Home /News /anand /VIDEO: ઉંઢેરા ગામે ગરબા મહોત્સવમાં હુમલો કરનારની ધોલાઈ, ચમત્કર મળતા નમસ્કાર કરવા લાગ્યા

VIDEO: ઉંઢેરા ગામે ગરબા મહોત્સવમાં હુમલો કરનારની ધોલાઈ, ચમત્કર મળતા નમસ્કાર કરવા લાગ્યા

ખેડાના ઉંઢેલા ગામમાં પથ્થરમારા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

Stone pelting in Navratri: ખેડાના ઉંઢેલા ગામમાં પથ્થરમારા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પથ્થરમારા મામલે 150 લોકોનાં ટોળાં સામે ગુનો નોંધ્યો છે. ત્યાં જ આ ઘટનામાં અત્યાર સુધીમાં 43 લોકોના નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન થયેલ પથ્થરમારાની ઘટના હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

    આ પથ્થરમારામાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે કેટલાક આરોપીઓની પકડી પાડ્યા છે. અને ગામ લોકોની હાજરીમાં જ તેઓને પરચો આપ્યો છે. જેથી કરીને ગામમાં આ પ્રકારની ઘટના ફરીથી બને નહીં.

    ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરનાર કેટલાક લોકોને પોલીસે પકડી પાડ્યા હતા અને તેમને ગ્રામજનોની સામે જ સજા આપી હતી. પોલીસે આરોપીઓને ગ્રામજનોની સામે જ ગામના એક ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધીને ડંડા ફટકાર્યા હતા. જોકે આ દરમિયાન ગ્રામજનો પણ ત્યાં હાજર હતા અને તેઓ પોલીસની કામગીરીને વખાણી રહ્યા હતા. તો બીજી તરફ આરોપીઓ પણ પોલીસ સમક્ષ કબૂલી રહ્યા હતા કે તેઓ હવે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાને અંજામ નહીં આપે અને ગ્રામજનો પાસે પણ હાથ જોડીને માફી માંગી રહ્યા હતા.



    ખેડાના ઉંઢેરા ગામમાં પથ્થરમારા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પથ્થરમારા મામલે 150 લોકોનાં ટોળાં સામે ગુનો નોંધ્યો છે. ત્યાં જ આ ઘટનામાં અત્યાર સુધીમાં 43 લોકોના નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ પથ્થરમારાની ઘટનામાં 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

    આ પણ વાંચો- અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વેપારીના 14 લાખ 70 હજાર ભરેલી બેગ લઇ ચોર ટોળકી ફરાર

    આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, ગામમાં જ્યારે નવરાત્રી ચાલી રહી હતી તે દરમિયામન આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા હતા. આ લોકોએ ગરબામાં અડચણરૂપ બન્યા હતા. જેથી પહેલા ગામના લીડરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યા ન હતા. આ લોકો થોડા પાછળ જઇને લોકો સામે પથ્થરમારો કર્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat police, આણંદ, ખેડા, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन