Home /News /anand /

કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ બેઠક પર કેવા છે રાજકીય સમીકરણ, શું છે જનતાનો મિજાજ

કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ બેઠક પર કેવા છે રાજકીય સમીકરણ, શું છે જનતાનો મિજાજ

આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ બેઠક પર વર્ષ 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે

  ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આખેઆખી સરકાર બદલી દેવામાં આવી અને 'પાટીદાર મુખ્ય મંત્રીની માંગ'ને સંતોષી ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા તે દિવસથી જ ગુજરાત ઇલેકશનના ભણકારા સંભળાવા લાગ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપે 99 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી. 2017માં પાટીદારોની નારાજગી ભાજપને નડી હતી અને બેઠકો ઘટી હતી. ગુજરાતમાં ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે પણ આ વખતે આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણીજંગમાં ઝંપલાવી રહી છે, જે મુખ્ય બે પક્ષના ગણિત ખોરવી શકે છે. ચૂંટણીપંચે હજી કોઈ તારીખ જાહેર કરી નથી. તે પહેલા જ તમામ પક્ષો દ્વારા તૈયારીઓને આરંભ કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યા 150 બેઠકો જીતવાનો દાવો કર્યો ,છે ત્યા નવો પક્ષ આપ પણ 50-60 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પડેલા ગાબડાઓ અને નબળા નેતૃત્વને કારણે કોંગ્રેસ પોતોનુ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે. આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ આંકલાવ વિધાનસભા બેઠકની.

  આંકલાવ વિધાનસભા બેઠક

  આંકલાવ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ 8 તાલુકાઓ પૈકીના એક એવા આંકલાવ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. આંકલાવ નગર વડોદરા-કઠાણા બ્રોડગેજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ આંકલાવ ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકી 110 નંબરની બેઠક છે. આ બેઠક અંતર્ગત આંકલાવ તાલુકા અને તે સિવાય આંકલાવ તાલુકાના ખાનપુર, સરસા, બેવડા, ગોપાલપુરા, મોગર, ખેડ્રા, વહેરાખંડી, રામનગર, વડોદ વગેરે જેવા કુલ 17 ગામોનો સમાવેશ થાય છે. આંકલાવમાં મોટાભાગના એનઆરઆઈ લોકો રહે છે. આ બેઠક પર આશરે 204377 મતદારો નોંધાયેલા છે. વર્ષ 2017 પછી આ બેઠક પર નવા 2438 મહિલા અને 2110 પુરુષ મતદારોનો વધારો નોંધાયો છે. આમ આ બેઠક પર કુલ 6000 થી વધુ નવા મતદારો ઉમેરાયા છે.

  બેઠકની ખાસિયત

  આણંદ જીલ્લાના તમામ 8 તાલુકાઓનામ આંકલાવનુ સ્થાન ખૂબ જ મહત્વનું છે. અહીંના લોકો મોટાભાગે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સાથે જ અહીંના ગરીબ લોકો ખેત મજૂરીના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. અહીં મુખ્યત્વે કપાસ અને ડાંગરની ખેતી કરવામાં આવે છે. જો કે અહીં મોટા ઉદ્યોગો ન હોવાને કારણે અહીંના યુવાનો મોટાભાગે ભણીને અમદાવાદ, નડિયાદ, આણંદ અથવા વડોદરામાં સ્થાયી થાય છે.

  રાજકીય ઈતિહાસ

  આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ બેઠક પર વર્ષ 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે એટલે આ બેઠકને કોંગ્રેસનો ગઢ કહી શકાય છે. નવા સીમાંકન અગાઉની જો વાત કરવામાં આવે તો આંકલાવ શહેર અને તે અંતર્ગત આવતા ગામડાઓનો સમાવેશ બોરસદ વિધાનસભામાં કરાવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે આ સમયે પણ અહીં કોંગ્રેસના પંજાનો જાદુ છવાયેલો હતો. આ મતવિસ્તારમાં 48 નાના મોટા ગામડાઓ અને એક શહેર સમાવિષ્ટ છે. છેલ્લે વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કુલ જુદા જુદા 9 પક્ષોએ પોતાના ઉમેદવાર આ બેઠક પર ઉમેર્યા હતા. જો કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા વિજયી બન્યા હતા. આમ આ બેઠક પર કોંગ્રેસ અને અમિત ચાવડાનો સતત બીજી વાર વિજય થયો હતો. અહીં કોંગ્રેસનુ પલડું ભારે જોવા મળે છે.

