Home /News /anand /Anand: શિયાળામાં આ કઠોળનું સેવન કરો અને રોગને કહો ટાટા..બાય..બાય!

Anand: શિયાળામાં આ કઠોળનું સેવન કરો અને રોગને કહો ટાટા..બાય..બાય!

સોયાબીનને ખોરાકમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો.

સોયાબીનમાં ભરપૂર માત્રમાં પ્રોટીન સહિતના તત્વો છે.સોયાબીનના સેવનથી અનેક રોગ અને શરીરના વિકાસમાં ફાયદો થાય છે.નિતમિત સોયાબીનનું સેવન કરવાથી રોગ દૂર રહે છે.

    Salim chauhan, Anand: દરેક ઘરમાં ઘણા બધા કઠોળ જોવા મળે છે. કઠોરનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.આહારમાં લેવાથી અનેક પોષકતત્વો મળે છે. પરિણામે ભરપૂર સ્વાસ્થ્ય લાભ મળે છે. બીમારીઓને દૂર કરવામાં પણ આવા કઠોળ ઉપયોગી થતા હોય છે.

    આ કઠોળની અંદર અદ્ભુત તાકાત રહેલી હોય છે. પરંતુ સોયાબીનમાં પણ ખુબ જ પોષકતત્વો છે. આ સોયાબીનને ખોરાકમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો. આ સોયાબીનની અંદર ખુબ જ સારા એવા પ્રમાણની પ્રોટીન જોવા મળતું હોય છે. જે ઈંડા કે માસ કરતા પણ વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે.

    સોયાબીનમાં ક્યાં ક્યાં તત્વો છે જાણો

    સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. જેની અંદરથી તમને બીજા પોષકતત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. જેથી તમારા સ્વાસ્થ્ય માટે તો તે આયુર્વેદનો ખજાનો છે. સોયાબીનથી ખુબ જ સારા એવા ફાયદા મળતા હોય છે. આ સોયાબીન શરીરને ઘણા રોગોથી બચાવશે. જેમાં રહેલા વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન ઈ, મિનરલ્સ તેમજ એમીનો એસીડ ખુબ જ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે શરીરની વિવિધ જરૂરિયાત સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી થાય છે.

    3 ઈંડાનું પ્રોટીન 100 ગ્રામ સોયાબીનમાં હોય

    સોયાબીન શાકાહારી હોવાથી બધા જ લોકો તેનું સેવન કરી શકે છે.શરીરને પ્રોટીનયુક્ત આહાર માટે આ બેસ્ટ ખોરાક છે. આ સોયાબીનનું સેવન કરવાથી શારીરિક વિકાસ, ત્વચાની સમસ્યાઓ તેમજ વાળની સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય છે. સોયાબીન એક મહત્વપૂર્ણ ખોરાકનો સ્ત્રોત છે. જેની અંદર રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તેમજ ચરબી મળે છે, જેનાથી શરીરને મજબુત રાખી શકાય છે. અન્ય પદાર્થ સાથે પ્રોટીન સરખામણી કરવામાં આવે તો એટલું 3 ઈંડાની અંદરથી પ્રોટીન મળે છે, એટલું માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળે છે.એક લીટર દૂધમાંથી એટલું પ્રોટીન મળે છે એ માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળી શકે ચ. 150 ગ્રામ માસમાંથી જેટલું પ્રોટીન મળે છે એટલું માત્ર 100 ગ્રામ પ્રોટીનમાંથી મળે છે.

    સોયાબીનમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે

    સોયાબીન ખુબ ઉપયોગી અને ભરપૂર ઉર્જા અને પ્રોટીનનો સ્ત્રોત છે. સોયાબીન ખુબ જ ઉપયોગી થતા હોવાને લીધે દરરોજના 100 ગ્રામ સોયાબીનનું સેવન મદદરૂપ થશે. શરીરમાં સોયાબીન રોગની અંદર ઉપયોગી થતા હોય તો તે કેન્સરને રોકવામાં ઉપયોગી છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય હાડકાને મજબૂત રાખવા માટે પણ સોયાબીન ઉપયોગી છે. પ્રોટીન વાળા આ સોયાબીનનું સેવન તમે કરશો, તો તેનાથી પાચનક્રિયા ઠીક કરવામાં મદદ કરશે.સોયાબીનનાં સેવનથી કોષોના વિકાસને રોકવામાં અને તેને નુકસાન થતા રોકવામાં મદદરૂપ થશે.સોયાબીનનાં સેવનથી તમારા મગજના સંતુલન જાળવવામાં મદદ મળે છે. મગજને સ્વાસ્થ્ય તેમજ હ્રદયની બીમારીઓ સામે રક્ષણ માટે સોયાબીન ઉપયોગી છે.

    રાતે પલાળી સવારે આહારમાં લઈ શકાય છે

    સોયાબીનનું સેવન કરવું જરૂરી છે. રાત્રે સુતા પહેલા એક વાસણની અંદર સોયાબીન રાખી શકો છો. 100 ગ્રામ જેટલા પ્રમાણમાં સોયાબીન પલાળી દેવા અને સવારે ઉઠ્યા બાદ નાસ્તામાં સોયાબીનનું સેવન કરવું.આમ, આ રીતે સોયાબીનનો ઉપયોગ કરી શકો છો અને તેના ભરપૂર ફાયદા પણ મેળવી છે. સોયાબીનના સેવનથી શરીરમાં કોઈ તકલીફ નહિ આવે તેમજ ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ મળશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Local 18, Winter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन