Home /News /anand /Anand: શું તમને પણ અવનવી સાડીઓ પહેરવાનો શોખ છે; આ સાડી બેંકમાં મળી રહી છે યુનિક સાડીઓ

Anand: શું તમને પણ અવનવી સાડીઓ પહેરવાનો શોખ છે; આ સાડી બેંકમાં મળી રહી છે યુનિક સાડીઓ

સિલ્ક,નેટ,,જરીભરત,પ્રિન્ટપતોડા, જેવી સાડીઓ પણ આ સાડીબેંક માં મળી રેહશે

આણંદના જલારામ મંદિર ખાતે આ સાડીબેંક આવેલી છે. આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા  સાડીબેંકનો અનોખી સેવા શરૂ કરવામાં આવી છે.

Salim Chauhan, Anand:  આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારાસાડી બેંકનીઅનોખી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી.અત્યાર સુધી આપણે બ્લડ બેંકકે પૈસાની બેંક જોઈ હસે પણ આ સાડી બેંક શબ્દ સાંભળી નવાઈ લાગે. આણંદના જલારામ મંદિર ખાતે આ સાડીબેંક આવેલી છે.આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડીબેંકનો અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ વર્ગનાં લોકોને લગ્ન પ્રસંગમાં અવનવી સાડી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડતા હોય છે.

જોકે લગ્ન બે કે ત્રણ દિવસનાં જ હોય પણ આવા પ્રસંગ માં સાડી માટે ખર્ચ વધારે થાય છે. અને લગ્ન પ્રસંગ પત્યા બાદ આવક ઓછી હોવાના કારણે અંતે ઘર માં પૈસા ની તંગી સર્જાય છે ત્યારે જલારામ મંદિર નાં પ્રમુખ દિપેશ પટેલને ને ખયાલ આવ્યો કે આપણે ગરીબ માણસો ને આવી સહાય કરીએ તો તેમના ખર્ચ માં રાહતનું કામ થશે અને તેમના વધારા ના ખર્ચ માં આંશિક બચત થશે.

દાતાઓનાં સાથ સહકારથી આ વર્ષનાં મે મહિનામાં સાડીબેંકની શરૂઆત થઈ.સાડીબેંક માં ઉપલબ્ધ છે અવનવીસાડીઓ લગ્નપ્રસંગમાં પેહરવા માટે સિલ્ક, નેટ, જરી, ભરત,પ્રિન્ટપટોળા,જેવી સાડીઓ પણ આ સાડીબેંક માં મળી રેહશે. 500 જેટલી સાડી ની ચોઇસ માંથી તમારી મનપસંદ સાડી પણમફત માં અહીંયાથી મેળવી શકાય છે.



પ્રમુખનું કેહવુ છે ચાર મહિના પેહલા આ સેવા ચાલુ કરવામાં આવી અત્યાર સુધીમાં ઘણા ગરીબ વર્ગનાં લોકો આ લાહવો લઈ ચૂક્યા છે.અને દાતાઓ દ્વારા પણ બીજી સાડીઓ આવનારા દિવસોમાં ઉમેરવામાં આવશે.સાડી લેવા માટે ખાસ સમય નકી કરેલો છે.સવારના 9થી12 અને સાંજ નાં 4થી 7 વાગ્યા સુધી સાડી બેંક ખુલી રેહસે.સાડી બેંકનું કાર્ય ડૉ.ભારતી પટેલ સંભાળે છે સાડી લેવા માટે રેહઠાણનાં પુરાવાઆધાર કાર્ડ સાથે લઈ જવા સાડી ત્રણ દિવસમાં પરત આપી જવી.



ડ્રાયક્લીન માટે 100 રૂપિયા ભરવા નુકશાન થાય તોહ તેની જવાબદારી લઈ જનારનાં માથે રહશેઆવા નિયમ અનુસાર આ સાડીબેંકમાંથી સાડી મેળવી શકાય છે.સ્થાનિકવિશાલ પટેલનું કેહવુ છે આ સેવા ગામડા માંથી આવતા ગરીબ લોકો માટે ચોક્ક્સ ફાયદા રૂપ સાબિત થઈ છે.

જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવી બીજી અનેક સેવાકિય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.નિ:શુલ્ક એમબ્યુંલન્સ સેવા,નિ:શુલ્ક ડેડબોડી એસી ફ્રીજર મશીન,ભિક્ષુકને મફત ભોજન સેવા,સિનિયર સિટીઝન નાં લોકો ને ટિફિન સેવા,મંદિર માં રાહત દવાખાના ની સેવા,આવી અનેક સેવા રોજ ચાલુ જ રહે છે. અને આ સેવા ચાલુ રાખવા માટેમંદિર માં દર્શન અર્થે આવતા લોકો જલારામ માનવ સેવા ટ્રસ્ટ માં મોટું દાન પણ આપતા હોય છે.
First published:

Tags: Anand, Bank, Saree, Saree Library