વૃક્ષો ની જાળવણી નાં ભાગ રૂપે ઉજવણી ત્રણ હજાર લોકો જોડાય છે.
આગામી 12 ફેબુઆરીનાં દિવસે ગ્રીનેથોન સ્પર્ધા યોજાશે જેમા ચરોતરનાં વૃક્ષોની જાળવણીનાં ભાગરૂપે 3000 લોકો એક સાથે જોડાઈ 10 કિલો મીટરની સાયકલ અને દોડ સ્પર્ધામાં ભાગ લેશે અને સમાજમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશો આપશે.
Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગરમાં આવેલ વિદ્યાનગર નેચર ક્લબ પર્યાવરણને બચાવવા માટે ઉમદા કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી કરે છે. છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા દ્વારા પર્યાવરણને લઈ લોકોમાં જાગૃતા ફેલાય તે માટે ગ્રીનેથોન નામની ઇવેન્ટ રાખવામાં આવે છે.
આ ઈવેન્ટ દર ફેબ્રુઆરીમાં 12 તારીખે યોજવામાં આવે છે. આ ઇવેન્ટમાં ચરોતરનાં વૃક્ષો પ્રત્યે લોકોને જાગૃતિ આવે અને આ ખાસ પ્રકારના વૃક્ષોનું લોકો જતન કરે તેવા હેતુંથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ રેસ વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી 10 કિ.મીના અંતરે પરત શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થશે. આ ઈવેન્ટમાં ત્રણ હજારથી વધુ લોકો અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં સાઈકલ સ્પર્ધા અને દોડ સ્પર્ધામાં લોકો જોડાશે.
આણંદના વિદ્યાનદરમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 12 તારીખે એક ગ્રીનેથોન રેસનું આયોજન કરવામાં આવે છે.આ રેસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતું પર્યાવરણની રક્ષણ બાબતે હોય છે.
ચરોતર વિસ્તારમાં આવેલા વૃક્ષો અંગે લોકો માહિતગાર થાય અને તે વૃક્ષોનું રક્ષણ કરે તેવો મેસેજ લોકો સુધી આ ગ્રીનેથોન રેસ મારફતે આપવાનો પ્રયત્ન આ વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા કરવામાં આવે છે.
આમ તો ચરોતરનો વિસ્તાર લીલોતરી તરીકે પણ જાણીતો છે. અહીંયા ઠેર-ઠેર વૃક્ષો જોવા મળે છે અને આ વૃક્ષોનું લોકો જતન કરી અને જાળવણી પણ કરતા હોય છે. ત્યારે લોકોને આવા ઇવેન્ટ થકી ઉત્સાહમાં વધારો થાય તેવા હેતુંથી 12 ફ્રેબ્રુઆરીએ વિધાનગર નેચર ક્લબ દ્વાર ખાસ આયોજન પણ કરવામાં આવતું હોય છે.
વર્ષ 2023માં 12 ફ્રેબુઆરીએ આણંદના વિદ્યાનદરમાં નેચર ક્લબ દ્વારા રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 હજારથી વધુ લોકો ગ્રીનેથોન રેસમાં ભાગ લેશે અને આ કાર્યક્રમને સકસેસફૂલ બનાવશે તેવું આ ક્લબ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ સંસ્થાની શરૂઆત ધવલભાઈ પટેલ દ્વાર કરવામાં આવી હતી આ સંસ્થાનો મુખ્ય ઉપદેશ છે કે ચરોતરનાં લોકો નેચર વિશે જાણે અને તેનુ જતન કરે 1988ની સાલમાં આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી આ સંસ્થામાં અનેક લોકો જોડાયેલા છે જે ફ્રીમાં આ સંસ્થાને સેવા પૂરી પાડી સમાજમાં જાગૃતિ પણ ફેલાવે છે.