આણંદના છાયડો નામના વૃદ્ધ આશ્રમ માં છેલ્લા ઘણા સમય થી વિકલાંગ વૃધ કરે છે વસવાટ
આણંદમાં સાંઈબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા છાંયડો નામનું વૃદ્ધા આશ્રમ ચલાવવામાં આવે છે. અહીં વિકલાંગ વૃદ્ધ રહે છે અને જમવાની, રેહવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. હાલ અહીં 7 વૃદ્ધ છે.આ સંસ્થા 15 વર્ષથી કાર્યરત છે.
Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં અનેક સંસ્થા કાર્યરત છે અને લોકો માટે ઘણા સેવાનાં કામ કરે છે. અહીં સાઈબાબા જન સેવા સંસ્થા કાર્યરત છે.આ સંસ્થા અનેક સેવાકીય કાર્ય કરે છે.સાંઈબાબા મંદિરનાં પટાંગણમાં આવેલા છાંયડો વૃદ્ધા આશ્રમ ચલાવવામાં આવે છે.અહીં અનેક વિકલાંગ વૃદ્ધ રહે છે. આ સંસ્થા વૃદ્ધને સહારો આપે છે અને જમવાથી લઈને રેહવાની તમામ સુવિધા પુરી પડે છે. છેલ્લા 15 કરતા વધારે વર્ષથી ચાલે છે. આજે આ આશ્રમ વૃદ્ધ વિકલાંગનો સહારો બન્યુ છે.
સાંઈબાબા જન સેવા સંસ્થાના અનેક કર્યો
સાંઈબાબા જન સેવાનાં કર્યોની વાત કરીએ તો, આ સંસ્થા અનેક સેવાનાં કર્યો સાથે સંકળાયેલી છે, જેમાં ભૂખ્યાને ભોજન,દર્દીને દવા, અસ્થી વિસર્જન, પશુ માટે પાણીનાં કુંડ સહિતના અનેક સેવાકીય કર્યો કરે છે.આમ સાંઈબાબા જન સેવા સંસ્થા અનેક અનાથ બાળકો, વિકલાંગ વૃદ્ધ બધા માટે ઉત્તમ કામગીરી કરે છે.
આશ્રમમાં હાલ 7 જેટલા વૃદ્ધ રહે
છાંયડો નામના આશ્રમમાં હાલ 7 જેટલા વૃદ્ધ રહે છે.જેમને આંખે દેખાતું ન હોય તેવા પણ વૃદ્ધ અહીંયા રહે છે.સંસ્થામાં એક અંધ સેવક રમણભાઈ નાઈ જેવો હિંમતનગરનાં છે. તેવો એક આંખે અંધ છે, છતાં થોડું બીજી આંખે જોઈ શકે છે અને અન્ય વૃદ્ધને ચા- પાણી, નાસ્તો, જમવા લઈ જવા જેવી કામગીરી કરી છે. અન્ય વૃદ્ધને સહારો આપી રહ્યા છે.
અનેક વૃદ્ધની અંતિમ વિધિ સંસ્થાએ કરી
સંસ્થાનાં સભ્ય નીરજ પંડ્યાએ જણાવ્યું હતું કે, જો કોઈ વિકલાંગ વૃદ્ધને અહીંયા રાખવામાં આવે તે પેહલા તેની ચકાસણી થાય છે. અને ત્યારબાદ હેફિડેટ કરી અહીંયા આશરો આપવામાં આવે છે. અહીં તમામ સુવિધા મળે અને તેનું જીવન શાંતિમય ગુજારે તેવા પ્રયાસ કરવામાં આવે છે. ઘણા વૃદ્ધ અહીંયા આવ્યા પછી પાછા પરત ફર્યા પણ નથી અને તેમની અંતિમ વિધિ સંસ્થાએ કરી ફરજ અદા કરી છે.