આણંદનાં ખેડૂત કેળાની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યાં છે. કેતનભાઇ પોતાની 50 વીઘા જમીનમાંથી દર વર્ષે લગભગ 120થી 121ટન કેળાનું ઉત્પાદન મેળવે છે. કેળાની ખેતીમાં 1એકરમાં 4થી સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે.
Salim chauhan, Anand: ધરતીપુત્રની મહેનતમાં એટલી તાકાત છે કે તે પત્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. પરંપરાગત ખેતીથી અલગ આજનાં પ્રગતિશીલ ખેડૂત કઇક અલગ કરી રહ્યા છે. તમાકુની ખેતી માટે પ્રખ્યાત ચરોતર પ્રદેશના ધરતીપુત્ર કેતનભાઇએ કેળાની ખેતી કરી રહ્યાં છે. તેમણે એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનું ઉત્પાદન કર્યું. સાથે જ કેળાનું પ્રોસેસિંગ કર્યું. આમ કરી તેમણે કેળાની ખેતીમાંથી અઢળક આવક મેળવી છે.
આણંદના આ ધરતીપુત્રએ બાપ-દાદાના સમયથી થતી પરંપરાગત ખેતીથી અલગ કર્યું. આ ખેતીમાં તેમણે જબરદસ્ત ઉત્પાદન મેળવ્યું. તેમનાં માટે કેળનું વૃક્ષ કલ્પવૃક્ષ બન્યું છે. કેળાની ગુણવત્તા પણ એવી કે આણંદના પેટલાદ તાલુકાના બોરીયા ગામના કેળાની નિકાસ પણ થાય છે.
ખેતીમાં પહેલાથી જ અન્ય ખેડૂતોથી કઇક અલગ કરવા પ્રયત્નશીલ કેતનભાઇને આણંદ કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિકાસ કેન્દ્ર, બાગાયત ખાતુ અને આત્મા પ્રોજેક્ટ તરફથી તેમને સહકાર મળ્યો. શરૂઆતમાં કેતનભાઇએ કેળાની ગાંઠનું વાવેતર કરી પાક મેળવતા પણ તેમાં પુરતુ ઉત્પાદન ન મળતા તેમણે ટીસ્યુ કલ્ચર અપના વ્યું. માર્ગદર્શન અને પોતાની કોઠાસુઝથી કેતનભાઇ ઓર્ગેનિક પધ્ધતિથી કેળાની ખેતી કરે છે.
80 ટકા ઓર્ગેનિક અને 20 ટકા રાસાયણિક ખાતરો ઉપયોગ કરે
કેળાની ખેતી માટે કેતનભાઇ સમયાંતરે પોતાની વાડીનો સોઇલ ટેસ્ટ કરાવે છે. કેળનાં પાકને તેઓ ડ્રિપની સાથે સાથે પ્રમાણસર ફ્લડ પધ્ધતિથી પણ પાણી આપે છે. તેમણે ગાય આધારિત ખેતી અપનાવી છે. કેળનાં પાકને તેઓ ખાસ જીવામૃત આપે છે. કેળાની ખેતીમાં તેઓ 80% ઓર્ગેનિક અને 20% રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. તેઓ કેળાનાં પાન અને થડનો પણ ખાતર બનાવવા ઉપયોગ કરે છે. કેળના થડના પાણીમાં પોટાશ વધારે હોય છે, જેથી કેળનાં થડમાંથી નીકળતા પાણી અને માવાનો વર્મીકંમ્પોસ્ટ ખાતર બનાવવા ઉપયોગ કરે છે.
દર વર્ષે 120 ટનથી વુધ કેળાનું ઉત્પાદન
કેતનભાઇ પોતાની 50 વીઘા જમીનમાંથી દર વર્ષે લગભગ 120થી 121ટન કેળાનું ઉત્પાદન મેળવે છે. ખાતર પોતે બનાવતા હોવાથી તેમને ખર્ચ ઓછો થાય છે. કેળાની ખેતીમાં 1 એકરમાં ઉત્પાદન ખર્ચ 1 લાખથી 1લાખ 10 હજાર જેટલો આવે છે. તેની સામે કેળાની ખેતીમાં 1 એકરમાં 4થી સાડા ચાર લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે. કેતનભાઇનું કહેવું છે કે, જો બજાર ભાવ સારા મળે તો પ્રતિ એકર 2થી અઢી લાખ રૂપિયાનો નફો મળી રહે છે. કેળામાં બારેમાસ ઉત્પાદન મળતુ હોવાથી તેની ખેતીમાં ક્યારેય ખોટ જતી નથી.
