Home /News /anand /આણંદમાં આવો તો જોલી બહેને બનાવેલા સેવ ઉસળ ખાવાનું ચૂકી ન જતા; ટેસ્ટમાં છે જાદુ
આણંદમાં આવો તો જોલી બહેને બનાવેલા સેવ ઉસળ ખાવાનું ચૂકી ન જતા; ટેસ્ટમાં છે જાદુ
આંણદના વિદ્યાનગર ખાતે કોલેજીયન પોઇન્ટ ચલાવતા જોલી બહેની.જેઓ એ કઠીન પરિસ્થિતિઓનો સામનો કરી આજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.જોલી બહેનના કોલેજીયન નાસ્તા હાઉસમાં મળતા સેવ ઉસળ ખુબજ પ્રખ્યા છે.
આંણદના વિદ્યાનગર ખાતે કોલેજીયન પોઇન્ટ ચલાવતા જોલી બહેની.જેઓ એ કઠીન પરિસ્થિતિઓનો સામનો કરી આજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.જોલી બહેનના કોલેજીયન નાસ્તા હાઉસમાં મળતા સેવ ઉસળ ખુબજ પ્રખ્યા છે.
Salim Chauhan, Anand: કહેવાય છે કે પરિસ્થિતિ જીવનમાં બધું જ શીખવાડી દે છે. વાત છે આંણદના વિદ્યાનગર ખાતે કોલેજીયન પોઇન્ટ ચલાવતા જોલી બહેની.જેઓ એ કઠીન પરિસ્થિતિઓનો સામનો કરી આજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.જોલી બહેનના કોલેજીયન નાસ્તા હાઉસમાં મળતા સેવ ઉસળ ખુબજ પ્રખ્યા છે. અહી સેવ ઉસળ ખાવામાં લોકોની લાંબી કતારો લાગે છે.
જોલી બહેની વાત કરવામાં આવે તો આજથી 5 વર્ષ અગાઉ તેમના પતિનું હાર્ટ અટેક આવતા અવસાન થઈ ગયું હતું.પતિના અવસાન બાદ બે બાળકો સાથે તેઓ નિરાધાર થઈ ગયા હતા. આર્થિક તંગી અને ભારે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેઓના પતિએ શરૂ કરેલા નાસ્તા હાઉસની કમાન પોતે સંભીણી હતી.જેની મદદથી આજે તેઓ સ્વનિર્ભર છે અને તેમના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા મોકલ્યો છે.
વર્ષ 2004માં તેઓના પતિ હરીશ ભાઈ મહારાજે વિદ્યાનગરમાં કોલેજીયન પોઈન્ટ નામની નાસ્તા હાઉસની શરૂઆત કરી હતી.જ્યા કોલેજના વિદ્યાર્થીઓ નાસ્તો કરવા આવતા હતા જેને ધ્યાનમા રાખી આ નાસ્તા હાઉસનું નામ જ કોલેજીયન પોઈન્ટ રાખી દીધું હતું. તેઓ પોતાના પરીવાર સાથે ખુબજ સારૂ જીવન જીવી રહ્યા હતા.ત્યારે 2017માં તેઓને હાર્ટ અટેક આવતા તેઓનું અવસાન થઈ ગયું હતું.
પરીવારમાં એક માત્ર વ્યક્તિ કમાનારા તેઓ એકલાજ હતા.તેઓના અવસાન બાદ તેઓનો પરીવાર નિરાધાર થઈ ગયો હતો.પરંતું તેઓની પત્ની જોલીબહેને હિમ્મત ન હારી જાતે જ આ નાસ્તા હાઉસ પર બેસવાની શરૂઆત કરી હતી.અને પોતાના પરીવારની કમાન સંભાળી લીધી હતી.પરીવારમાં એક દીકરી અને એક દીકરાને સારૂ શિક્ષણ મળે તે માટે તેઓ રાત દિવસ એક કરી મહેનત કરે છે.તેઓની આ મહેનત આજે રંગ લાવી છે. તેમના પુત્રને તેઓએ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા મોકલ્યો છે.જ્યા તે MBBS કરી રહ્યો છે.
વિદ્યાનગરની કોલેજીયન નાસ્તા હાઉસમા દૂર દૂરથી લોકો સેવ ઉસળ ખાવા આવે છે.જોલી બહેનને તેઓના આ કામ અંગે પુછતા તેઓએ જણાવ્યું હતું કે આજના યુગમાં કોઈ પણ મહિલાને બેસી ન રેહવું જોઈએ કઈક કરી ને પરીવારને આર્થિક રીતે મદદ કરવી જોઈએ.જીવનમાં બધુજ શક્ય છે બસ તમારે હોંસલો રાખવાની જરૂર હોય છે.ત્યારે તેઓ દ્વારા કરતા આ કામને લોકો આજે બીરદાવી રહ્યા છે.અને તેમનાથી અન્ય લોકો પણ પ્રેરણા લે તેવું કહી રહ્યા છે.