Home /News /anand /Anand: એક વખત આ મગ પુલાવ ચાખશો તો વળી વળીને ખાવા જશો, માત્ર 50 રૂપિયાની છે ડીસ

Anand: એક વખત આ મગ પુલાવ ચાખશો તો વળી વળીને ખાવા જશો, માત્ર 50 રૂપિયાની છે ડીસ

X
આ

આ મગ પુલાવ હેલ્થ માટે ફાયદારૂપ હોવાથી લોકો ખાવા નું પસંદ કરે છે

આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા જલારામ મગપુલાવની લારી આવે લી છે જેમાં માત્ર પચાસ રૂપિયામાં માગ પુલાવ વેચાય છે અને લોકો હોય કે વિદ્યાર્થી આ મગ પુલાવ ની મજા માણે છે.

    Salim chauhan, Anand: ગુજરાતના લોકો જમવાના ખુબજ મોજીલા હોય છે.તેની સામે જમવાનું નામ પડે એટલે તરતજ કઈક મસાલેદાર ,ચટપટુ અને પોષ્ટિક ખાવાનું યાદ કરી ખાવા પહોંચી જાય.તેવામાં હવે લોકો નોકરીયાત અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલ જીવન જીવી રહ્યા છે.આવી ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં જો ગુજરાતીઓને પોષ્ટિક આહાર મળી જાય તો ન પૂછો વાત.તેને તેઓ ચોક્સ ખાદ્યા વગર રહે નહી.તેવામાં જો વાત કરીએ તો આણંદના વિદ્યાનગર રોડ પર  મગ પુલાવ લોકોનું ફેવરીટ બની ગયું છે.માત્ર 50 રૂપિયામાં ભરપેટ ખાઈ શકો તેવી આ ડીસ છે.

    આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા જલારામ ફૂડ સ્ટોલ પર મગ પુલાવ મળે છે જેને ખાવા માટેે લોકોની લાંબી લાઈનો લાગે છે.જો વહેલા ન આવે કોઈ તો સમજો ખાલી હાથે પાછા ફરવું પડે છે.આ ફૂડ સ્ટોલના માલિક અક્ષય ઝાલા એ બે ત્રણ વર્ષ પેહલા આ મગ પુલાવ બનવાની શરુઆત કરી હતી. જેની આજે ખુબજ માંગ વધી છે.મગ પુલાવની ડીસના માત્ર 50 રૂપિયા હોવાથી લોકોને પણ ખાવામાં અનુકુલ રહે છે.

    આ મગ પુલાવ હેલ્થ માટે ફાયદારૂપ હોવાથી અહીંયા વિદ્યાનગરનાં વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગના લોકો બપોરના સમયે નાસ્તો કરતા હોય છે.એમના એક ગ્રાહક સાથે વાત કરતા જાણવા મળ્યું કે બપોરે નોકરીનાં સમયમાં બ્રેકનો ટાઇમ બહુ ઓછો મળે છે ત્યારે અમે અમારી હેલ્થ જળવાઈ રહે તે માટે આ ફૂડ ખાવાનું પસંદ કરીએ છીએ. અને વિક માં બે ત્રણ વાર અહીંયા નાસ્તો કરવા આવીએ છે.

    આ ડીસ માત્ર પચાસ રૂપિયામાં મળે છે અને આ એક ડીસમાં તો પેટ ભરાઈ જાય છે તેમ જણાવ્યું હતું. અક્ષય ભાઈની જલારામ મગ પુલાવ માત્ર ચાર કલાક જેટલા સમય માટે ખોલવામાં આવે છે સવારના 10 વાગ્યા થી બપોર નાં 2 વાગ્યા સુધી માં અહીંયા લોકો નાસ્તો કરવા આવે છે વિદ્યાનગરમાં ભણતા વિદ્યાર્થી હોય કે નોકરી કરતો વર્ગ આ મગ પુલાવ ની ડીસ બધા લોકો ખાવાનું પસંદ કરે છે આ ડીસમાં ખાસ પ્રકારના તીખા મસાલા પણ નાખવામ માં આવે છે જેના લીધે ટેસ્ટ પણ લોકો ને ખુબ ભાવે છે.

    અક્ષય ઝાલા આ વ્યવસાયમાં અંદાજે ત્રણ વર્ષથી જોડાયેલા છે અને આ વ્યવસાય આજે વિદ્યાનગરમાં ખુબ ટ્રેડિંગમાં છે. અને આ વ્યવસાયથી માત્ર 4 કલાકમાં અક્ષય ભાઈ 1500 રૂપિયાનો ધંધો કરી લે છે. આ મગ પુલાવ બનવાની રીત એકદમ સરળ હોવાથી માત્ર 4-5 મિનિટમાં બની જાય છે.

    જાણો શું છે રીત

    સૌથી પેહલા સલાડ સમારી ટામેટાં ડુંગળી પેપ્સિકમ મરચા ને ઓછા તેલ માં ફ્રાય કરવામાં આવે છે ત્યાર બાદ બાફેલા ચોખા અને બાફેલા મગ ઉમેરવામાં આવે છે અને સ્વાદ અનુસાર ગરમ મસાલો અને ધાણાજીરું પાઉડર,હળદર મરી,મસાલો નાખી તેને ગરમ કરવા માં આવે છે અને મિક્ષ થઈ ગયા બાદ એક પ્લેટ માં દહી અને રતલામી સેવ નાખી ડીશ તૈયાર કરવામાં આવે છે આ રીતે મગ પુલાવ માત્ર 5 મિનિટ માં લારી પર તૈયાર થઈ જાય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Fast food, Local 18

    विज्ञापन
    विज्ञापन