100 જેટલા લોકોને રોજગારી આપે છે
કેળામાં મુલ્યવર્ધન એટલે કે કેળાની વેફર બનાવે છે. કેળની છાલના રેસામાંથી પણ વિવિધ વસ્તુઓ બનાવે છે. આમ ખેતી દ્વારા કુલ 100 જેટલા લોકોને તેઓ રોજગારી પુરી પાડી રહ્યા છે.કેળાની ખેતીમાં કેતનભાઇએ એવી તો કમાલ કરી કે હાલમાં દેશ-વિદેશના ખેડૂતો અને નિષ્ણાંતો તેમની વાડીની મુલાકાતે આવે છે. કેતનભાઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્રારા નવાજવામાં આવ્યા છે. અત્યાર સુધી તેમને અલગ-અલગ 50 જેટલા એવોર્ડ્સ અને સર્ટીફિકેટથી સન્માનવામાં આવ્યા છે.
તેમનું ખેતર વિજ્ઞાનીઓની પ્રયોગશાળા
દિલ્હીની મધર ડેરી એક સીઝનમાં 100 ટ્રક ભરીને ઓર્ગેનિક કેળા લઈ જાય છે. તેનું ખેત આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય માટે પ્રયોગશાળા છે. કોઈ પણ વિજ્ઞાનીને તેઓ તેમના ખેતરમાં પ્રયોગો કરવા દે છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ કેતનભાઈના ફાર્મ પર કેળા પર પ્રયોગો કરી રહ્યાં છે. કેળા પર પોલીથિલીન ચડાવે છે. સૂકા પાનને ગોળ લપેટીને પ્રયોગો હાલ કરે છે.
10 લાખની આવક
બીજા ખેડૂતો કરતાં તેના ઓર્ગેનિક કેળાના એક કિલોના 2 રૂપિયા વધું મળે છે. તેમની પાસે 107 વીઘા જમીન છે. 121 ટન એક હેક્ટરે કેળા પકવે છે. હેક્ટરે રૂપિયા 2.10 લાખનો ખર્ચ થાય છે. વેચાણ રૂપિયા 12.40 લાખનું થાય છે. એક હેક્ટરે 10 લાખની આવક મળવે છે.
84.500 કિલોની લુમનો વિક્રમ
કેતનભાઈ પટેલે બીજો એક વિક્રમ એ સ્થાપિત કરેલો છે કે કેળની એક લુમનું વજન 84.500 કિલો કેળા પેદા કરી બનાવ્યા છે. સામાન્ય સરેરાશ એક લુમમાં 20થી 25 કિલોની છે.
નવો તરીકો શોધી કાઢ્યો
કેળનું વધારે સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મેળવવા માટે તેમણે નવો તરીકો શોધી કાઢ્યો છે. તેઓ કેળના છોડની ઉપર લૂમ નિકળે ત્યારે તેના ઉપર અનાજની પરાળનો પૂળો બનાવીને મૂકે છે. તેથી કેળા પર સીધો સૂર્ય પ્રકાન ન આવે. આમ કરવાથી કેળાને રક્ષણ મળે છે. જેથી વધું તડકો ન લાગે. જો ટેમ્પરેચર વધે તો ઉપરના કેળા બળી જાય છે. ઉપરના કેળા તાપમાં ખરાબ થઈ જાય અને નીચે પડી જાય છે.
લુમ 11-12 કાસની રાખો
લુમમાં એક પછી એક એવી 16થી 20 હાર - કાસ આવે છે. પણ તેમાં 11થી 12 કાસ જ તેઓ રાખે છે નીચેની કાસ તેઓ કાપી કાઢીને ઓછા કેળા થાય એવું કરે છે. તેથી ઉપરના તમામ એક સરખા કેળા પકવે છે. નીચેની 5થી 10 કાસ કાપી કાઢે છે. 3 મહિના સુધી લુમમાં કેળું રહે છે. પછી પાકે છે.
