Home /News /anand /Anand: શું તમે પિત્તદોષની સમસ્યાથી પીડાઈ રહ્યા છો?  જાણી લો આયુર્વેદ એક્સપર્ટની સલાહ  

Anand: શું તમે પિત્તદોષની સમસ્યાથી પીડાઈ રહ્યા છો?  જાણી લો આયુર્વેદ એક્સપર્ટની સલાહ  

X
અસંતુલિત

અસંતુલિત પિત્તને કારણે આવા લક્ષણો જોવા મળે છે.

આયુર્વેદ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે પિત્તદોષની સમસ્યાથી પીડાતા લોકોએ ખાવામાં ખાસ કરીને દૂધ, ઘી , કોબી, કાકડી, ગાજર, બટાકા, કેપ્સીકમ અને લીલા પાંદડાવાળા શાકભાજી સહિત તમામ પ્રકારના કઠોળ ખાવાથી રાહત મળે છે.

Salim Chauhan, Anand: આયુર્વેદ અનુસાર પિત્તદોષ શું છે. પિત્તદોષ આ બે તત્વો ‘અગ્નિ’ અને ‘પાણી’ થી બનેલો છે. તે આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન્સ અને ઉત્સેચકોને નિયંત્રિત કરે છે. શરીરની ગરમી, જેમ કે શરીરનું તાપમાન, પાચન અગ્નિ, પિત્ત દ્વારા નિયંત્રિત થાય છે. સારા સ્વાસ્થ્ય માટે પિત્તની સંતુલિત સ્થિતિ હોવી જરૂરી છે.

અસંતુલિત પિત્તને કારણે આવા લક્ષણો જોવા મળે છે.

શું તમારા શરીરમાં પણ દુર્ગંધ આવે છે? અથવા જો તમને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે. આ બધા લક્ષણો પિત્ત સંબંધી છે. આવા લોકોમાં પિત્ત દોષ વધુ હોય છે તેઓ પિત્ત પ્રકૃતિના માનવામાં આવે છે.



પિત્ત વિકૃતિથી શરીરમાં મુખ્યત્વે બળતરા ને લગતા રોગ જોવા મળે છે

આવા લોકો પેટ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે જેમ કે બીપી વધવું, હાઇપર એસિડિટી,હરસ,મસા,ભગંદર, વગેરેથી પીડાય છે. જ્યારે પિત્ત નળીઓ અસંતુલિત હોય છે, ત્યારે પાચનની અગ્નિ નબળી પડવા લાગે છે અને ખાવામાં આવેલો ખોરાક યોગ્ય રીતે પચતો નથી.



પિત્તદોષ ખામીને કારણે ઉત્તેજનામાં ઘટાડો થાય છે, તેમજ હૃદય અને ફેફસામાં કફનો સંચય થાય છે.પિત્તદોષની વિકૃતિમાં આવા આહાર ટાળવું જોઈએ.તીખું, તળેલું, ખાટુ કે મસાલેદાર ખોરાક ન લેવા. કોઈ પણ પ્રકારના માંસનું સેવન ન કરવું. છાશ, દહીંનું સેવન કરવાથી પિત્તદોષ વધે છે.



પિત્તદોષને સંતુલિત કરવા શું ખાવું.

દૂધ, ઘી ના સેવનથી પિત્તના રોગથી પીડાતા દર્દીઓને આરામ મળે છે. કોબી, કાકડી, ગાજર, બટાકા, કેપ્સીકમ અને લીલા પાંદડાવાળા શાકભાજી સહિત તમામ પ્રકારના કઠોળ, એલોવેરા જ્યુસ, ફણગાવેલા અનાજ, સલાડ અને ઓટમીલ ખાવાથી પિત્તદોષ સંતુલિત થઈ શકે છે.
First published:

Tags: Acidity Problem, Anand, Ayurveda, Doctors, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો