આ ડીવાઈઝ થકી ઘણા દર્દી ને અને ડોક્ટર વચ્ચે કોમ્યુનિકેશન સરળ રીતે થઈ શકશે
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીનાં એમબીઆઇટીનાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પેરેલાઇઝ દર્દી માટે એક પ્રોજેક્ટ બનાવમાં આવ્યો છે. પ્રોજેક્ટનાં ડીવાઈસની મદદથી સરળ રીતે દર્દી અને ડોક્ટર વચ્ચે કોમ્યુનિકેશન કરી શકાશે.
Salim chauhan, Anand: વિદ્યાનગરનાં એમબીઆઇટીનાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ બાલદા, હસીલ ભાભણીયા અને ઓમ પ્રજાપતિએ કોલેજનાં અધ્યાપક મિહિર રાજગુરુનાં માર્ગદર્શન હેઠળ મોશન ડિટેક્શન સિસ્ટમ ફોર પેરેલાઈઝ પેશન્ટ નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં દર્દી અને ડોક્ટર ડીવાઈસની મદદથી સરળ રીતે મેસેજથી કોમ્યુનિકેશન કરી શકશે અને પરેલાઈઝ દર્દીની જરૂરિયાત સમજી શકાય છે.આ પ્રોજેક્ટ બનવાનો વિચાર હર્ષ બાલદાને એક હોસ્પિટલની વિઝિટ દરમિયાન આવ્યો હતો. જેના થકી આ પ્રોજેક્ટ કોલેજનાં અધ્યાપકોના માર્ગ દર્શન હેઠળ બનાવ્યો છે.
આ પ્રોજેક્ટનાં ફાયદા અનેક છે
આ પ્રોજેક્ટ થકી બોલીનાં શકાય તેવા દર્દી માટે ઉપયોગી બનશે. પરેલાઇઝ લોકો અને ડોક્ટર વચ્ચે પણ સરળ રીતે મેસેજ આપી શકે છે. આ સિવાય દર્દીને ઘરમાં રાખવામાં આવે તો પરિવારના લોકોને પણ આ પ્રોજેક્ટ ફાયદારૂપ બનશે. આ પ્રોજેક્ટમાં દર્દીની જરૂરિયાત મુજબ પણ મેસેજ સેટ કરી શકાય છે. હાલ આ પ્રોજેક્ટમાં પાંચ મેસેજ સેટ કરવામાં આવ્યા છે.
જેનાથી દર્દીની જરૂરિયાત સમજી શકાય છે. અને આ ડીવાઈઝ થોડા દૂરનાં અંતરમાં પણ કામ કરી શકે છે. જેનાથી દર્દી દૂર હોય તો પણ મેસેજ સ્ક્રીન પર જોઈ શકાય છે.હર્ષ બાદલાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટને ડેવલપ કરવામાં આવશે. જેમાં જયરોસ્કોપની મદદ થી વોઇસ પણ મોકલી શકશે. જેનાથી ખૂબ સરળ રીતેનાં બોલી શકતા લોકો કે પરેલાઈજ થયેલ દર્દી ને સરળતા થી સમજી શકાશે.
આ પ્રોજેકટ પાછળ આટલો ખર્ચ થયો
આ પ્રોજેક્ટ બનાવામાં વિદ્યાર્થીને 2 હજાર જેટલો ખર્ચ થયો છે. હર્ષ બાદલાએ જણાવ્યું કે, જો આ પ્રોજેક્ટને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાર પાડવામાં આવે તો આ ખૂબ નજીવા દરે બજારમાં ઉપલબ્ધ થઈ શકે તેમ છે અને ઘણા દર્દી ને ઉપયોગી બની શકે છે. આ પ્રોજેક્ટમાં હાથનાં મોજામાં ડીવાઈસ ફીટ કરવામાં આવ્યું છે. જેમાં દર્દી પોતાના હાથ વડે મેસેજ અન્ય વ્યક્તિને આપી શકે છે.
આ પ્રકારે કામ કરે છે
આ પ્રોજેક્ટમાં હાથમાં પેહરતા ગલબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં એક ડીવાઈઝ ગલબ્સમાં લગાવામાં આવ્યું છે. જેમાં બે નોડ એમ સી યુ ડીવાઈસ મૂકવામાં આવ્યા છે. જે નોડ એમ સી યુ ડેટા એકત્રિત કરી વાઇફાઇ દ્વારા ડેટા બેઝમાં અપડેટ કરી શકે છે. ડેટા બેઝ ડાયરેક્ટ રિયલ ટાઇમમાં રીસીવર દ્વારા ટ્રાન્સફર થાય છે અને ડોક્ટરની સ્ક્રીન પર મેસેજ મોકલે છે.