કેળનું થડનું પાણી
કેળનો પાક લેવાઈ ગયા પછી તેના થડ કાપીને ફેંકી દેવામાં આવે છે. પણ કેતનભાઈ કેળના થડમાંથી નિકળતા પાણીમાં ગાયનું છાણ તથા ગૌ મૂત્ર ઉમેરીને જીવામૃત બનાવીને એક પાકમાં 3થી 5 વખત કેળના થડમાં આપે છે. કારણ કે કેળના થડના પાણીમાં પોટાશ વધું રહેલો હોય છે. થડના પાણી અને માવાનું ઉપયોગ વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ઉપયોગ કરે છે.
જીવામૃતનો પ્લાંટ
ગોબર ગેસ ખેતરમાં છે જેમાંથી નિકળતી સ્લરીને 25 હજાર લીટરની ટેંકમાં ભરે છે. 25 હજાર લીટર ટેંકમાં જીવામૃત બનાવે છે. તે ટાંકીને ખેતરમાં સિંચાઈ માટે બેનાવેલી પાઈપ દ્વારા ક્યારામાં છૂટા પાણીમાં જીવામૃત ભેળવી દે છે. જે સીધું ખેતરમાં જતું રહે છે. આ ટેંકમાં જ તેઓ કેળની થડનું પાણી કાઢીને નાંખે છે તે ખેતરમાં પાણી સાથે જતું રહે છે. જેથી પોટાશ માટે ખર્ચ બચી જાય છે. કંપોસ્ટ પાયામાં આપે છે.
કેળનું ફાઈબર
કેળના થડમાંથી દોરા બની છે. કેતનભાઈ મશીન પર ફાઈબર કાઢતા હતા. હવે બંધ કરી દીધું છે. થડમાંથી રેસા કાઢીને દોરડા, દોરા, થેલી, મેટ, ફાઈલ, સુશોભનની વસ્તુઓ બની શકે છે.
નાના કેળામાંથી પોતે વફેર બનાવે છે
કેળની ગાંઠોમાંથી રૂ.26 હજાર, રેસાના ઉત્પાદનમાંથી રૂ.17 હજાર, વેફરમાંથી રૂ.8 હજારનો નફો મળીને રૂ.4.74 લાખ નફો કરી લેતા હતા. ઉપરાંત એક હેક્ટરે રૂપિયા 10 લાખની કેળાની આવક તો ખરી જ. પહેલા પાણી-રેસાનું પણ વેચાણ કરતા હતા. રેસા -ફાઈબર 100 રૂપિયે કિલો વેચતાં હતા.
કેળાનું ઉત્પાદન
કોઠાસૂઝથી વિક્રમજનક મબલખ ઉત્પાદન સજીવ કેળાનું મેળવે છે. પણ તેમના કેળા ગુજરાત ખાતું નથી દિલ્હી ખાય છે. અમદાવાદમાં તેઓ કેળા મોકલતા નથી. મધર ડેરી, મોલ, નિકાસ માટે પેકીંગ કરીને માલ મોકલે છે. ક્વોલીટી સારી રહે છે. કેળ પાકમાં સજીવ ખાતરથી કેળા પકવે છે.
12 મહિના કેળા પકવે
જૂનના બદલે 12 મહિના કેળા મળે તે રીતે પ્લાંટેશન કરે છે. 80 ટકા ઓર્ગેનિક અને 20 ટકા કેમિકલ -ફર્ટીલાઈઝર આપે છે. 11-12 મહિને કેળા પાકે છે.
મોટા મીઠા ટકાઉ કેળા
કેળાની મીઠાશ, ક્વોલી ટકાવ શક્તિ કેળાની સાઈનીંગ , રાઈપનીંગ કરવાથી ટકાઉ શક્તિ ઘટે છે. લંબીઈ, લાઈટ વધે છે. કેળાનું ફળ 40-45 કેલિબર નિકાસ માટે જોઈએ. 55 કેલિબરનું કેળું2થી 3 દિવસનો ટકાઉ શક્તિ વધે છે.
ખેતરને ફેક્ટરી ગણો
કેતનભાઈ કહે છે કે, હવે જમાનો બદલાયો છે. આધુનિક ખેતી આવી છે, ખેતરને ઉદ્યોગ ગણીને ખેડૂતોએ ખેતી કરવી જોઈએ. ખેતી એક ઉદ્યોગનો આકાર લઈ રહી છે. ખેડૂતોએ એવું ન માનવું જોઈએ કે તે ખેતી કરે છે. પણ તેણે એવું માનવું જોઈએ કે તે ઉદ્યોગ કરે છે.