Home /News /anand /Anand:સિવિલમાં પ્રથમવાર મહિલાના ઘૂંટણ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી; 75 વર્ષનાં દર્દી સર્જરી બાદ ફરી પગભર થયા

Anand:સિવિલમાં પ્રથમવાર મહિલાના ઘૂંટણ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી; 75 વર્ષનાં દર્દી સર્જરી બાદ ફરી પગભર થયા

આણંદ વર્ષો જૂની સિવિલ અપગ્રેડ થઈ રહી છે 

આણંદની જનરલ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણને લાગતી સારવાર હવે શક્ય બની છે.બોરસદનાં 75 વર્ષનાં દર્દી કમલા પ્રજાપતી પ્રથમ વાર આણંદ સિવિલ ખાતે ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું.

  Salim Chauhan, Anand: આણંદની વર્ષો જૂની સિવિલ અપગ્રેડ થઈ રહી છે. ઘૂંટણનાં ઘસારાની તકલીફ હોય તેવા દર્દીનું વિના મૂલ્યે આણંદ જનરલ સિવિલ હોસ્પિટલમાં ચેકપ કરવામાં આવશે.આણંદની સિવિલ હોસ્પિટલમાં ઘુટણનાં દુ:ખાવા કે ઘસારા જેવી સમસ્યાથી પીડાતા દર્દીની હવે સર્જરી શક્ય બની છે. હોસ્પિટલમાં બોરસદના એક 75 વર્ષના દર્દીના ઘુંટણની સફળ સર્જરી મફતમાં કરવામાં આવી છે.જિલ્લામાં રહેતા અનેક એવા દર્દીઓને હવે બહારગામ સર્જરી માટે નહી જવું પડે. હોસ્પિટલમાં માં કાર્ડ અંતર્ગત તમામ ખર્ચને આવરી લેવામાં આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની મફતમાં સારવાર થઈ શકે છે.

  આણંદ જિલ્લાના બોરસદના એક 75 વર્ષના દર્દીની  પ્રથમ વાર આણંદ સિવિલ ખાતે મફતમાં ઓપરેશન કરી તેઓને ફરી ચાલતા કરવામાં ખુબજ મોટું યોગદાન આપવામાં આવ્યું છે.કમલા પ્રજાપતીના ધુંટણમાં ખસારો થવાના કારણે તેઓ લાંબા સમયથી ચાલી શકતા ન હતા અને ખુબજ પીડા સહેન કરી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓની મફતમાં ઘૂંટણ રીપલેસમેન્ટ કરાતા તેઓ હવે પીડા માંથી મુક્ત થયા છે. અને ફરી બગભર થયા છે.ઉલ્લેખનીય છે કે ઘુટણનાં દુ:ખાવા કે ઘસારા જેવી સમસ્યાથી પીડાતા દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલમાં  લાખો રૂપિયા ખર્ચીને સારવાર કરાવવી પડતી હોય છે. ત્યારે હવે આંણદ સિવિલ હોસ્પિટલમાં હવે મફત સારવાર શક્ય બનતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થશે.

  વર્તમાન સમયમાં ખાસ કરીને વૃદ્વોને સૌથી વધુ સતાવતી ઘૂંટણની સમસ્યાના નિરાકરણ માટેની રિપ્લેસમેન્ટની સર્જરી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમવાર બોરસદના 75 વર્ષીય કમળાબેન પ્રજાપતિના ઘૂંટણ પ્રત્યારોપણની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. 75 વર્ષીય મહિલાના ઘૂંટણના પ્રત્યારોપણ મૂળ બોરસદના રહેવાસી 75 વર્ષીય મહિલા કમળાબેન પ્રજાપતિની ઘૂંટણના પ્રત્યારોપણની કરાયેલી સર્જરી બાદ સ્વસ્થ બન્યા છે.જાતે ચાલી શકતા કમળાબહેન આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લાના કલેકટર  મનોજ દિક્ષણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.  ગુજરાત સરકારનાં ચાલતા પ્રોજેક્ટ આયુષ્માન અંતરગત ઘૂંટણ પ્રત્યારોપણ સેવા પણ હવે આણંદની જનરલ સિવિલ હોસ્પિટલમાંમાં શરૂ કરાઈ.આગામી દિવસોમાં આણંદ સિવિલ ખાતે હિપ રિપ્લેસમેન્ટ અને (એસ.એન.સી.યુ ) નવજાત બાકને પેટીમાં દાખલ રાખવા જેવી સુવિધા ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે. આણંદ કલેટરશ્રી મનોજ દક્ષિણીની દ્વાર જનરલ હોસ્પિટલ ખાતે ચાલતી ઘૂંટણ પ્રત્યારોપણ સુવિધાનો લાભ લેવા અપીલ પણ કરાઈ.આણંદ જનરલ સિવિલ હોસ્પિટલ માં આંખ, કાન, નાક, ગળાનાં દર્દીને પણ અહીંયા સારવાર મળે છે. ગાયનેક વિભાગ પણ છે જેમાં ગર્ભવતી મહિલા ની ડીલિવેરી અને સીજેરિયન જેવા ઓપરેશન કરવામાં આવે છે.  ડો.પ્રતિક રાઠોડ દ્વારા પંચોતેર વર્ષનાં દર્દી કમલા પ્રજાપતિનું બંને ઘૂંટણનું સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.ડોક્ટરે વધુમાં જણાવ્યું કે દર્દી એક મહિનામાં જ સંપૂર્ણ પણે છુટ્ટા હાથે ચાલતો પણ થઈ શકે છે. તોહ બીજી બાજુ દાત વિભાગ, સર્જીકલ, અને ઓર્થોપેડીક, વિભાગનાં ડોક્ટરો દ્વારા સારી સારવાર પણ કરવામાં આવે છે.લાભાર્થી માટે હોસ્પિટલ ની પ્રક્રિયા સિમ્પલ અને સરળ છે.આણંદ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ માં કેસ બારી કેસ નોંધાવી જે તે વિષય નાં ડોક્ટર પાસે તપાસ કરાવી. સારવાર મેળવી શકાય છે.ઘુટણ ને લગતી ઓપીડી માટે ડૉક્ટર પ્રતીક રાઠોડ શનિવારે હાજર રહશે.ડોક્ટર ને જો ચેકઅપ કર્યા બાદ જરૂર જણાય તો આ ઘૂંટણ ઓપરેશન ને લગતી તમામ વિગતો પણ ડોક્ટર દ્વારા પૂરી પાડવામાં આવશે.

  ડોક્ટર પ્રતીક રાઠોડનાં જણાવ્યા અનુસાર સામાન્ય રીતે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ઘૂંટણને લગતી સમસ્યા વધારે જોવા મળે છે. આ ઉંમરનાં દર્દીને ગુજરાત સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટ આયુષ્માન કાર્ડ અંતરગત યોજનાનો લાભ લઈ ઓપરેશન કરાવી શકાય છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Anand, Civil Hospital, KNEE PAIN, Treatment

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन