Home /News /anand /Nadiyad: મન હોય તો માડવે જવાય; અંધ હોવા છતા આ વ્યક્તિ નોટ માપીને કહી દે છે કેટલા રૂપિયાની છે નોટ
Nadiyad: મન હોય તો માડવે જવાય; અંધ હોવા છતા આ વ્યક્તિ નોટ માપીને કહી દે છે કેટલા રૂપિયાની છે નોટ
છેલ્લા પંદર વર્ષ થી રૂપિયાની પણ ભૂલ વગર આ અંધ સુરેશ દુકાન ચલવે છે
ચકલાસીનાં સાડી પુરા ગામે રહેતા સુરેશ વાધેલા બંને આંખે અંઘ હોવા છતા આત્મનિર્ભર છે.આજે કોઈ પણ નોટ હોય કે સિક્કો તેણે માત્ર સ્પર્શથીજ ઓળખી પાડે છે.અને પૈસાની લેન દેન કરી લે છે.માતા પિતાને ઘર ચલાવવામાં મદદ કરે છે.
Salim Chauhan, Anand: કહેવાય છે કે મન હોય તો માડવે જવાય, આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે.એક અંધ વ્યક્તિએ જેઓ જોઈ શકતા નથી પણ એક સામાન્ય માણસની જેમ તમામ દિનચર્યાનાકામ તો કરે જ છે.સાથે સાથે આત્મ નિર્ભર પણ છે.તેઓ કોઈ પર પોતાનું જીવન નિર્ભર રાખ્યું નથી. પોતેજ કમાઈ ને ખાવાની કાબિલીયત ધરાવે છે. નડિયીદના ચકલાસીનાં સાડી પુરા ગામમાં રહેતા સુરેશ નવીન વાઘેલાને બંને આંખે દેકાતું ન હોવા છતા તે એક દૂકાન ચલાવે છે.અને કોઈ પણ ભૂલ વગર પૈસા ગણીને ગ્રાહકોને આપે છે.
ચકલાસીનાં સાડી પુરા ગામે રહેતા સુરેશ માત્ર 7 ચોપડી ભણ્યા છે.સામાન્ય ભણતર મેળવવામાં નાનપણમાં તકલીફ થતી હોવાના કારણે તેઓએ અંધજન શાળામાં ભણવાનું શરૂ કર્યું હતું અને બ્રેઈન લીપીનું જ્ઞાન મેળવ્યું હતું.જેથી કરી તેઓ આજે કોઈ પણ નોટ હોય કે સિક્કો તેણે માત્ર સ્પર્શથીજ ઓળખી પાડે છે.અને પૈસાની લેન દેન કરી લે છે.જેથી ગ્રાહકોને પણ તકલિફ પડતી નથી.
સુરેશ વાધેલાને નાનપણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોઈ ન શકવાના કારણે ધર કે બહારનું કામ જાતેજ કરી શકતા ન હતા.તે સમયે માતા પિતાએ તેઓ માટે ધરમાં જ એક દૂકાન ખોલી આપવાનું વિચાર્યું હતું. જેથી કરી તે આ કામ કરતા શિખે અને સ્વનિર્ભર રહે.
કારણ કે તેઓ જોઈ શકતા ન હોવાથી ક્યાય કામ કરી શકવામા અસફળ હતા.જેથી માતા પિતાએ દૂકના ખોલી તેઓને દૂકાનમાં બેસી સામન આપવો પૈસા લેવા અને નાના મોટા કાર્યોની પ્રેક્ટિસ કરાવતા થયા હતા. શરૂઆતમાં તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતું ધીરે ધીરે તેઓ આ કામ માં એટલા માહિર થઈ ગયા કે આજે જે સામાન્ય વ્યક્તિ ન કરી શકે તે કામ તેઓ સરળતાથી કરી બતાવે છે.
આમ પોતાના ઘર માંજ દુકાન કરી અંધ સુરેશને ત્યાં બેસવા માટે બોલાવતા પોતાના પિતાના સાથ સહકારથી સુરેશને પૈસા કાપતા અને વસ્તુ આપતા ફાવી ગયું.અંધ સુરેશનો સ્વભાવ રમુઝી હોવા નાં કારણે ગામના લોકો એની પાસેથી વસ્તુ ખરીદવા નોઆગ્રહ રાખતા.આમ સુરેશે માતાપિતાની ચિંતા ઓછી કરી.સુરેશ પોતાની સૂઝ થી કામ કરવા લાગ્યો.નોટ હોય કે સિક્કા સુરેશ તેને ઓળખવા પોતાની અલગ અલગ ટ્રીક અપનાવી લોકોને અંચમ્બામાં મુકી દે છે.સુરેશ નોટની સાઈઝ માપી કહી દે છે કે તે નોટ કેટલા રૂપિયાની છે.
સવારના 6 વાગ્યે સુરેશ દુકાન પર બેસી જાય તો રાતના દશ વાગ્યા સુધી દુકાન પર બેસી ઘરમાં આર્થિક રૂપે મદદ કરે છે. માતા સુશીલાએ સુરેશ વિશે વધુમાં જણાવ્યું કેસુરેશની બંને આંખોની નશ નાનપણ થી જ સુકાયેલી હોવાના કારણે તેને બન્ને આંખે દેખાતું નથી.પરંતું તે તમામ કાર્ય જાતેજ કરી લે છે.
સુરેશના પિતા નવીનભાઈ કહે છે કે અમારો પુત્ર અંધ હોવા છતા અમારો સહારો બન્યો છે.તે ખુબજ મહેનતું છે.ધરની અને પોતાના માતા પિતાની ખુબજ સેવા કરે છે.અને પૈસા રડીને તેઓનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે. કેહવાય છે ને મન હોય તો માળવે જવાય આવું જ કઈ સાબિત કર્યું છે આ અંધ સુરેશે વાઘેલાએ અંધ હોવા છતાંકંઈ રીતે મદદરૂપ બનવું તેનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.