બોરીયાવી નાં ખેડૂત ઘણા વર્ષ થી અપનાવે છે આ સ્ટિકિ ટ્રેપ તકનીક
બોરીયાવી ગામનાં ખેડૂત પુત્ર દેવેશ પટેલે કરેલી બે વિધાના જમીનમાં ઓર્ગેનિક બટાકાની ખેતીને જીવાતોથી બચાવવા યુનિક પદ્ધતિ અપનાવી છે.તેઓએ પોતાના ખેતરમાં સ્ટીકી પેપરનો ઉપયોગ કરી પાકમાં લાગતી જીવાતોથી બચાવી રહ્યા છે.અને દવા ના છંટકાવનો ખર્ચ પણ બચાવી રહ્યા છે.
Salim Chauhan, Anand: બોરીયાવી ગામનાં ખેડૂત દેવેશ પટેલ ઓર્ગેનિક પધ્ધતી થી ખેતી કરવા માટે જાણીતા છે તેઓ ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવી કંઈ અલગ કરવાની ચાહના પણ રાખે છે.આ વર્ષે તેઓએ બે વિઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાની ખેતી કરી છે.પાકને જીવાતોથી બચાવવા માટે સ્ટીકી ટ્રેપ તકનીક પદ્ધતિ અપનાવી છે.જેના થી ખેતીમાં થતાં દવા નાં છંટકાવ પાછળ નાં ખર્ચ ને બચાવી શકાય છે.
આણંદ જિલ્લા માં આવેલ બોરીયાવી ગામનાં ખેડૂત પુત્ર દેવેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત માટે પ્રેરણા રૂપ બન્યા છે જેઓ ઓર્ગેનિક રીતે પોતાની ખેતી કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે.અને હળદર માંથી વેલ્યુ એડીશનની પ્રોડક્ટ બનાવી બમણી આવક મેળવી રહયા છે.
રવિ પાકના સિજનમાં તેઓએ બે વિધા જમીનમાં બટાકાની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી છે.જેમાં દવાનો છંટકાવનાં કરવો પડે અને ઓર્ગેનિક રીતે જ ખેતી કરી પાક લઈ શકાય તે માટે જીવાત નિયંત્રણ કરવા માટે એક ખાસ તકનીકનો ઉપયોગ કરીને પાકને જીવાતોથી બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.જેને સ્ટીકી ટ્રેપ પણ કહેવાય છે. આ સિવાય જીવાત નિયંત્રણ માટે ગાંધીનગર બાયો કંટ્રોલ લેબ માંથી ટ્રાઈકોગામાં ભમરી લાવી તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના થકી જીવાત સામે નિયંત્રણ મેળવી શકાય છે.
સ્ટીકી ટ્રેપ શું છે જાણો આ તકનીક
પ્લાસ્ટિકનાં પેપરને ઓઇલ વાળા કરી ખેતરનાં પાકની ચારેય બાજુ લાકડીના ટેકા વડે જમીન પર લગાડી ને મૂકી દેવામાં આવે છે. જેમાં મેલો, મચ્છી કે ચૂસ્યા મચ્છી જેવી જીવાત આ પેપર પર ચોંટી જાય છે.અને પાકને આ જીવાતોના નુકસાનથી બચાવી શકાય છે.
આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાકમાં દવાના છંટકાવના ખર્ચથી પણ બચાવે છે.આનાથી નફામાં પણ વધારો થાય છે.આ તકનીક વર્ષો જૂની છે અને કારગર પણ છે આ તકનીક ની માહિતી ખેતી વાડી યુનિવર્સીટી માં પણ મેળવી શકાય છે.
આ ટેકનિક સરળ અને સસ્તી હોય છે.
આ સ્ટીકી ટ્રેપ પેપર ખેડૂત ને બજારમાં સરળતાથી મળી શકે તેમ છે અને આ સિવાય ફ્લોરોસ્ન પ્લાસ્ટિક પેપર પણ બજારમાં મળી જાય છે. જેને ઓઇલ લાગાવી વાપરી શકાય છે. આમ બજારમાં તૈયાર પણ મળે છે અને પ્લાસ્ટિક પેપર ખરીદી ઘરે પણ તૈયાર કરી શકાય છે. એક એકર જમીન માટે 60 પ્લાસ્ટિક પેપર ની જરૂર પડે છે.
જ્યારે બીજી બાજૂ જો ખેડૂત દવાનો છંટકાવ કરે તો તેમાં તેને 800 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.જેથી કહી શકાય કે સ્ટીકી ટ્રેપ પેપર ખુબજ નજીવા ભાવે મળે છે અને માર્કેટમાં પણ મળી રહે છે.આ ટેક્નિક ખેડૂત માટે ઓછી ખર્ચાળ પણ કહી શકાય છે તેમ ખેડૂતે જણાવ્યું હતું.
આ ટેકનિક કેટલી કારગર છે.
દેવેશ ભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે આ તકનીક હું મારા બધા ખેતરમાં વાપરું છું જેના થકી મારા પાકમાં જીવાતથી થતાં નુકશાનને ઘણા અંશે અટકાવી શકાય છે. અને આ જીવાતો પ્લાસ્ટિક સાથે ચોંટી જાય છે અને તેનું નાસ બાળીને કરી દઈએ છીએ.આ સ્ટીકી પ્લાસ્ટિક પેપરનો ફરીથી વપરાસ પ્રમાણે પણ કરી શકાય છે.જરૂરિયાત મુજબ નાં વિસ્તારમાં ફરી થી પ્લાસ્ટિક પેપરને બદલી પણ શકાય છે.