Home /News /anand /Gujarat Election 2022: 50 વર્ષ પછી કોંગ્રેસે આણંદ વિધાનસભા બેઠક જીતી હતી, શું આ વખતે ઇતિહાસ દોહરાશે?

Gujarat Election 2022: 50 વર્ષ પછી કોંગ્રેસે આણંદ વિધાનસભા બેઠક જીતી હતી, શું આ વખતે ઇતિહાસ દોહરાશે?

આણંદ વિધાનસભા બેઠક

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓનો પ્રચાર તેજ બન્યો છે. કોંગ્રેસે ફરી એકવાર આણંદ વિધાનસભા બેઠક પર પોતાની જીતનો દાવો કર્યો છે, જ્યારે ભાજપનું કહેવું છે કે, ‘આ વખતે પરિણામ તેમની તરફેણમાં આવશે.’

    આણંદ: કોંગ્રેસને 50 વર્ષ પછી 2017માં આણંદ વિધાનસભા બેઠક પરથી જીત મળી હતી. અત્યારે મોટો પ્રશ્ન એ છે કે, શું આ વખતે કોંગ્રેસ આણંદ વિધાનસભા બેઠક પરથી જીતી શકશે? આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે કાંટે કી ટક્કર જેવો માહોલ છે. અહીં ભાજપને વિશ્વાસ છે કે આ વખતે ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરી શકશે.

    આણંદ બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન


    કોંગ્રેસના કાંતિ સોઢા પરમારનું કહેવું છે કે, મોટી બહુમતી સાથે પોતાની જીતનો પૂરો વિશ્વાસ છે. મળતી માહિતી પ્રમાણે તેમણે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5000 વોટની બહુમતીથી આ બેઠક પરથી જીત મેળવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આણંદ બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

    આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ‘ભવાઈ’ પ્રચાર

    ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો


    રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ વખતે સોઢા પરમાર અને ભાજપના યોગેશ પટેલ વચ્ચે સીધો મુકાબલો થશે, કારણ કે, આમ આદમી પાર્ટીના ગિરીશ શાંડિલ્યને આ વિસ્તારમાં કોઈ જનસમર્થન નથી. દેશની દૂધની રાજધાની તરીકે ઓળખાતી આણંદ બેઠકમાં 15 ઉમેદવારો મેદાનમાં છે. આણંદ પ્રખ્યાત અમૂલ બ્રાન્ડ ડેરી ઉત્પાદનોનું મૂળ સ્થાન છે અને આ ઉત્પાદનો અહીં ગુજરાત મિલ્ક માર્કેટિંગ કોઓપરેટિવ યુનિયનના બેનર હેઠળ બનાવવામાં આવે છે. આણંદ શહેર આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે, જેમાંથી પાંચ કોંગ્રેસે 2017માં જીતી હતી. આણંદ મતવિસ્તારમાં 3,13,857 મતદારો છે, જેમાંથી 1,59,122 પુરૂષ, 1,54,730 મહિલા અને પાંચ ટ્રાન્સજેન્ડર છે. આ પ્રદેશમાં ક્ષત્રિયોનું વર્ચસ્વ ખુબ જ વધારે છે.

    આ પણ વાંચો: ધોરણ 10માં આટલા ટકા આવે તો ચાર્ટડ એકાઉન્ટન્ટ કરી શકાય

    હું 25,000 મતોની બહુમતીથી જીતીશ


    કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર કહે છે કે,‘2017 પહેલા હું ત્રણ વખત બહુ ઓછા માર્જિનથી હારતો હતો, પરંતુ ધારાસભ્ય બન્યા બાદ મેં લોકો માટે કામ કર્યું છે. આ વખતે હું 25,000 મતોની સરસાઈથી જીતીશ.’ તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સિવાય લોકોને કંઈ આપ્યું નથી. તે જ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ‘તેમની પાર્ટી AAP દ્વારા સંભવિત નુકસાનને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.’ તેમણે કહ્યું કે, ‘આણંદ જિલ્લાની તમામ સાત બેઠકો પર કોંગ્રેસ જીતવા માટે આશાવાદી છે, અમને 2017માં ઉમરેઠ અને ખંભાતમાંથી હાર મળી હતી. આ વખતે અમે ઉમરેઠ અને ખંભાત બેઠક એનસીપીને આપી છે.’

    આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં 62 ટકા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 5 થી 12 વચ્ચે

    ભાજપ આણંદને ગંભીરતાથી લે છે: સ્થાનિક નેતા


    ભાજપના સ્થાનિક નેતાઓએ દાવો કર્યો હતો કે પાટીદાર અનામત આંદોલનને કારણે પાર્ટીએ ગયા વખતે આણંદ જિલ્લામાં બેઠકો ગુમાવી હતી, પરંતુ આ વખતે તે કોઈ મુદ્દો નથી. ભાજપના એક સ્થાનિક નેતાએ કહ્યું, ‘અમે અમારી હારના કારણો ઓળખી લીધા છે અને સુધારાત્મક પગલાં લીધા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાનગરમાં એક મોટી રેલીને સંબોધી હતી અને યોગેશ પટેલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા. આ દર્શાવે છે કે ભાજપ આણંદને કેટલી ગંભીરતાથી લે છે.’
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन