Home /News /anand /Gujarat Elections 2022: જાણો સતત વિવાદોમાં રહેતા ભરતસિંહ સોલંકી વિશે, જુઓ કેવી છે તેમની રાજકીય સફર

Gujarat Elections 2022: જાણો સતત વિવાદોમાં રહેતા ભરતસિંહ સોલંકી વિશે, જુઓ કેવી છે તેમની રાજકીય સફર

ભરત સિંહ સોલંકી

Bharat Singh Madhav Singh Solanki: ભરતસિંહ માધવસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર, 1953ના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. ભરતસિંહ સોલંકીના પિતાનું નામ માધવસિંહ સોલંકી સોલંકી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માત્ર કોંગ્રેસ અને આપ જ નહીં પણ સત્તાપક્ષ ભાજપ પણ ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના મોટા નેતાઓ અને દિગ્ગજો પક્ષને ઘમરોળા રહ્યાં છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતના રાજકારણના મોટોમાથા ગણાતા ભરતસિંહ સોલંકી વિશે.

ભરતસિંહ માધવસિંહ સોલંકીનો (Bharat Singh Madhav Singh Solanki) જન્મ 26 નવેમ્બર, 1953ના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. ભરતસિંહ સોલંકીના પિતાનું નામ માધવસિંહ સોલંકી સોલંકી છે. જણાવી દઈએ કે તેમના પિતા માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી રહી ચૂક્યાં છે. તેઓએ ત્રણ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું, તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા હતા. જેના દ્વારા તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકીએ વર્ષ 1977માં વલ્લ્ભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સીવીલનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ રેશમાબેન સોલંકી છે.

આટલી સંપતિના છે માલિક

ભરતસિંહ સોલંકીના સોગંદનામામાં જણાવ્યા અનુસાર, તેમની મિલકતની વાત કરવામાં આવે તો તેમની હાથ પરની રોકડ રૂ. 23,51,235 છે. આ સિવાય અન્ય જંગમ મિલકતોની વાત કરવામાં આવે તો બેન્કમાં થાપણો અને એફડી કુલ રૂ. 99,19,885 છે. મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર વગેરેમાં રોકાણોની વાત કરીએ તો તેમની પાસે કુલ રૂ. 1,65,000 છે.

આ સિવાય નેશનલ સ્કિમમાં કુલ રૂ. 8,25,000, રૂ. 5,67,460ની કિંમતના વાહન, રૂ. 8,18,400ની કિંમતનું 400 ગ્રામ સોનુ એમ કુલ રૂ. 1,79,14,508ની જંગમ મિલકત છે. તેમની પત્નીની જંગમ મિલકતની વાત કરીએ તો તેમની પાસે હાથ પરની રોકડ કુલ રૂ. 25000, બેન્કમાં થાપણો રૂ. 54789, રૂ. 450000ની કિંમતના વાહન એમ કુલ રૂ. 5,29,789ની જંગમ મિલકતો તેમની પત્ની પાસે છે.

આ સાથે જ ભરતસિંહ સોલંકીની કુલ સ્થાવર મિલકત રૂ. 3,84,86,009 અને તેમની પત્નીની કુલ સ્થાવર મિલકતો રૂ. 14,50,000 છે.

ભરત સિંહ સોલંકીનો રાજકીય કારકિર્દી (Political career of Bharat Singh Solanki)

માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના રાજકારણમાં મોટું માથુ ગણાતા ભરતસિંહ સોલંકી રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચૂક્યાં છે. જણાવી દઈએ કે ભરતસિંહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના 25મા પ્રમુખ રહી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ 14મા લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. તેમણે વર્ષ 2004થી 2014 સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પણ વાંચો- Gujarat Elections: અચાનક જ પૂર્ણેશ મોદીના ખોળામાં આવ્યું કેબિનેટ મંત્રીનું પદ, જાણો દિગ્ગજ નેતાની પ્રોફાઇલ

ભરત સિંહ સોલંકી યૂપીએ 2 સરકાર દરમ્યાન કેબિનેટમાં પેયદળ અને સેનિટેશન પ્રધાન તરીકેનુ પદ સંભાળ્યું હતું. આ અગાઉ તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્યકક્ષાના ઉર્જામંત્રી પણ રહી ચૂક્યાં છે. ભરતસિંહ વર્ષ 2004થી 2006 દરમ્યાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. 2004થી 2009માં બે વખત આણંદ લોકસભાની બેઠક જીત્યા બાદ 2014 તેઓ ભાજપના દિલિપભાઈ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા.

મહત્વનું છે કે હાલ ભરતસિંહ સોલંકી વિવાદોમાં આવ્યા છે. હાલ તેમનો અને એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ મચેલા હોબાળાને પગલે તેમણે હાલ પૂરતો રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ભરત સિંહ સોલંકી અને વિવાદ (Bharat Singh Solanki and the Controversy)

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી ભરતસિંહ ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં ફસાતા જણાય છે. એમનો ઘરેલું ઝઘડો હોય કે પછી એમની એક મહિલા સાથેની ઓડિયો ટેપ હોય કે પછી છેલ્લે રામ મંદિર ઉપર કરેલી ટિપ્પણી. ભરતસિંહ સોલંકીના ગ્રહો સુધરવાનું નામ નથી લેતા. વિવાદોએ એમનો પીછો કરવાનો છોડ્યો નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની જીભ લપસતા તેઓ વિવાદમાં આવ્યા હતા. તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, "ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે.

એટલે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે. રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરતું શિલા પર શ્વાન પેશાબ કરી ગયા. જેની જરાક પણ ચિંતા કરવામાં ન આવી." તેમના આવા નિવેદનને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો અને હાબાળો થયો હતો. ભરતસિંહ સોલંકીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ આવું બોલે છે એ એમની આદત છે. અશિષ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ એમના માટે સામાન્ય છે.

આ મામલે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પણ મોટી પ્રતિક્રિયા આવી હતી. તેણે કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશા હિન્દૂ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે.

ભરતસિંહ મસમોટા વિવાદમાં ત્યારે ફસાયા જ્યારે તેમનો અન્ય યુવતી સાથેનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમની પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસી નેતા ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રી નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વિડીયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે. ભરતસિંહના પત્નીએ આ અજાણી યુવતી સાથે તેમના સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને ભરતસિંહના પત્ની વચ્ચે બબાલ થતી દેખાઈ હતી. ત્રણ ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો વાયરલ થયા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને પણ આ બાબતે ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે આ મામલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે, પરંતુ મને ન્યાય મળ્યો નથી.

પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાતના રાજકારણને કઈ રીતે હચમચાવ્યું?


રાજકારણમાંથી બ્રેકની જાહેરાત

ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોતાના રાજકીય જીવનને લઇને સૌથી મોટી જાહેરાત કરી છે. ભરતસિંહએ જણાવ્યું કે, 'I am Taking a break from this direct active politics. ચૂંટણી તો 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમનો બ્રેક લીધો છે કે જે 2 મહિનાનો, 3 મહિનાનો, 4 મહિનાનો કે 6 મહિનાનો પણ હોઇ શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું, પરંતુ સમાજના લોકો સાથે પ્રવાસ કરીશ અને કોંગ્રેસને જ્યાં જરૂર હશે ત્યાં પણ ઊભો રહીશ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
First published:

Tags: Assembly elections 2022, Bharat Singh Solanki, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો