દેશ હિત માં બ્લડ ની અછત દૂર થાય તેવા હેતુ થી બ્લડ ડોનટ કરાયું
આણંદ શહેરનાં સુન્ની મુસ્લિમ વ્હોરા સુધારક મંડળ દ્વાર પ્રજાસતાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્ત થેલેસેમિયાનાં દર્દી માટે એકત્ર કરાયું છે.
Salim Chauhan, Anand: આણંદ શહેરમાં પ્રજાસતાક પર્વ નિમિતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ પર્વ નિમિતે દેશનાં હિત માટે મુસ્લિમ વ્હોરા સમુદાયનાં લોકોએ નવા વિચાર સાથે દેશ હિત માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયાનાં દર્દી માટે બ્લડની થતી અછત સામે પહોચી શકાય તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક સમાજનાં લોકો જોડાયા
આણંદમાં આવેલ આયાત હોસ્પિટલ અને ઇન્દુવોલેનટરી સેન્ટરના સહકારથી સુન્ની વ્હોરા સુધારક મડળ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજનાં લોકોએ બ્લડ ડોનેશન અને ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો.
સમાજના; કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે
સુન્ની વ્હોરા સુધારક મંડળનાં કોમ્યુનિટી હોલનું નિર્માણ થઇ જવા રહ્યું છે. ત્યારે આ વર્ષે પ્રમુખ દ્વારા ઉજવણીનાં ભાગરૂપે આ ખાસ આયોજન થકી માધ્યમ વર્ગનાં લોકોને ફ્રી માં હેલ્થ ચેકઅપ કરવાનો લાભ મળી શકે અને આ દિવસે બ્લડ ડોનેશન થકી દેશ હિત માટે બ્લડ ડોનેશન કરી દેશની સેવા કરવાનો મોકો મળી શકે તે માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
ફ્રી મેગા મેડિકલ ચેકઅપમાં અનેક સારવાર મળી રહે તે માટે આયાત હોસ્પિટલ થકી જુદા જુદા વિષય નાં ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડેન્ટલ, સર્જરી, ફિજીશિયન,સ્કિન, ઓર્થોપેડીક લગતી બીમારી વિશે ફ્રીમાં ડોક્ટરની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.