અહીં છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. એટલે કે 1990થી ભાજપ અહીં સતત જીતી રહ્યું છે.
khambhat assembly constituency : આ વિધાનસભા બેઠકમાં 245 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ખંભાત તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે. મતદારક્ષેત્રમાં આશરે કુલ 213555 મતદારો છે, જેમાંથી 111859 પુરૂષ અને 101696 મહિલા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ((Gujarat Assembly election 2022)) જેમજેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં પણ રોજેરોજ હલચલ જોવા મળી રહી છે.આમ આદમી પારટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ પણ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયું છે. AIMIMપાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી લડવા માટે પક્ષ પૂરી તૈયારી કરી રહ્યો છે તેવો દાવોકર્યો હતો. તો બીજી તરફ ભાજપ તો અત્યારથી ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતુ દેખી રહ્યું છે.
આપના અરવિંદ કેજરીવાલ પોતે પણ ગુજરાત પ્રવાસ પર આવી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસ હજી કોલેડ મોડમાં હોય તેવુ લાગી રહ્યું છે. આ વખતે બહુપક્ષીય મુકાબલો હોવાને કારણે તમામ પક્ષ દરેક બેઠકને મહત્વ આપી રહ્યાં છે. એવામાં અને આપની સમક્ષ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ. આ ચર્ચાના સિલસિલા અંતર્ગત આજે આપણે વાત કરીશું ખંભાત વિધાનસભા બેઠકને (khambhat assembly Seat) લઈને.
ખંભાત ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખંભાત ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ બેઠક આણંદ જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા બેઠકમાં 245 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ખંભાત તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે. મતદારક્ષેત્રમાં આશરે કુલ 213555 મતદારો છે, જેમાંથી 111859 પુરૂષ અને 101696 મહિલા છે.
ખંભાતનો ઈતિહાસ
ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શહેરોમાનું એક ખંભાત છે. પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેલ્ખ સ્તંભતીર્થ તરીકે થયો છે. ઈ.સ. આઠમી સદીમાં ખંભાત વસેલું એમ વિદ્ધવાનો માને છે. ખંભાતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈ.સ. 915નો છે. ત્યારે ખંભાત પગરખાં તથા નીલમ માટે ખ્યાતિ ધરાવતું થઈ ચૂક્યું હતું. સોલંકી કાળ ઈ.સ. 942થી 1304માં સ્તંભતીર્થની સારી જાહોજલાલી હતી.
મુગલ બાદશાહ અકબરે ઈ.સ. 1572-73માં ગુજરાત જીત્યું અને ગુજરાતના સુલતાનોની જગ્યાએ મુગલ બાદશાહોની હૂકુમત સ્થપાઈ. 18મી સદીમાં મુગલ સત્તા નબળી પડતાં ખંભાતના હાકેમોએ પોતાની સત્તા જમાવી. ખંભાતના નવાબોની હૂકુમત ઈ.સ. 1948માં ખંભાત ભારત સંઘમાં જોડાઈ મુંબઈ રાજયમાં વિલીન થયું ત્યાં સુધી ચાલુ હતી.
1500 વર્ષ પહેલા પણ ખંભાત હયાત હતું. કાંપડ ઉદ્યોગ સહિત નાનામોટા ગૃહઉદ્યોગો મોટાપ્રમાણ જોવા મળતા હતા. સૌથી આર્શ્ચયની વાતએ છે કે વિશ્વની કોઇ જગ્યાએ પશુ-પક્ષીઓ માટે દવાખાનુ ન હતું. ત્યારે ઇ.સ પૂર્વે 1580ની આસપાસના ગાળામાં અહીં જાનવરો અને પક્ષીઓ માટે દવાખાનું હતું.
રાજકીય સ્થિતિ
અહીં છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. એટલે કે 1990થી ભાજપ અહીં સતત જીતી રહ્યું છે. 2012માં રમણભાઈ પટેલ વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના સંદીપસિંહ વજુભાને હરાવ્યા હતા. જ્યારે રમણભાઈ પહેલા શિરીષકુમાર મધુસુદન ભાજપની ટિકિટ પર સતત ત્રણ વખત જીત્યા હતા.
