Home /News /anand /GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી, જયેન મહેતાને ચાર્જ સોંપાયો

GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી, જયેન મહેતાને ચાર્જ સોંપાયો

અમૂલના MD પદેથી આર.એસ. સોઢીનું રાજીનામું

Anand News: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફના ચેરમેન આર.એસ. સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે.

    આણંદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને જયેન મહેતાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

    ગયા વર્ષે એવોર્ડ મળ્યો હતો


    ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (International Advertising Association Of India ) દ્વારા અમૂલના (Amul) મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને (R.S Sodhi) 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' (Bussiness leader of the year) એનાયત થયો. સિનિયર જનરલ મેનેજર (પ્લાનીંગ એન્ડ માર્કેટીંગ)  જયેન મહેતાને (Jayen Maheta) 'માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ' એનાયત થયો.

    આ પણ વાંચોઃ બોમ્બે હાઈકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેના પતિને આપ્યા જામીન

    GCMMF ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટિંગ સંસ્થા


    ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે, જે લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે 53 હજાર કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.


    થોડા મહિના પહેલાં અકસ્માત સર્જાયો હતો


    ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફ (Gujarat Cooperative Milk Marketing Federation -GCMMF)ના ચેરમેન આર.એસ.સોઢી (RR Sodhi car accident)ની કારને 23 જૂનના દિવસે સાંજે અકસ્માત નડ્યો હતો. ત્યારબાદમાં તેમને સારવાર માટે આણંદની ઝાયડસ હૉસ્પિટલ (Zydus Hospital)માં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, કાર અકસ્માતમાં સોઢી અને તેમના કાર ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માત આનંદ-બાકરોલ રોડ (Anand-Bakrol Road) ખાતે બન્યો હતો. સોઢી સાંજે આશરે નવ વાગ્યાની આસપાસ અમૂલ હેડક્વાર્ટરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन