આણંદ વિધાનગરમાં રહેતા રાહુલ મારવાડીએ અભ્યાસ પડતો મૂકી પરીવારની આર્થિક સ્થિતિ બદલવા અપનાવ્યો સેન્ડવીચનો વ્યવસાય આજે આ થકી ઘર પણ વસાવ્યું અને પોતાનું કાફે પણ છે.
Salim chuahan, Anand: આણંદ વિદ્યાનગરમાં રહેતા રાહુલભાઇ મારવાડીએ પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અભ્યાસ છોડી ફાસ્ટ ફૂડ વેચવાના વ્યવસાય અપનાવ્યો હતો. પરીવારની આર્થીક સ્થિતિને સૂધારવા તનતોડ મહેનત કરી આજે તેઓ પાસે પોતાનું ઘર અને પોતાનું કાફે પણ છે.
2016માં રાહુલે ભણતર અધૂરૂ મૂકી પરીવારની આર્થીક સ્થિતિને સૂધારવા માટે વ્યવસાય શરૂ કર્યો. વિદ્યાનગર રોડ પર રાહુલે સેન્ડવીચ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો.
ફાસ્ટ ફૂડના આ વ્યવસાયમાં તેઓને સારી કમાણી થઈ. સાત વર્ષ તનતોડ મહેનત ફળી અને તેઓએ પોતાનું સપનાનું ઘર વસાવ્યું. આજે તેઓ પાસે પોતાનું કાફે પણ છે.
રાહુલ મારવાડી અને કિશોર મારવાડી બંને ભાઈ સેન્ડવીચનાં વ્યવસાયમાં જોડાયેલા છે જેમાં રોજની બે થી ત્રણ હજારની આવક મળી રહે છે.
આજે વિદ્યાનગરનાં મોટાબજારમાં તેવો એ એપિક ગ્રિલ સેન્ડવિચનું કાફે પણ ખોલ્યું છે જેમાં 8 જેટલા યુવાનોને રોજગારી પણ આપી રહ્યાં છે. આગામી સમયમાં રાહુલ ગુજરાત ભરમાં 40 જેટલી ફ્રેન્ચાઈઝી સ્થાપશે તેવી આશા વ્યક્ત કરી હતી.