તુલસી વિવાહ તરીકે ઓળખાતા આ શુભ દિવસ બાદ શુભ મુરત શરૂ થાય છે.
પ્રબોધિની એકાદશીનું પૌરાણિક અને સાંપ્રદાયિક મહત્વ ઘણું છે. આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય છે.પૌરાણિક કથા અનુસાર આજે દેવ ઊઠે છેએટલે આજનો દિવસ દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખાય છે. તુલસી વિવાહ તરીકે ઓળખાતા આ શુભ દિવસ બાદ શુભ મુરત શરૂ થાય છે.
Anand: એટલે આજનો દિવસ દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખાય છે. તુલસી વિવાહ તરીકે ઓળખાતા આ શુભ દિવસ બાદ શુભ મુરત શરૂ થાય છે. આજે તા. 4 નવેમ્બર, ,2022 શુક્રવારના રોજ સંધ્યા આરતી સમયે આણંદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ શાકની હાટડી કલાત્મક રીતે મૂકવામાં આવી હતી.
ચોમાસા પછી શિયાળાની ઋતુમાં નવા શાકભાજી થાય છે તે ઠાકોરજીને ધરાવવામાં આવે છે. આ બધુ જ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે એ ભાવ રહેલો છે. સાંપ્રદાયિક ઇતિહાસ મુજબ ભગવાન સ્વામિનારાયણના પૂર્વાશ્રમના પિતા શ્રી ધર્મદેવનો આજે જન્મ થયો હતો. સંવત 1857માં નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ને દિક્ષા આપવામાં આવી.
વળી આ દિવસે જ શ્રી રામાનંદ સ્વામીએ જેતપુર શ્રી હરિને ગાદી સોંપી તે વખતે શ્રી હરિએ પોતાના ગુરુ પાસે બે અભૂતપૂર્વ વરદાન પોતાના ભક્તો માટે માંગ્યા હતા જેમાં પોતાના ભક્તો અન્ન – વસ્ત્ર થી દુખી ન થાય અને ભક્તના પ્રારબ્ધમાં ભિક્ષા માંગવાનુ આવે તો એ મને આવે પણ ભક્ત ને એ દુખ ન આવે. બીજું વરદાન એ કે પોતાના ભક્ત ને એક વીંછીનું દૂખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછી નું દુખ થાય પણ ભક્ત દુખી ન થાય. વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસમાં આવા અજોડ વરદાનો કોઈએ પોતાના ભક્તો માટે માગ્યા નથી જે ભગવાન સ્વામિનારાયણની ભક્તવત્સલતા દર્શાવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સૌ પ્રથમ વાર સ્વ રચિત આરતી ઉતારી હતી. તદુપરાંત શાંતિલાલ( પ્રમુખસ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નામ)ને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં પાર્ષદી દિક્ષાઆપી હતી. આ પ્રસંગે કોઠારી પૂજ્ય ભગવદચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા. હરિભક્તોએ સેવા કરીને ઠાકોરજીના પ્રાસાદિક શાક મેળવ્યા હતા. સંત નિર્દેશક પૂજ્ય યજ્ઞ સેતુસ્વામી માર્ગદર્શન અનુસાર સૌ કાર્યકરો એ સારી વ્યવસ્થા કરી હતી.