક (Petlad assembly seat) વિશે ચર્ચા કરીશું.
પેટલાદ અત્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક છે. પેટલાદ ભૂતકાળમાં પોતાના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જાણીતુ હતું. પેટલાદને એક સમયનુ મિની માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. અહીંનુ કાપડ માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ વખણાતુ હતું. જો કે સમયની થાપ અને નબળી નેતાગીરીને કારણે હાલ આ ભવ્ય ઈતિહાસ માત્ર યાદ બનીને રહી ગયો છે. પેટલાદ વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે. આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પેટલાદ મતદાર ક્ષેત્રમાં કુલ 218289 મતદારો છે, જેમાં 112990 પુરૂષ, 105245 મહિલા અને 54 અન્ય મતદારો છે..
પેટલાદ બેઠક મુસ્લિમ, પાટીદાર અને ક્ષત્રિય જ્ઞાતિનુ પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 76818 ક્ષત્રિય મતદારો, 32105 પાટીદાર, વણીક 2412, બ્રાહ્મણ 2609, 37182 તળપદા અને 515 ભરવાડ મતદારોનો સમાવેશ થાય છે. આમ આ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર સમાજના મતદારોનો વોટ નિર્ણાયક બની રહે છે.
રાજકીય સમીકરણ
આણંદની પેટલાદ બેઠકને ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક જીતવા માટે દરેક ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનુ જોર લગાવવામાં આવે છે. છતા પણ જો રાજકીય ઈચિહાસની વાત કરવામાં આવે તો પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2002 ના અપવાદને બાદ કરતા આ બેઠક પર હરહંમેશ કોંગ્રેસનો જ વિજય થતો આવ્યો છે.
કોંગ્રેસના નિરંજન પટેલ સતત 3 ટર્મથી આ બેઠક પર જીત મેળવતા આવ્યા છે અને ધારાસભ્ય પદે યથાવત રહ્યાં છે. ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપના ચંદ્રકાંત પટેલ સામે કોંગ્રેસના નિરંજન પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના નિરંજન પટેલ 10000+ મતોની સરસાઈથી વિજયી બન્યા હતા.
વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી નિરંજન પટેલ જ મેદાને હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પટેલ દિપકભાઈને ટૂંટણીને ટિકીટ આપવામાં આવી હતી. જો કે 2012 વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને નિરંજન પટેલનો વિજય થયો હતો. તે વખતે કોંગ્રેસના નિરંજન પટેલને 12000+ મતોની સરસીથી જીત મળી હતી.
પેટલાદ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો 1990માં જનતાદળના ઉમેદવાર તરીકે નિરંજન પટેલ ચૂંટાયા હતાં. ત્યારબાદ સમયાંતરે રાજકીય ગતિવિધિઓમાં પરિવર્તનો આવતા જનતાદળનો કોંગ્રેસમાં વિલય થયો. વર્ષ 1995 અને 1998માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિરંજન પટેલ પેટલાદ બેઠક પરથી જીત્યા હતાં. 2002માં ગોધરાકાંડ બાદ જ્યારે હિન્દુત્વની લહેર ચાલી ત્યારે નિરંજન પટેલ ભાજપના સી.ડી પટેલ સામે ચૂંટણી હારી ગયા હતાં.
જો કે 2002ના વર્ષને બાદ કરતાં 2007, 2012, અને 2017માં નિરંજન પટેલ ચૂંટણી જીત્યા હતાં આમ પેટલાદ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 2002 ની વિધાનસભા ચૂંટણીમાં ચંદ્રકાંત પટેલ સામે નિરંજન પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એકમાત્ર વિધાનસભા ચૂંટણી હતી જેમાં પેટલાદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત મળી હોય. આ પહેલા અને આ પછી પણ ભારતીય જનતા પાર્ટી પેટલાદ બેઠક પર સત્તા મેળવવામાં નિષ્ફળ રહી છે.
પેટલાદ વિધાનસભા બેઠક પર સમસ્યાઓની વાત કરીએ તો અહીં યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે. છેલ્લા 3 ટર્મથી સળંગ ચૂંટાતા આવ્યા ધારાસભ્ય પણ અહીંના યુવાનોની બેરાજગારીની સમસ્યા ઉકેલવા માટે કંઈ ખાસ કરી શક્યા નથી. સ્થામિક જીઆઈડીસી અને ખાંડ ઉદ્યોગો બંધ થયા હોવાને કારણે અહીં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો છે. આ સાથે જ આ વિસ્તારોમાં મુખ્ય વ્યવસાય ખેતીનો છે પણ સમયસર અને પૂરતુ પાણી ન મળતુ હોવાને લઈને સિંચાઈની સમસ્યા પેદા થાય છે. જેને લઈને ખેડૂતોને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. બિસ્માર રોડ રસ્તા અને ગટરલાઈનની સમસ્યા અહીંના પ્રજાના મુખ્ય પ્રશ્નો છે.
ભરતસિંહ સોલંકી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પેટલાદથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. પણ તાજેતરમાં થયેલા વિવાદ બાદ તેમણે થોડો સમય બ્રેક લીધો છે. જો અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ મળે તો આ બેઠક પરથી છેલ્લી છ ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહેલા નિરંજન પટેલનું શું? આ સવાલ ઊભો થયો છે.
પેટલાદ બેઠક પર ભરતસિંહની પડેલી નજરથી નિરંજન પટેલના ટેકેદારો નારાજ છે. જેથી નિરંજન પટેલ ભાજપમાં જઇ શકે તેની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જો કે ભરત સિંહનો વિવાદ સામે આવતા હવે ચિત્ર બદલાઈ શકે તેમ છે. રેશમા પટેલનો વિવાદ ભરતસિંહ માટે રાજકીય કારકિર્દી માટે ખતરો બની શકે છે. બીજી તરફ જો નિરંજન પટેલ ભાજપમાં સામેલ થાય તો તેનો સીધો લાભ ભાજપને પ્રાપ્ત થશે તેમાં કોઈ બે મત નથી.