2012માં ભાજપને 115 બેઠકો મળી હતી, ભાજપને 47.9% વોટ મળ્યા હતા. 2012માં કોંગ્રેસે 61 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 38.9 ટકા મત મળ્યા હતા. જો 2014ની લોકસભા ચૂંટણીમાં વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 60.1 ટકા વોટ મળ્યા હતા, જો વિધાનસભા પર નજર કરીએ તો 162 સીટો અને કોંગ્રેસને 33.5 ટકા વોટ મળ્યા હતા, સીટોના હિસાબે 17 સીટો મળી હતી.
ગુજરાતની ખંભાત વિધાનસભા બેઠક પરથી ભાજપના મહેશકુમાર કન્હૈયાલાલ રાવલ (મયુર રાવળ)નો વિજય થયો છે. તેમને ચૂંટણીમાં 71459 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના પટેલ ખુશમનભાઈ શાંતિલાલને 2318 મતોથી હરાવ્યા હતા. જનતાએ કોંગ્રેસના ઉમેદવારને 69141 મત આપ્યા. તમને જણાવી દઈએ કે, આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે.
જાતિગત સમીકરણો
ભાજપના મુખ્ય મતદારો ગણાતા ઓબીસી અને પટેલ મતદારોનો અહીં દબદબો છે. જો કે અહીં હિંદુ ધર્મનો પ્રભાવ ઘણો છે. આ જ કારણ છે કે રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન ભાજપ અહીં કોંગ્રેસના કિલ્લામાં ઘૂસી ગયો હતો. જો કે, અહીં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પણ સારી સંખ્યામાં છે..
હાર-જીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમાદવારનુ નામ
પક્ષ
2017
મયુર રાવલ
BJP
2012
પટેલ સંજયકુમાર
BJP
2007
શુક્લ શિરીષકુમાર
BJP
2002
શુક્લ શિરીષકુમાર
BJP
1998
શુક્લ શિરીષકુમાર
BJP
1995
ખત્રી જયેન્દ્રભાઈ
BJP
1990
ખત્રી જયેન્દ્રભાઈ
BJP
1985
ચુડાસમા વિજયસિંહ
INC
1980
ચુડાસમા વિજયસિંહ
INC
1975
પટેલ વલ્લભભાઈ
NCO
1972
શાહ માધવલાલ
INC
1967
એમ બી શાહ
INC
1962
શાસ્ત્રી રણજીત રાય
SWA
વિવાદ
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા અને આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી હતી. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મૃત્યુ પણ નિપજ્યું હતું.
આણંદના પોલીસ અધિક્ષક અજિત રાજિયને અગાઉ કહ્યું હતું કે ખંભાત શહેરમાં હિંસા એ શહેરમાં મુસ્લિમ પ્રભાવ સ્થાપિત કરવા માટે 'સ્લીપર મોડ્યુલ' દ્વારા રચાયેલા કાવતરાનો ભાગ હતો. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ રામ નવમીના દિવસે સાંપ્રદાયિક હિંસા પછી, વહીવટીતંત્રે શકરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર કબજો હટાવવા માટે બુલડોઝર ચલાવ્યું હતું.
ઔવેસીનુ વિવાદિત નિવેદન
ગુજરાત પ્રવાસ દરમિયાન AIMIM પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મીડિયા સાથે વાતચીત કરતા ખંભાત હિંસા પર નિવેદન આપ્યુ હતુ.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, રામનવમીએ થયેલા રમખાણો માટે ગુજરાત સરકાર સીધી રીતે જવાબદાર છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર આઈબી ઈનપુટ્સ તેમજ રમખાણો પૂર્વનિયોજિત હતા તેવા દાવા બધું બની ગયા બાદ શા માટે કરી રહી છે? જો પહેલાથી બધી માહિતી હતી તો એક્શન કેમ ના લેવામાં આવ્યા? આઈબીના ઈનપુટ હતા તો પહેલાથી જ આ ઘટનાને સરકાર રોકી શકતી હતી.