પક્ષી પ્રેમી અર્ચનાબેન વર્ષો થી પક્ષી ની માવજત કરે છે.
ધર્મજનાં બિઝનેશ વુમન અર્ચનાબેન પટેલને વિદેશી પક્ષીઓનો અનેરો શોખ છે. તેમનાં ઘરે 64 જેટલા વિદેશી પેરોટ રાખ્યાં છે અને તેના માટે રોજ બે કલાક ફાળવે છે. તેમજ તેની સંભાળ માટે ચાર માણસો પણ રાખ્યાં છે.
Salim chauhan,Anand: ધર્મજની એક બિઝનેશ વુમન અર્ચના પટેલને વિદેશી પક્ષીઓનો અનોખો પ્રેમ છે.ધર્મજમાં ગાંધીચોક સ્થિત ધૂન પેરોટ હાઉસ ખાતે આફ્રિકન અને સાઉથ અમેરિકનના નાના-મોટા 64 જેટલા પેરોટ રાખવામાં આવ્યાં છે.જેમા સેનેગલ, રમ્પ પ્રેડ, ઈઓનર્સ, સન કનુર, જેનેડી, ગ્રીન ચીક, યલો સાઈડેડ, સિનેમન, ઝોન્ડિયા, ક્રિમ્ઝન બેબી, બ્લેક કેપ, પાલીગ્રે, બ્રેસ્ટેડ, આફ્રિકન ગ્રે, એક્લેકટેશ, ઓરેન્જ વિંગ એમેઝોન, બ્લ્યૂ અને ગોલ્ડન મકાઉ, ગ્રીન વિંગ મકાઉ તથા ઓસ્ટ્રેલિયન મોલુકન કોકાટુ, ગાલા કોકાટુ વગેરે જાતીના રંગબેરંગી પેરોટનો સમાવેશ થાય છે.
પેરોટનું અયુષ્ય 23 થી 25 વર્ષ
સામાન્ય રીતે પેરોટનું આયુષ્ય 23 થી 25 વર્ષ હોય છે. પરંતુ 15 થી 17 વર્ષ સુધી ખુબ સારી રીતે જીવે છે. તેવીજ રીતે તિબેટિયન ડોગનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે. અહિયા રહેતા પેરોટ પૈકી આફ્રિકન ગ્રે તથા મોલોકન કોકાટુ મ્યુઝિક સાથે ડાન્સ અને ગીત પણ ગાતા હોય છે. ઉપરાંત આ પક્ષીઓ ઘરના સભ્યો સહિત મુલાકાતીઓ સાથે વાતો પણ કરતા હોય છે.
વિદ્યાથર્થીઓ મુલાકાતે આવે છે
ધર્મજ ગામ ખાતે આવેલા વિદેશી પેરોટને નિહાળવા દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે.ધર્મજના ગાંધીચોક ખાતે અર્ચના શૈલેષભાઈ પટેલ રહે છે. તેઓના નિવાસ સ્થાને આફ્રિકન અને અમેરિકન જૂદી જૂદી જાતીના ૬૪ જેટલા પેરોટ રાખે છે. રંગબેરંગી આ પેરોટની સાર સંભાળ, માવજત વગેરેનું ધ્યાન અર્ચના પટેલ પોતે રાખે છે.
12 કલાકની ઉંઘ અંધારા સાથે જરૂરી હોય
રમવા માટે લાકડાના જુદા જુદા રમકડા પણ ઉપલબ્ધ કર્યા છે. તેઓની સાર સંભાળ સાથે વધુ બે કલાક નિયમીત પણે રમવા માટે અર્ચના પટેલ સમય ફાળવે છે. તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે, પક્ષીઓને દિવસ દરમિયાન 12 કલાકની ઉંઘ અંધારા સાથે જરૂરી હોય છે. ઉપરાંત પેરોટની તંદુરસ્તી, સાફ સફાઈ વગેરેનું નિયમીત ધ્યાન રાખવામાં આવે છે. દર ત્રણ મહિને પક્ષીઓને ડિવોર્મિંગ પણ આપવામાં આવતુ હોય છે. પક્ષીઓને સમયસર ખોરાક ના મળે કે રમવામાં ન આવે તો પક્ષી ચિડિયુ થઈ જાય છે. જેને કારણે પક્ષી જાતે જ પોતાના પીછા કાઢી નાખે છે.
પક્ષીની સંભાળ માટે ચારા માણસો રાખ્યા
પક્ષીઓની વિશેષ અને નિયમીત સંભાળ માટે ચાર જેટલા માણસો પણ રાખવામાં આવ્યા છે. પક્ષીઓને તકલીફ ના પડે તે માટે આ ચાર વ્યક્તિઓને એક સાથે ક્યારેય રજા આપવામાં આવતી નથી. અર્ચના પટેલ પોતે બ્રાઈડલ સ્ટુડિયોના વ્યવસાય સાથે જોડાયેલ બિઝનેશ વુમન છે. છતા તેઓ દિવસ દરમિયાન પક્ષીઓ સાથે બે કલાક રમવાનું ક્યારેય ચુકતા નથી. તેઓના આ પક્ષી પ્રેમને કારણે તેઓએ આ ઘરને ધૂન પેરોટ હાઉસ નામ આપ્યુ છે.