Home /News /anand /Anand: અમેરિકા જવાનું ટાળ્યું અને પશુપાલન વ્યવસ્યા શરૂ કર્યો, વર્ષે 20 લાખની કમાણી

Anand: અમેરિકા જવાનું ટાળ્યું અને પશુપાલન વ્યવસ્યા શરૂ કર્યો, વર્ષે 20 લાખની કમાણી

X
નાનકડા

નાનકડા ગામે ગાયત્રી બેન ડેરી ફાર્મ વ્યવસાયમાં બમણી આવક મેળવે છે

આણંદનાં અજરપુરાનાં ગાયત્રીબેન પટેલે વિદેશમાં જવાનું ટાળી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તેમની પાસે 40 ગાય છે. દૂધ ડેરીમાં ભરાવી વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવી રહ્યાં છે. તેમજ ગાયનાં છાણમાંથી વિવિધ વસ્તુ બનાવે છે.

Salim chauhan, Anand: શ્વેત ક્રાન્તિની શરૂઆત બાદ પશુપાલન વ્યવસાય તરીકે ઉભરી આવ્યું છે. કૃષિ ક્ષત્રે સંકળાયેલ ખેડૂતો પણ પશુપાલન વ્યવસાય કરી રોજીંદી આવક મેળવતા થયા છે. આણંદ ના અજરપુરા ગામનાં ગાયત્રીબેન પટેલે વર્ષ 2016 માં નાના પાયે પાંચ શંકર જાતની ગાય વસાવી ડેરી ફાર્મની શરૂઆત કરી હતી. આજે 40 કરતા વધારે ગાય પોતાના ફાર્મ પર રાખી 350 લીટર જેટલું દૂધ ડેરીમાં ભરી સારી આવક મેળવે છે અને ગાયનાં છાણનો પૂરક ઉપયોગ કરી તેમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુ વેચી બમણી કમાણી કરી રહ્યા છે.

ગાયત્રીબેને પાંચ ગાયની વ્યવસાયની શરૂઆત કરી હતી

આણંદ જિલ્લાનાં ભાલેજ અજર પૂરા રોડ ઉપર વંશ ડેરી ફાર્મ આવેલું છે. જેમાં 40 કરતા વધારે દુધાળા પશુ રાખી ગાયત્રીબેન પટેલ દૂધનો વ્યવસાય કરી રહ્યા છે. વર્ષ 2016માં એક જગ્યા ભાડે રાખી વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતનાં સમયમાં કઈ જાણકારીનાં હતી એટલે ગામમાં ચાલતા એક ડેરી ફાર્મ વિશે રોજ માહિતી લેતા અને ધીમે ધીમે તેવો એ નાના પાયે શરૂઆત કરી શંકર જાતની ગાય વસાવી હતી.

અમેરીકા પરત ન જવું પડે એટલે વ્યવસાય શરૂ કર્યો

ગાયત્રીબેનનાં પતિ અમેરિકાથી પાછા ફર્યા હતા અને પિતાનું નિધન થયું હતું. બાદ ઘર પરીવારની જવાબદારી ગાયત્રીબેન પર આવી ગઇ હતી. પતિને વિદેશ પાછું ના ફરવું પડે અને માતાની સેવા કરી ગામ કે કુટુંબમાં સાથે રહી સારી આવક લઈ શકાય તેથી આ વ્યવસાય શરૂ કર્યો હતો.

વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી કરે

હાલ 40 જેટલી ગાય પોતાના ફાર્મમાં છે અને તેમાંથી 350 લીટર જેટલું દૂધ રોજ ડેરીમાં આપી વર્ષે 20 લાખ જેટલી કમાણી કરી રહ્યા છે. સાથે સાથે ગાયના ગોબરમાંથી વેલ્યુ એડીશન થકી અનેક પ્રોડક્ટ પણ બનાવી તેનું વેચાણ કરી બમણી આવક પણ મેળવી રહ્યાં છે.

8 લાખ રૂપિયા બોનસ આવે છે

શંકર જાત ની ગાય રોજ 14થી 15 લીટર જેટલું દૂધ આપે છે અને દૂધ વધારે હોવાથી આવક પણ સારી મળે છે. હાલ અજર પૂરા ગામ ખાતે ગાયત્રીબેન એક દિવસમાં 350 લીટર દૂધ ભારે છે જેનુ બોનસ પણ વર્ષે 8 લાખ જેટલું આવે છે. આમ દર વર્ષે 25 થી 25 લાખ જેટલી કમાણી કરે છે.

ગાયનાં છાણમાંથી વિવિધ વસ્તુ બનાવે છે

ગાયના ગોબરમાંથી એટલા માટે વસ્તુ બનવાનું નક્કી કર્યું કારણ કે,જે ગાય વિયાણવાની હોય ત્યારે દૂધ નથી આપતી અને તેને ખોરાક તે સમયે પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવતો હોય છે ત્યારે તેનો ખર્ચ સરભર કરવા માટે લોકોડાઉન સમયનો સદ ઉપયોગ કરીને ગોબરમાંથી ઘડિયાલ, ઝપ કરવાની માળા, છોડ માટે કુંડ, બળતન માટે છાંણ માંથી લાકડા, ચરણ પાદુકા,ગણેશજી મૂર્તિ,અગરબત્તી,ધૂપનાત્તી આમ અનેક પ્રોડક્ટ બનાવી હાલ ગાંધીનગર જેવા શહેરમાં પ્રદર્શનમાં મૂકવામાં આવે છે.
First published:

Tags: Anand, Animal husbandry, Local 18, Village women

विज्ञापन