Home /News /anand /Anand: SP યુનિવર્સિટીના પૂર્વ કુલપતિના નામે છેતરાતા નઈ, ફેક એકાઉન્ટથી આવે છે રીકવેસ્ટ

Anand: SP યુનિવર્સિટીના પૂર્વ કુલપતિના નામે છેતરાતા નઈ, ફેક એકાઉન્ટથી આવે છે રીકવેસ્ટ

અજાણ્યા ઈસમો બનાવ્યો ફેક એકાઉન્ટ

સરદાર પટેલ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ અને પદભ્રષ્ટ કરાયેલા કુલપતિના નામે ફેક જીમેલ એકાઉન્ટ બનાવમાં આવ્યું હતું. જે અંગે કાર્યકારી કુલપતિ દ્વારા નાણાકીય વ્યવહાર ન કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.

    Salim Chauhan, Anand: વલ્લભ વિધ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ અને પદભ્રષ્ટ કરાયેલા કુલપતિના નામે ફેક જીમેલ એકાઉન્ટ બનાવમાં આવ્યું હતું. જે અંગે કાર્યકારી કુલપતિ દ્વારા નાણાકીય વ્યવહાર ન કરવા જણાવાયું હતું. શિક્ષણનગરીમાં બે મહિનામાં આ બીજો સાયબર ક્રાઇમનો કિસ્સો છે પરંતુ કોઈ પણ ફરિયાદ નોંધાઈ ન હતી.

    સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પદભ્રષ્ટ કુલપતિ ડૉ શિરીષ કુલકર્ણીના નામે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેક ઈમેલ એડ્રેસ બનાવાયું હતું. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર અને જી-મેલનો ઉપયોગ કરીને યુનિવર્સિટીના કર્મચારીઓ પાસે નાણાંકીય માંગણી કરાઇ હતી.

    આ બાબતે પર વર્તમાન કાર્યકારી કુલપતિનું ધ્યાન જતાં તેઓએ કોઈ પણ નાણાકીય લેવડદેવડ નહીં કરવા જણાવ્યું હતું. નોંધનીય છે કે થોડા સમય પહેલા કાર્યકારી કુલપતિ ડૉ નીરંજન પટેલનું પણ સોશિયલ મીડિયાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને નાણાકીય માગણી કરતાં મેસેજ કરવામાં આવ્યા હતા. જે અંગે ડૉ નિરંજન પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે કોઈ ઈસમ દ્વારા ફેક એકાઉન્ટ બનાવમાં આવ્યું છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Cyber fraud, Local 18

    विज्ञापन
    विज्ञापन