Home /News /anand /Anand: ઢોલ વગાડવાની કલાને જીવંત રાખવાનો આ શિક્ષકનો અનોખો પ્રયાસ, કોણ છે આ શિક્ષક? જૂઓ Video

Anand: ઢોલ વગાડવાની કલાને જીવંત રાખવાનો આ શિક્ષકનો અનોખો પ્રયાસ, કોણ છે આ શિક્ષક? જૂઓ Video

X
ડો

ડો રાવત વિદ્યાર્થી ને વિસરાતા લોકવાદ્યો નું સાચું જ્ઞાન ઢોલ વગાડી ને આપુ છું.

આણંદનાં શિક્ષક ડો. રાકેશભાઇ રાવતે નાનપણથી જ ઢોલ વગાડવાની કલા શિખી લીધી હતી. અભ્યાસ સાથે કાકા પાસેથી ઢોલ વગાડવાનું શિખતા હતાં. તેમજ લગ્નમાં ઢોલ વગાડવા જતા હતાં. આજે આ કલાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યાં છે.

Salim chauahn, Anand: આણંદ શહેરમાં શિક્ષકની ફરજ બજાવતા રાકેશભાઈ રાવતની નાનપણથી ઢોલ વગાડવાની કલા શીખી લીધી હતી. આજે ઢોલ વગાડવાની કલાનું જ્ઞાન પણ વિદ્યાર્થીને અભ્યાસમાં આપી રહ્યા છે.

ડો. રાકેશભાઈ રાવત મૂળ વતન મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાના મહેરવાડા ગામ છે. રાવત સમાજમાં તેમનો જન્મ થયો હતો. આ સમાજનાં લોકો વર્ષોથી પરંપરાગત રીતે ઢોલ વગાડી પોતાની રોજી રોટી કમાતા હતાં.લગ્ન પ્રસંગમાં ઉત્તર ગુજરાતમાં સમાજનો ઢોલ વગાડનાર ઢોલી ખૂબ વખણાય છે.

કાકા પાસેથી ઢોલ વગાડવાનું શિખ્યાં

રાકેશભાઇ રાવત વતન જાય ત્યારે કાકા,બાપાનાં ભાઇઓ સાથે ઢોલ નિહાળવા જતા હતાં. રાકેશભાઇનાં પિતા કાપડની મીલમાં નોકરી કરતા હતાં અને પોતે અભ્યાસ કરતા હતાં. પિતાની નોકરી છુટી જવાનાં કારણે વતનમાં પરત ફરવું પડ્યું હતું. બાદ રાકેશભાઇને અભ્યાસ માટે અપડાઉન કરવું પડ્યું. ત્યારે કાકા સાથે ઢોલ શિખવાનો મોકો મળ્યો. પોતે પણ લગ્નમાં ઢોલ વગાડવા જતા હતાં.



બેસ્ટ શિક્ષક તરીકેનાં એવોર્ડ મળ્યાં છે

આણંદ વિદ્યાનગની રામકૃષ્ણ કેળવણી મંડળમાં નોકરી મળી. ગુજરાતી વિષયનાં તજજ્ઞ તરીકે જાણીતા બન્યાં છે. તેમજ શિક્ષણ સાથે બાળકોને લોકવાદ્યોની સમજણ આપે છે. તેમજ લુપ્ત થતી પરંપરાને જાળવી રાખવા લોકોને જાગૃત કરે છે. તેમને બેસ્ટ શિક્ષક તરીકેનાં અનેક એવોર્ડ મળ્યાં છે.
First published:

Tags: Anand, Award, Local 18, Teacher

विज्ञापन