Home /News /anand /આણંદમાં સ્મૃતિ ઇરાનીએ માણી પાણીપુરીની લિજ્જત, જુઓ વીડિયો

આણંદમાં સ્મૃતિ ઇરાનીએ માણી પાણીપુરીની લિજ્જત, જુઓ વીડિયો

સ્મૃતી ઇરાનીનો વાયરલ વીડિયો

વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, સ્મૃતિ ઇરાની ભરબજારમાં પાણીપુરી ખાઇ રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

    આણંદ: હાલ રાજ્યભરમાં તમામ પાર્ટીઓનાં શિર્ષ નેતા આવીને પોતાના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આણંદમાં સ્મૃતિ ઇરાનીએ કોન્વોય રોકીને પાણીપુરીની લિજ્જત માણી હતી. સ્મૃતિ ઇરાની આણંદ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલનાં કાર્યાલયના ઉદ્ધાટન બાદ નિકળતી વખતે પાણીપુરી ખાવા કારમાંથી નીચે ઉતર્યા હતા. જે જોવા લોકો પણ ટોળે વળ્યા હતા.

    વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, સ્મૃતિ ઇરાની ભરબજારમાં પાણીપુરી ખાઇ રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, આણંદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन