Home /News /anand /Anand: ઉત્તરાયણમાં લાઉડ સ્પીકર-ડીજે પર પ્રતિબંધ, ઉશ્કેરણીજનક લખાણો પર મનાઈ

Anand: ઉત્તરાયણમાં લાઉડ સ્પીકર-ડીજે પર પ્રતિબંધ, ઉશ્કેરણીજનક લખાણો પર મનાઈ

ઉતરાયણ તહેવાર માં મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, 

આણંદમાં ઉત્તરાયણ દરમિયાન મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, રસ્તા પર પતંગ ચગાવવા અને ઉશ્કેરણીજનક લખાણો લખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું.

Salim chauhan, Anand: આણંદમાં ઉત્તરાયણને આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે, આ તહેવારની ઉજવણીના આગલા દિવસોમાં જ લોકો જાહેર રસ્તા પર કે ધાબા પર પતંગ ચગાવે છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે મોટા અવાજે ડીજે વગાડતા હોય છે. જેમાં કેટલીક વખત કાયદો અને વ્યવસ્થા ડહોળાઇ છે. આથી, વહીવટી તંત્ર દ્વારા આવી અનેક પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આણંદમાં ઉત્તરાયણને આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે, આ તહેવારની ઉજવણીના આગલા દિવસોમાં જ લોકો જાહેર રસ્તા પર કે ધાબા પર પતંગ ચગાવે છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે મોટા અવાજે ડીજે વગાડતા હોય છે. જેમાં કેટલીક વખત કાયદો અને વ્યવસ્થા ડહોળાય છે. આથી, વહીવટી તંત્ર દ્વારા આવી અનેક પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આણંદમાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી દરમિયાન લોકો જાહેર માર્ગો ૨સ્તાઓ કે મકાનના ભયજનક ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિ ઓને જાનનું જોખમ ઉભું થવાની સંભાવના રહેલી છે તેમજ કેટલાક લોકો આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય, જાહેર માર્ગ-રસ્તા ઉપર પતંગ ઉડાડતા હોય છે.

કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી લઈને આમતેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે. જેના કારણે ટ્રાફીક અવરોધ ઉભો ક૨તા હોય છે. તેમજ રસ્તાઓ ઉપ૨ ગલીઓમાં ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તારના લંગર નાખી ટેલીફોન-ઈલેકટ્રીક તારમાં ભરાયે લા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલીફોનઈલેકટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટસર્કીટ ના કા૨ણે તાર તુટી જવાના કા૨ણે અકસ્માતો સર્જાવા ના ગંભી૨ બનાવો બનતા હોય છે અને અકસ્માત થવાની સંભવાનાઓ રહેલી છે. આ ઉપરાંત જાહેર માર્ગો ઉપર ઘાસચારાનું વેચાણ કરતા હોય છે અને આમ જનતા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોય છે. જેને લીધે જાહે૨માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે.

આ તમામ બાબતોને ધ્યાને લઈ અધિક મેજીસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં કોઈ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, રસ્તા, ફુટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપ૨ ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા, કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ,

વાસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવીને આમતેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉ૫૨ દોડાદોડી કરવા ઉપર તેમજ ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર લોખંડ કે કોઈપણ ધાતુના તા૨, લંગર(દોરી) નાખવા ઉ૫૨ તેમજ તા૨માં ભરાયેલા પતંગ કે દોરી કાઢવા ઉ૫૨, કોઈપણ વ્યકિતઓ દ્વારા જાહેર માર્ગ ઉ૫૨ ઘાસચારાનું વેચાણ કરવા ઉપર તેમજ જાહેર રસ્તા ઉપ૨ ગાયો પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોધ ઉભો ક૨વા ઉ૫૨ 20મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
First published:

Tags: Anand, Local 18, Loudspeaker, Uttarayan