Home /News /anand /Anand: ના હોય! એક વીધામાં બટાકાનું આટલું ઉત્પાદન? ખેડૂત આ પદ્ધતિથી કરે છે ખેતી

Anand: ના હોય! એક વીધામાં બટાકાનું આટલું ઉત્પાદન? ખેડૂત આ પદ્ધતિથી કરે છે ખેતી

X
ખેડૂત

ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાની ખેતી કરી ઉત્પાદન ડબલ મેળવે છે.

આણંદ જિલ્લાના બોરીયાવી ગામના ખેડૂતે બટાકાની ખેતીમાં વૈજ્ઞાનિક ઢબે સર્ટિફાઇડ ઓર્ગેનિક ખેતીથી એક વીઘા જમીનમાં 8થી9 ટન ઉત્પાદન મેળવી વેલ્યુ એડિશન થકી બમણી આવક ઊભી કરી છે.

Salim chauhan,  Anand: આણંદ જિલ્લાના બોરીયાવી ગામના ખેડૂત દેવેશ પટેલ 50 વીઘા જમીન ધરાવે છે જેમાં 1992થી ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમજ તેઓએ 2010થી સર્ટિફાઇડ ઓર્ગેનિક ખેતી અપનાવી છે. આ વર્ષે 12 વીઘા જેટલી જમીનમાં લોકર બટાકાની ખેતી કરી છે જેમાં એક વીઘા જમીનમાં  8 થી9 ટન જેટલું ઉત્પાદન મળ્યું છે.

ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધારે આવતા આવક પણ ડબલ થઈ રહી છે. બટાકાની ખેતીમાં એક વીઘામાં 35 હજાર જેટલો ખર્ચ થાય છે. આ ખર્ચ બાદ કરતાં તેવોને 70 હજાર જેટલો નફો પણ મળી રહ્યો છે.



જોકે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વેલ્યુ એડિશન કરી બટાકામાંથી વેફર, કાત્રી, જેવી પ્રોડક્ટ બનાવી ઓનલાઇન વેબસાઈટ દ્વારા વેચાણ પણ કરે છે જેમાંથી ડબ્બલ આવક પણ લઈ રહ્યા છે.



દેવેશ પટેલે વાત કરતા જણાવ્યું કે ઓર્ગેનિક પદ્ધતિમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો હોવાના કારણે નફો પણ વધુ મેળવી શકાય છે અને જો તેમાં વેલ્યુ એડિશન કરવામાં આવે તો બમણી આવક મેળવી શકાય છે.


દેવેશ પટેલ વેલ્યુ એડિશન કરી બટાકાની વેફર, કાતરી, જાળી વાળી વેફર બનાવી એક કિલોના પેકિંગમાં પેક કરીને બજારમાં વેચાણ કરે છે.



આમ એક કિલો દીઠ તેવો 300 રૂપિયામાં આ વેફરનું વેચાણ કરે છે. વેફરથી તેઓ હાલ બમણી આવક મેળવી રહ્યા છે.



તેઓએ આ વર્ષે 800 કિલોથી વધુ બટાકાની વેફરનું વેચાણ કર્યું છે. તેઓએ બનાવેલી વેફરની ડિમાન્ડ દેશ સહિત વિદેશોમાં પણ વધુ છે.



વેફરની ખાસ વાત એ છે કે આ વેફર કાચી હોવાના કારણથી પેકિંગમાં લાંબા સમય સુધી ટકી રહે છે. તેની માંગ વધુ હોવાથી માર્કેટમાં સહેલાઈથી વેચાઈ જાય છે. આમ જો દરેક ખેડૂત વેલ્યુ એડિશન કરે તો સારી આવક મેળવી શકે છે.
First published:

Tags: Anand, Farmer in Gujarat, Local 18