  હાર-જીતના સમીકરણ


  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017અમિત ચાવડાઆઈએનસી
  2012અમિક ચાવડાઆઈએનસી

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અમિત ચાવડા આંકલાવ બેઠક પરથી જીત્યા હતા. તેઓ ભાજપના હંસકુંવરબા જનકસિંહ રાજ સામે હતા.

  2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અમિત ચાવડા આંકલાવ બેઠક પરથી જીત્યા હતા. તેમને 81575 મત મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે આવેલા ભાજપના ઉમેદવાર અમરસિંહ સોલંકી માત્ર 51256 મત મેળવી શક્યા હતા અને 20 હજારથી વધુ મતોના તફાવતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

  આંકલાવ વિધાનસભા બેઠક માટે હંસાકુંવરબા રાજને ટિકિટ આપવા બાબતે નારાજ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. હંસાકુંવરબા રાજ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા અને તેમના પર પક્ષના કાર્યકરોથી અજાણ હોવાનો આરોપ લગાવ્યો હતો.

  ધારાસભ્યનો રિપોર્ટ કાર્ડ

  2012 ના નવા સિમાંકન બાદ સતત 2 ટર્મ અને તે પહેલાં બોરસદ બેઠક પર એમ કુલ ત્રણ ટર્મથી અહીં અમિત ચાવડાનો વિજય થતો આવ્યો છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો તે વર્ષ 1999- 2004 માં જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ભરતસિંહ લોકસભામાં જતા ખાલી પડેલ બોરસદ બેઠક પર તેમને ટિકીટ અપાઈ અને તેઓ વિજયી બન્યા હતા. ત્યારબાદ 2007માં પણ બોરસદ બેઠક પર તેઓ ચૂંટાઈ આવ્યા હતા. 2018થી 2021 સુધી તેઓ કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા.

  ચૂટણી સમયે કરવામાં આવેલા વાયદા

  2017માં ચૂંટણા પ્રયાર કરતા સમયે અંતરિયાળ ગ્રામ વિસ્તારની પીવાના પાણીની સમસ્યા અને ખરાબ રોડ રસ્તાઓને લઈને કાર્ય કરવામાં આવશે તેવા વાયદા કર્યા હતા. આ સાથે જ આંકલાવ પંથકમાં આઈટીઆઈની સ્થાપના કરવા વિશે પણ લોકોને હૈયા ધારણા આપવામાં આવી હતી. એક બાજુ ધારસભ્ય પોતે આપેલા તમામ વાયદા અને વચનો પૂરા થયા હોવાના સૂર આલાપી રહ્યાં છે. ત્યારે તેમની વાતોમાં કેટલી સચ્ચાઈ છે તે તો આંકલાવના સ્થાનિક પ્રજાજના સારી રીતે જાણે છે.

  સ્થાનિક સમસ્યાઓ

  ધારાસભ્ય દ્વારા બિસ્માર રોડ રસ્તાઓ સુવ્યવસ્થિત બનાવવાની અને અંતરિયાળ ગામોમાં રસ્તાની સુવિધા પલબ્ધ કરાવવાના વાયદા કરવામાં આવ્યા હતા જો કે પ્રજાજનોના મતે આ વાયદા પહેલા ધારાસભ્યના મુખે અને હવે માત્ર કાગળ પર પૂર્ણ થતા હોય તેવુ લાગી રહ્યું છે. રોડ રસ્તાની હાલત દયનીય છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ અહીંના ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાતી હોય છે જેનો ઉકેલ લાવવાની વાત પણ માત્ર એક જૂઠાણું હોય તેવુ લોકમુખ્ ચર્ચાઈ રહ્યું છે.

  અહીં ઉચ્ચ શિક્ષણ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ઘમઆ લાંબા સમયથી માંગ ઉછી રહી છે જે હજી સુધી સંતોષાઈ નથી. સાથે જ યુવાનોને રોજગારી આપવાની વાત પણ હાલ માત્ર વાત જ બની રહી હોવાનુ સામે આવ્યું છે. આ અંગે પોતાની સફાઈ આપતા અમિત ચાવડા તમામ દો।નો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળતા નજરે પડે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  |  ખંભાત | ગઢડા  બોરસદ | 
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन