Home /News /anand /Anand: પક્ષીઓના ફોટો પાડવા હોય તો અહીં પહોંચી જાવ, મજા પડી જશે!

Anand: પક્ષીઓના ફોટો પાડવા હોય તો અહીં પહોંચી જાવ, મજા પડી જશે!

X
છીછરું

છીછરું પાણી અને તળાવનો મોટો વિસ્તાર હોવાના કારણે અહીંયા વિદેશી પક્ષી આવે છે

ખેડાના માતર તાલુકામાં પરીએજ તળાવ આવેલું છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારમાંથી લોકો પક્ષી નિહાળવા પહોંચે છે.તેમજ પક્ષીપ્રેમીઓ ફોટોગ્રાફી પણ કરે છે.

Salim chauhan, Anand: શિયાળાની શરૂઆત થતાં માતર તાલુકાના પરીએજ ગામના તળાવમાં વિવિધ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. છેલ્લા ઘણા વર્ષથી અહીં વિદેશી પક્ષી આવે છે. પક્ષીપ્રેમીઓ અહીં આવી પિકનિકની મજા માણે છે.આ સ્થળને વન વિભાગ દ્વારા વિકસાવામાં આવ્યું છે અને અહીં સુંદર રીતે આયોજન પુર્વક શાંત વાતાવરણમાં પક્ષી પ્રેમી પક્ષી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

પરીએજ તળાવનો ઈકો ટુરિઝમમાં સમાવેશ

ચરોતરની આન,બાન અને શાન ગણાતું માતરનું પરીએજ તળાવનો ઈકો ટુરિઝમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.



ખેડા જિલ્લાનુ પક્ષીઓ માટેનુ એક માત્ર સ્વર્ગ સમાન તળાવ છે.તળાવની ફરતે વિવિધ પક્ષીઓ આવે છે અને તળાવના પાણીમાં કલરવ કરતા જોવા મળે છે. જેના કારણે વાતાવરણ કઈક નોખુ લાગે છે.

ભાલ અને સૌરાષ્ટ્રનાં ગામડાને પાણી પૂરું પાડવામાં આવે

આ તળાવમાંથી ભાલ અને સૌરાષ્ટ્રનાં ગામડાને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પરીએજ તળાવનું પાણી નેહરો થકી ભાલ વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે.



આ પરીએજનાં જળાશયને વેટલેન્ડ નેશનલ ઇમ્પોટન્ટ જળાશયમાં પણ સામેલ કરાયું છે. રજાનાં દિવસોમાં અમદાવાદ, બરોડા, આણંદમાથી પ્રવાસી આવે છે. રવિવારના દિવસે ભીડ જોવા મળે છે.



વિવિધ પ્રજાતિના પક્ષીઓને નિહાળવા લોકો ઉમટી પડે

પરીએજ વેટલેન્ડ પર ફ્લેમિંગો, યાયાવર, સિગપર,ચેતવા, પેંણ, ગિરિજા, મોટા ગડેરા, દયણો, અને સ્થાનિક મોટા હંસ પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને બીજા અન્ય પ્રકારના પક્ષી જોવા મળે છે.



વિવિધ પ્રજાતિના પક્ષીઓને નિહાળવા પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં રજાનાં દિવસે પક્ષી નિહાળવા આવતા હોય છે.
First published:

Tags: Birds, Kheda, Local 18

विज्ञापन