Home /News /anand /Gujarat election 2022: બોરસદ વિધાનસભા બેઠક- કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો જ્યાં ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી
Gujarat election 2022: બોરસદ વિધાનસભા બેઠક- કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો જ્યાં ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી
બોરસદ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી
borsad assembly constituency ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 109માં ક્રમાંકે છે. બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપ ક્યારેય પોતાનું ખાતુ ખોલાવી શક્યું નથી,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ((Gujarat Assembly election 2022)) હવે નજીક આવી રહી છે. ચૂંટણી આયોગે હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી નથી. આ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાન એ જંગમાં શામેલ થઈ છે. રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.
2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો પોતપોતાની તૈયારી કરી રહ્યાં છે, સાથે સાથે ચૂંટણી કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ શરૂ થયા છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેને લઈને ભાજપને થોડા ઘણા અંશે નુકસાન જવાની સંભાવના છે. આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની વિધાનસભા બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે બોરસદ બેઠક (Borsad assembly seat)વિશે વાત કરીશું.
ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 109માં ક્રમાંકે છે. બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપ ક્યારેય પોતાનું ખાતુ ખોલાવી શક્યું નથી, જેથી આ બેઠક જીતવા માટે તડામાર તૈયારીઓ કરવી પડશે. આ બેઠક પર વર્ષ 1967થી વર્ષ 2017 સુધી આ બેઠક પર કોંગ્રેસનું શાસન છે.
બોરસદ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. તો રાજેન્દ્રસિંહ પરમારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને મ્હાત આપી હતી. વર્ષ 1995થી 2002 એટલે કે, સતત 3 ટર્મ સુધી ભરતભાઈ સોલંકીએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
રાજેન્દ્રસિંહ પરમાર
કોંગ્રેસ
2012
રાજેન્દ્રસિંહ પરમાર
કોંગ્રેસ
2007
અમિત ચાવડા
કોંગ્રેસ
2004 (પેટાચૂંટણી)
અમિત ચાવડા
કોંગ્રેસ
2002
ભરતભાઈ સોલંકી
કોંગ્રેસ
1998
ભરતભાઈ સોલંકી
કોંગ્રેસ
1995
ભરતભાઈ સોલંકી
કોંગ્રેસ
1991 (પેટાચૂંટણી)
જી. યુ. ફતેહસિંહ
કોંગ્રેસ
1990
માધવસિંહ સોલંકી
કોંગ્રેસ
1985
ઉમેદભાઈ ગોહેલ
કોંગ્રેસ
1980
ઉમેદભાઈ ગોહેલ
કોંગ્રેસ
1975
ઉમેદભાઈ ગોહેલ
કોંગ્રેસ
1972
ઉમેદભાઈ ગોહેલ
કોંગ્રેસ
1967
આર. ડી. પટેલ
કોંગ્રેસ
1962
મગનભાઈ પટેલ
SWA
બોરસદમાં સમાવિષ્ટ થતા ગામ
અલારસા, અમીયાદ, બદલપુર, બાણેજડા, ભાદરણ, ભાદરાણીયા, બોચાસણ, બોદાલ, બોરસદ, ચુવા, ડભાસી, દહેમી, દહેવાણ, ડાલી, દાવોલ, દેદરડા, ધનાવાસી, ધોબીકુઇ, ધુંદાકુવા, દિવેલ, ગાજણા, ગોલેલ, ગોરવા, હરખાપુરા, જંત્રાલ, ઝારોલા, કાલુ, કાંભા, કાંધરોટી, કંકાપુરા, કસારી, કાસુમબાદ, કઠાણા, કઠોલ, કવિઠા, ખાનપુર, ખેડાસા, કિંખલોદ, કોઠીયા ખાડ, મોટી શેરડી, નમાણ, નાની શેરડી, નાપા તળપદ, નાપા વાંટો, નિસરાયા, પામોલ, પિપલી, રણોલી, રાસ, રૂડેલ, સૈજપુર, સારોલ, સંતોકપુરા, સીંગલાવ, સિસ્વા, સુરકુવા, ઉમલાવ, ઉનેલી, વાછિયેલ, વડેલી, વહેરા, વાલવોડ, વાસણા, વાસણા (રાસ), વાસણા આ તમામ ગામોનો બોરસદ તાલુકામાં સમાવેશ થાય છે.
બોરસદ પેટાચૂંટણી
વર્ષ 2004 બોરસદ વિધાનસભા બેઠક ખાલી પડવાને કારણે આ બેઠક પરથી અમિત ચાવડા કોંગ્રેસ તરફથી ઊભા રહ્યા હતા અને ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ ગોહેલને હરાવ્યા હતા. ભરતસિંહ સોલંકી વર્ષ 1995થી વર્ષ 2002 સુધી બોરસદ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004માં ભરતસિંહ સોલંકીએ આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપને હારનો સ્વાદ ચખાડ્યો હતો. તેમણે વર્ષ 2004થી 2014 સુધી આણંદ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2014માં ભરતસિંહ સોલંકી આણંદ લોકસભા બેઠક પર ભાજપના દિલીપ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.
ભરતસિંહ સોલંકી વિવાદ
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદમાં રહ્યા છે. ભરતસિંહ સોલંકીનો એક યુવતી સાથે વિડીયો વાયરલ થયો હતો. ભરતસિંહ સોલંકીની પત્નીએ ભરતસિંહને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલો સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના લાંબા સમયથી ચાલતા વિવાદ અંગે પણ અનેક ખુલાસા કર્યા છે.
આ મામલે ભરતસિંહ સોલંકીએ ખુલાસો કર્યો હતો કે, હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. ચૂંટણી આવે ત્યારે જ અવારનવાર આરોપો મુકવામાં આવે છે.
બોરસદ વિધાનસભા પરની સમસ્યા
બોરસદ વિધાનસભામાં મોટાભાગના કામો માત્ર કાગળ પર હોવાનું જણાઇ આવે છે. નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળતી નથી. તાલુકામાં બેરોજગારીની સાથે GIDC મૃત:પ્રાય અવસ્થામાં ફેરવાઇ ગઈ છે. રોજગારી માટે અન્ય વિકલ્પો ન હોવાના કારણે આ વિસ્તારના યુવાનોને અન્ય તાલુકા અને જિલ્લામાં જવું પડી રહ્યું છે. કાંઠાગાળાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા મહિલાઓ માટે પરેશાનીરૂપ બની રહી છે. પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્રએ કોઇ તત્પરતા કે રસ દાખવ્યો ન હોવાનો પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બોરસદ બેઠક પર જ્ઞાતિવાદના સમીકરણ
આ વિધાનસભા બેઠક પર ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ, વણકર-રોહિત, ચુનારા-દેવીપૂજક, બ્રાહ્મણ, વાણિયા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આણંદ લોકસભા ચૂંટણી
આણંદ લોકસભા મતવિસ્તાર હેઠળ આણંદ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વર્, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દિલીપ પટેલે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના સોલંકી ભરતભાઈ માધવસિંહ સોલંકીને હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર હરાવી રહ્યા છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે એક અલગ જ વિવાદ સામે આવ્યો હતો. આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાની પૂર્વ સંધ્યા સુધી ભાજપમાંથી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. છેલ્લી ત્રણ ટર્મથી માત્ર ને માત્ર રમણ સોલંકીના પરિવારમાં ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવે છે, 2017માં પણ રમણ સોલંકીને ટીકીટ આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. દરવખતે એક જ પરિવારને ટીકીટ આપવાના વિરોધમાં 20 વધુ બોરસદ તાલુકાના ભાજપના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલરોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.