Home /News /anand /

આણંદ: હવે ગાયોની ફિટનેસ ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાશે ડિજિટલ બેલ્ટ!

આણંદ: હવે ગાયોની ફિટનેસ ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાશે ડિજિટલ બેલ્ટ!

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Digital belt for Animal: ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આ ક્ષેત્રમાં માર્કેટ હોવાની ક્ષમતા જોઈ રહ્યા છે. કારણ કે આ ડિજિટલ બેલ્ટ માહિતી પશુપાલકોના મોબાઈલ પર આપે છે.

વડોદરા/આણંદ: આજકાલ લોકો પોતાની તબિયત પર દેખરેખ રાખવા માટે ફિટનેસ બેન્ડ (Fitness band)પહેરે છે. હવે ગાયની તંદુરસ્તી માટે પણ આવા બેન્ડનો ઉપયોગ થવા લાગ્યો છે. જેના કારણે ઉમરેઠ તાલુકાના શિલી ગામ (Shili Village)ના પશુપાલક કમલેશ પંડ્યાને તેમની કોઈ ગાય બીમાર પડવાની હોવાનો એક બે દિવસ પેહલા જ ખ્યાલ આવી જાય છે. ઈઝરાયલની ટેકનોલોજી પશુ પાલકોને પશુઓના સ્વાસ્થ્ય ટ્રેક કરવામાં મદદરૂપ થઇ રહી છે. આનંદમાં મિલ્કશેડમાં ગાયોના ગળા પર ડિજિટલ બેલ્ટ બાંધવામાં આવ્યા છે. ગાયોની શારીરિક હલચલથી ચિપ બેસાડેલા બેલ્ટ ડેટા મેળવે છે. ગાય બીમાર પડવાની હોય તો પશુ પાલકો અને આણંદમાં અમૂલ ડેરીના કૉલ સેન્ટર ને એલર્ટ મોકલે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર આ ક્ષેત્રમાં માર્કેટ હોવાની ક્ષમતા જોઈ રહ્યા છે. કારણ કે આ ડિજિટલ બેલ્ટ માહિતી પશુપાલકોના મોબાઈલ પર આપે છે. તેમાંથી અમુક કંપનીઓએ તો અમૂલ ડેરીનો સંપર્ક પણ કરી લીધો છે. તેમનો ટાર્ગેટ આવનારા એક વર્ષમાં એક લાખ પશુઓને આવરી લેવાનો છે.

બીમારી પહેલા જ સારવાર!


કમલેશ પંડ્યા 2008થી ડેરી ફાર્મ ચલાવે છે. તેઓ જણાવે છે કે, ગાયને જોઈને તે બીમાર હોવાની વાતનો ભાગ્યે જ ખ્યાલ આવે છે, પણ આ ટેકનોલોજી દ્વારા ગાય આવનારા અમુક દિવસમાં બીમાર પડવાની હોય તો મને મારા મોબાઈલ ફોનમાં એલર્ટ મળી જાય છે. તાવની તપાસ કરતા ખ્યાલ આવે કે તેનું શરીર ખૂબ ગરમ છે. આ ટેકનોલજીનો આ સૌથી મોટો ફાયદો છે. હું તેમને બીમાર પડતા પહેલા જ સારવાર આપવાનું શરૂ કરી શકું છું.

અમૂલ ડેરી એક લાખ પશુઓને આવરી રહી હોવાની વાતથી ટેલિકોમ કંપનીઓ ખૂબ ઉત્સાહિત છે. સૌથી મોટો ફાયદો એ છે કે, ગાયનું શરીર સેક્સ્યુલ રિસેપ્ટિવ હોય ત્યારે પશુપાલકોને એલર્ટ મળે છે. તે આર્ટિફિશિયલ ઇનસેમીનેશન તેના નિયત સમયે થઈ જાય અને પશુ સગર્ભા થવામાં મોડું ના થાય તેનું ધ્યાન રાખે છે. અહી ઉલ્લેખનીય છે કે, સાયલેન્ટ હિટ સાયકલ ચકાસવામાં થાપ ખાઈ જાય તો ડેરી ચલાવનારને વર્ષે 15000 રૂપિયાનું નુકસાન થાય છે.

અમુલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ કહે છે કે, જે રીતે તમારા હાથ પર રહેલા ફીટબિટ્સ તમને તમે કેટલા સ્ટેપ ચાલ્યા અને તમારું હાર્ટ રેટ શું છે? તે જાણવામાં મદદ કરે છે તે જ રીતે આ ડિજિટલ બેલ્ટ પશુ સરખી રીતે ખાય, પીવે તેમજ તે હલનચલન કરે છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે. તે પશુ ક્યારે સગર્ભા બન્યું અને ક્યારે કસુવવડ થઇ તેની પણ માહિતી રાખે છે.

આ પણ વાંચો: અમદાવાદ: ATM ફ્રોડમાં વ્યક્તિએ ગુમાવ્યા 14,000 રૂપિયા


વ્યાસ કહે છે કે, ઇઝરાયેલી ટેકનોલોજીને ભારતીય પરિસ્થિતિઓ અને વાતાવરણ પ્રમાણે બદલવામાં આવી છે. અમે દસ હજાર ડિજિટલ બેલ્ટનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાંથી 3,200 તૈયાર થઇ ગયા છે. એક વર્ષમાં એક લાખ પશુ કવર કરવાનો અમારો ટાર્ગેટ છે.

ટોપની ટેલિકોમ કંપનીઓએ એગ્રીમેન્ટમાં જોડાવા માટે સંપર્ક કર્યો હતો, આ વાતથી અમૂલ ડેરીના ઓફિસર અચંબામાં પડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ આ 10,000 ગ્રાહકોને એક લાખના બેઝ તરીકે જુએ છે, જે પછીથી તેમના સબસ્ક્રાઈબર બનશે."

તેમણે કહ્યું હતું કે, અત્યારે ડેરીધારકો પશુના ગળા પર બંધાયેલા ડિજિટલ ટ્રેક્ટર માટે પ્રતિદિન પાંચ રૂપિયા ખર્ચે છે. સમય સાથે જ્યારે વધુ પ્રમાણમાં બેલ્ટ તૈયાર કરવામાં આવશે અને ટેકનોલોજીમાં સુધારો આવશે તે સાથે અમે આ ખર્ચ પ્રતિદિન પ્રતિ પશુ 1 રૂપિયા જેટલો નીચે લાવવા માંગીએ છીએ.
First published:

Tags: Cow, Fitness, અમૂલ, આરોગ્ય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन